Tuesday, February 17News That You Want to Read

Tag: the condition of the highway deteriorated!

બચત’નો ઢોંગ: ટોલ ઘટાડવાને બદલે ખર્ચ ઘટાડ્યો; NHAI ની આવક વધી, Highway ની હાલત બગડી!

બચત’નો ઢોંગ: ટોલ ઘટાડવાને બદલે ખર્ચ ઘટાડ્યો; NHAI ની આવક વધી, Highway ની હાલત બગડી!

Gujarat, National, News, Science & Technology
ગુણવત્તા ઝીરો, ટોલ હીરો! NHAI ની ₹2,062 કરોડની બચત જનતાના ખર્ચે? ​જ્યાં 'ખાડા' ત્યાં ટોલના 'ધાડા'! અધૂરા રસ્તા પર આકરો ટોલ, શું આ જ છે સુશાસન? આજે અમે NHAIની એક એવી 'સફળતા' પર સવાલ ઉઠાવી રહ્યા છીએ, જે જમીની હકીકતથી તદ્દન વિપરીત છે. NHAI દાવો કરે છે કે તેણે ટોલ કલેક્શનના ખર્ચમાં ₹2,062 કરોડની બચત કરી છે. પણ ગુજરાતના વાહનચાલકો પૂછી રહ્યા છે - આ બચત કયા ભોગે? શું આ બચત વાહનચાલકોને સારી સુવિધાઓ આપ્યા વિના, માત્ર પોતાના આંતરિક ખર્ચ ઘટાડીને કરવામાં આવી છે? ગુજરાતના હાઈવે પર 'ખાડા રાજ', ખજાનામાં વધારો! NHAIના આંકડા મુજબ, ટોલ કલેક્શનનો ખર્ચ ઘટીને 17% થી 9% થયો, જ્યારે ટોલની આવક ₹28,823 કરોડ સુધી પહોંચી. આ આંકડા સરકારી ચોપડે ભલે સારા લાગે, પણ ગુજરાતનો કોઈપણ નાગરિક જે નેશનલ હાઇવે 48 (NH-48) ના સુરત-વડોદરા સેગમેન્ટ પર કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે (NE-1) ના અમુક જર્જરિત ભાગો પર મુસાફરી કરે છ...