Wednesday, February 18News That You Want to Read

ગુજરાત પોલીસ: સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, વલસાડ દ્વારા ભીલાડ NDPS કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર મહિલા આરોપીને ઝડપી લીધી

વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને ભીલાડ પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળના બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહેલી મહિલા આરોપી નગમા ઉર્ફે રેખાબેન અયુબભાઈ ઈશાકભાઈ શેખ (ઉ.વ. 48) ને પકડવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.

સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક, શ્રી પ્રેમ વીર સિંહ (IPS) ના સીધા માર્ગદર્શન હેઠળ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક, મે. ડૉ. કરનરાજ વાઘેલા (IPS) એ હત્યા, ધાડ, લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓને પકડવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું.

આ અભિયાન અંતર્ગત ફરિયાદીઓને ન્યાય મળે અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી, સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.યુ. રોઝ, SOG વલસાડ (કેમ્પ. વાપી) ને આવા ફરાર આરોપીઓ અંગે ગુનાઓના કેસ કાગળોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવા અને આરોપીઓના સગાં-સંબંધીઓ તેમજ તેમના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરીને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા માહિતી એકત્રિત કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હેડ કોન્સ્ટેબલ મોહમદસફી સુલેમાનભાઈ અને હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ધરમસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, ભીલાડ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 11200007240675/2024 અને 11200007241514/2024, NDPS એક્ટ 1985 ની કલમ 8(C), 20(B)(II)(B), 29 હેઠળ નોંધાયેલા બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર નગમા ઉર્ફે રેખાબેન અયુબભાઈ ઈશાકભાઈ શેખ, હાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ તાલુકાના લોનીપાડા, થર્મલ પાવર રોડ, પાણીની ટાંકી નજીક આવેલા પોતાના ઘરે હાજર છે.

આ બાતમીના આધારે, SOG વલસાડના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી બી.એચ. રાઠોડ અને પોલીસ સ્ટાફના માણસોની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મહિલાને દહાણુ, જી. પાલઘર, મહારાષ્ટ્ર ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડી હતી. વધુ તપાસ અર્થે, મહિલા આરોપીને ભીલાડ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવી છે.

મહિલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ:

નગમા ઉર્ફે રેખાબેન અયુબભાઈ ઈશાકભાઈ શેખ (ઉ.વ. 48) નો ગુનાહિત ઇતિહાસ નીચે મુજબ છે:

  • મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 129/2018, NDPS એક્ટ 1985 ની કલમ 8(C), 20(B), 22, 29 મુજબ ગુનો નોંધાયેલ છે.
  • મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 172/2018, NDPS એક્ટ 1985 ની કલમ 8, 20, 22, 29 મુજબ ગુનો નોંધાયેલ છે.

આમ, ભીલાડ પોલીસ સ્ટેશનના NDPS ના બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહેલી મહિલા આરોપીને દહાણુ, જી. પાલઘર, મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં SOG વલસાડની ટીમને મહત્વની સફળતા મળી છે.

કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓ:

આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.યુ. રોઝ, PSI બી.એચ. રાઠોડ, ASI વિક્રમભાઈ મનુભાઈ, અ.હે.કો. મોહમદસફી સુલેમાનભાઈ, અ.હે.કો. કિરીટસિંહ ધરમસિંહ, આ.હે.કો. અરુણ સિતારામ, પો.કો. મહેન્દ્રદાન જીલુભા, વુ.પો.કો. રવિના કમલેશભાઈ અને ભીલાડ પો.સ્ટે.ના વુ.પો.કો. શોભના ઈશ્વરભાઈ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *