Saturday, June 21News That You Want to Read

વલસાડના દરેક તાલુકાઓમાં તારીખ 19 મે ના રોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર ભરતી કેમ્પ યોજાશે

હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માને સિવિલ ડિફેન્સના નિયંત્રક તરીકેના હુકમો સરકાર તરફથી કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે સ્વયંસેવકની નોંધણી કરાશે.

જે લોકો રાષ્ટ્રસેવા કરવા માટે સિવિલ ડિફેન્સમાં જોડાવા માગતા હોય તેઓ રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઈઝનો એક ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, લાઈટ બિલ/ મિલકત વેરા પૈકી કોઈ પણ બે પુરાવા સાથે રાખવા.

સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટેની લાયકાતમાં ઓછામાં ઓછુ ધોરણ 4 પાસ અને 18 વર્ષ કે તેથી ઉપરના નિરોગી, તંદુરસ્ત વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ. આ સ્વયંસેવકો તરીકે માજી સૈનિકો, પોલીસમિત્ર, એનએસએસ, એનસીસી વોલન્ટિયર, સ્થાનિક તરવૈયાઓ, આપદા મિત્રો, ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓ, એનજીઓ વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *