
પરશુરામ જયંતિ નિમત્તે વિપ્ર ફાઉન્ડેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સહયોગમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 131 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું
વાપીમાં છેલ્લા 4 વર્ષથી પરશુરામ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિપ્ર ફાઉન્ડેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સહયોગમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 131 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા આ પ્રયાસ કરવામાં આવે છે.
વિપ્રો ફાઉન્ડેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં 131 યુનિટ રક્ત જમા કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પના ફર્સ્ટ ડોનર મહર્ષિ ભરતભાઈ ઠક્કર અને રાજવીર કૌશિકે રક્તદાન કરી પ્રારંભ કરાવ્યો હતો. આ રક્તદાન શિબિર અંગે વિપ્ર ફાઉન્ડેશન વલસાડ જિલ્લાના પ્રમુખ નવ રતન મિશ્રાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 4 વર્ષથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. જેમાં દર વર્ષે 150 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવમાં આવે છ...