Wednesday, February 18News That You Want to Read

Tag: road dug up with JCB

ઉમરગામના વલવાડા ગામે ગૌચર જમીન પરનું દબાણ હટાવાયું, JCBથી રસ્તો જ ખોદી નાખ્યો

ઉમરગામના વલવાડા ગામે ગૌચર જમીન પરનું દબાણ હટાવાયું, JCBથી રસ્તો જ ખોદી નાખ્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે બનાવેલો રસ્તો આખરે કલેક્ટરના આદેશ બાદ દૂર કરવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી વિવાદમાં રહેલા આ મામલામાં, સ્થાનિક યુવક હિતેશ કિકુંભાઈ દ્વારા ગૌચરની જમીન પર રસ્તો બનાવી વેસ્ટર્ન કંટેઇનર્સ નામની પેઢીને ભાડે આપવામાં આવ્યો હતો. ગ્રામજનોની રજૂઆતો બાદ વલસાડ કલેક્ટરે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો, જેના પગલે પોલીસ બંદોબસ્ત સાથે JCBની મદદથી રસ્તો ખોદી નાખીને દબાણ દૂર કરાયું છે. આ દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન, ગ્રામ પંચાયતના સરપંચ, સભ્ય અને સ્થાનિક આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભિલાડ પોલીસનો સ્ટાફ પણ ખડેપગે રહ્યો હતો. વલવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સાધનાબેન નટુભાઈએ જણાવ્યું કે, સર્વે નંબર 27 અને 29 પર બનેલા આ રસ્તાનું દબાણ દૂર કરવાની કાર્યવાહી ડીએલઆર (DLR) દ્વારા 30-05-2025ના રોજ થયેલી માપણીના...