ગુજરાતમાં વરસાદનો અનોખો હિસાબ: દક્ષિણ ગુજરાતમાં 107% થી વધુ, સૌરાષ્ટ્ર હજુ પણ સરેરાશથી દૂર તો રાજ્યમાં 50થી વધુ જાનહાનિ અને વ્યાપક વિનાશ પણ
ગુજરાતમાં આ વર્ષના ચોમાસાએ આખા રાજ્યને એક સમાન ભેટ આપી નથી. એક તરફ રાજ્યનો સરેરાશ વરસાદ સદીની નજીક પહોંચી ગયો છે, તો બીજી તરફ પ્રાદેશિક અસમાનતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. વરસાદના આંકડા મુજબ, રાજ્યના કેટલાક ભાગો જળબંબાકારથી ભરાઈ ગયા છે, જ્યારે અન્ય વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં 6 સપ્ટેમ્બર, 2025 સુધીના તાજા અહેવાલ મુજબ, રાજ્યમાં કુલ 871.73 મિમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશ વાર્ષિક વરસાદના 98.85% જેટલો છે. આ આંકડો જોઈને લાગે છે કે રાજ્યમાં ચોમાસું લગભગ પૂરું થઈ ગયું છે, પરંતુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતાં પ્રાદેશિક તફાવત ઉડીને આંખે વળગે છે.
દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી: રાજ્યના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ, એટલે કે 1570.74 મિમી વરસાદ પડ્યો છે, જે આ પ્રદેશની સરેરાશના 107.58% જેટલો છે. અહીંના નવસારી જિલ્લામાં આવેલા વાંસદા તાલુકામાં તો 1989 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે તેન...
