
વાપી GIDCમાં ઉદ્યોગકારો સુધર્યા તો, નોટિફાઇડના અધિકારીઓ બેદરકાર બન્યા, માત્ર 4 ઇંચ વરસાદમાં ઠેરઠેર CETP ચેમ્બર લિકેજથી રસ્તાઓ પાણી પાણી
વાપી GIDCમાં ઉદ્યોગકારો સુધર્યા તો, પર્યાવરણની દુર્દશા માટે GIDC, GPCB, VGEL અને નોટિફાઇડના અધિકારીઓ બેદરકાર બન્યા, ચોમાસાના 4 ઇંચ જેટલા વરસાદમાં જ ઠેરઠેર CETP ચેમ્બર લિકેજથી રસ્તાઓ પાણી પાણી
વાપી GIDCમાં ચાલી રહેલી પર્યાવરણની શરમજનક દુર્દશા અને તેના મૂળમાં રહેલી GIDC, નોટિફાઇડ એરિયા, GPCB, અને VGELની ઘોર બેદરકારીની સામે આવી છે. CETPની ચેમ્બર અને પાઇપલાઇનમાંથી એફલયુએન્ટ રસ્તાઓ પર ધોધની જેમ વહી રહ્યું છે, વરસાદી પાણી સાથે ભળીને આ ઝેરી પાણી રસ્તાઓ પર પૂરની જેમ ફેલાઈ રહ્યું છે. જેણે લાખોના ખર્ચે કરેલી ચોમાસાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.
વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. વાપીમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ, ગલીઓ, અને ઔદ્યોગિક વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. પરંતુ આ વરસાદ કરતાં પણ વધુ ગંભીર છે વાપી GIDCમાં પર્યાવરણની બરબાદી, ...