વલસાડને વંદે ભારત એક્સપ્રેસનું પ્રાયોગિક સ્ટોપેજ મંજૂર: ટૂંક સમયમાં વલસાડ સ્ટેશને વિધિવત ઉદ્ઘાટન, સાંસદ ધવલ પટેલે આભાર વ્યક્ત કર્યો
વલસાડ જિલ્લા માટે એક મોટી ખુશખબર છે, કેમ કે રેલવે મંત્રાલય દ્વારા 20901/20902 મુંબઈ સેન્ટ્રલ - ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે વલસાડ રેલવે સ્ટેશન ખાતે પ્રાયોગિક સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે.
આ અંગેની સત્તાવાર જાહેરાત આજરોજ, 17 જુલાઈ, 2025 ના રોજ કરવામાં આવી છે. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે અને વલસાડના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે સાંસદના ઉમેદવાર તરીકે તેમણે વલસાડમાં રેલવે સુવિધાઓ સુધારવાનું વચન આપ્યું હતું અને આ દિશામાં તેમણે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દેશના ઉચ્ચ રેલવે અધિકારીઓ સમક્ષ અનેક રજૂઆતો કરી હતી. એક વર્ષની આ પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે, જેના પરિણામે વલસાડ ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મંજૂર થયું છે.
સાંસદ ધવલ પટેલે આ માટે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર ...
