વલસાડ કોંગ્રેસનો રણચંડી અવતાર: બગવાડા ટોલ પ્લાઝા પર ‘રોડ નહીં તો ટોલ નહીં’ના નારા સાથે હાઈવે જામ!
વલસાડ જિલ્લા કોંગ્રેસે આજે નેશનલ હાઈવે નંબર 48 પર વાપી નજીક આવેલા બગવાડા ટોલ પ્લાઝા ખાતે 'જન આક્રોશ રેલી' યોજીને ભાજપ સરકાર, ગુજરાત સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી સામે બ્યુગલ ફૂંક્યું હતું. ચોમાસાની શરૂઆત થતા જ હાઈવે પર પડેલા અસંખ્ય ખાડાઓને કારણે વાહનચાલકો અને પ્રજાને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર અને ચક્કાજામ કરીને સરકારની બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો.
આજે વલસાડ જિલ્લા કોંગ્રેસના નેજા હેઠળ 'જન આક્રોશ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કિશન પટેલ, માજી પ્રદેશ પ્રમુખ દિનેશ પટેલ, વાપી શહેર પ્રમુખ નિમેષ વશી, માજી નગરપાલિકા સભ્ય ખંડું પટેલ સહિત અનેક કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં બગવાડા ટોલ પ્લાઝા પર ઉમટી પડ્યા હતા. તેમના હાથમાં ભાજપ અને સરકાર વિરુદ્ધના બેનરો હતા, જેના પર "રોડ નહીં તો ટોલ નહીં", "ન્યાય આપો, ખાડાઓથી...

