
સરીગામ GIDCની CETPની બેદરકારીથી પર્યાવરણને ખતરો, ઓવરફ્લો થતી ચેમ્બરો અને ગટરોમાં એફલ્યુએન્ટનો ધોધ વહી રહ્યો છે
સરીગામ GIDCના ઉદ્યોગોના એફલ્યુએન્ટ (ઔદ્યોગિક કચરો પાણી) માટે કાર્યરત કોમન એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની નબળી હાલત હવે ગંભીર પર્યાવરણીય સમસ્યા બની ઊઠી છે. તાજેતરની તસવીરોમાં જોવા મળે છે કે CETPની ચેમ્બરો ઓવરફ્લો થઈને ઝરી રહી છે, જેના કારણે ગટરોમાં મોટી માત્રામાં એફલ્યુએન્ટ વહી રહ્યું છે.
આ પરિસ્થિતિ ચોમાસાની સીઝનમાં વધુ ગંભીર બની રહી છે, જ્યારે પ્રિ-મોન્સૂન તૈયારીઓનું કોઈ ચિહ્ન દેખાતું નથી. CETPની ચેમ્બરો તૂટેલી-ફુટેલી હાલતમાં છે અને ગંદકીથી લબાલબ ભરેલી છે. ઉદ્યોગો બેખૌફ રીતે એફલ્યુએન્ટ નાળાઓમાં છોડી રહ્યા છે, જેનાથી પર્યાવરણને લાંબા ગાળાનો ખતરો ઉભો થયો છે.
સ્થાનિક CETPના કર્તાધર્તાઓની આ બેદરકારીથી પ્રદૂષણનો જોખમી સ્તર સુધી પહોંચી ગયો છે. ઉપરાંત, પાઇપલાઇનની હાલત પણ ચિંતાનું કારણ બની શકે છે, જેની નોંધણી હાલમાં વિચારણા હેઠળ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ મંડળ (GPCB) પણ આ મામલે કો...