Wednesday, February 18News That You Want to Read

Tag: recitation of Sanskrit verses

ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ નું પ્રસ્થાન કરાવ્યું, ચાર વેદોની પુજા-અર્ચના કરી યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકોના ઉચ્ચારણ, ઋષિઓની વેશભૂષા સાથે વિદ્યાર્થીઓ જોડાયા

ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ નું પ્રસ્થાન કરાવ્યું, ચાર વેદોની પુજા-અર્ચના કરી યાત્રાનો શુભારંભ, સંસ્કૃત શ્લોકોના ઉચ્ચારણ, ઋષિઓની વેશભૂષા સાથે વિદ્યાર્થીઓ જોડાયા

Gujarat
સંસ્કૃત ભાષાના ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસારના ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા એક ભવ્ય પહેલ કરવામાં આવી છે. રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ-૨૦૨૫ના અનુસંધાનમાં, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લાની કલેક્ટર કચેરી ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો શુભારંભ ધારાસભ્યએ ચાર વેદોની મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરીને કરાવ્યો હતો. જિલ્લાની વિવિધ શાળાઓના ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગીતો, સુભાષિતો અને શ્લોકોના ઉચ્ચારણ સાથે વાતાવરણને ગુંજતું કર્યું હતું. આ યાત્રામાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ દર્શાવતા ટેબ્લો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. મુક્તાનંદ સંસ્કૃત પાઠશાળા અને પારડી સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઋષિઓની...