Wednesday, February 18News That You Want to Read

વાપીમાં અષાઢી બીજના શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રાની નગરચર્યા માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશમાં જય જગન્નાથનો નાદ ગુંજયો છે. અમદાવાદ, વલસાડની જેમ વાપી, દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે, વાપીમાં પણ ડુંગરા સ્થિત શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રાની નગરચર્યા માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય જગન્નાથ નો ગગનભેદી નાદ ગુંજયો હતો.

વલસાડ જિલ્લાના વાપીમાં અને સંઘપ્રદેશ સેલવાસ, દમણમાં અષાઢી બીજના દિવસે નીકળેલ ભગવાન જગન્નાથજી ની નગરચર્યા ના રથને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ સ્થળે ભગવાનના રથમાં સૌ પહેલા પહિંદ વિધિ કરી આરતી કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભક્તોએ હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી નો નાદ ગજાવ્યો હતો. તો, ઓરિસ્સાવાસીઓએ પોતાની સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતાં.

ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો હિન્દૂ તહેવાર એટલે રથયાત્રા, આમ તો દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા મંદિરમાં ભગવાન પાસે જવું પડે છે, પરંતુ અષાઢી બીજના રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્ત પાસે જાય છે, અને ભક્ત ભગવાનનો રથ ખેંચીને પોતાને ધન્યભાગી સમજે છે,

જે પરંપરા અનુસાર વલસાડ જિલ્લાના વાપીમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર, બહેન શુભદ્રાની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. પરંપરાગત વાજિંત્રોની ધૂન પર ભક્તોએ જય જગન્નાથના નાદ થી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું.

વાપીમાં 14 વર્ષથી દર અષાઢી બીજે રથ યાત્રાનું અયોજન કરતા શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડુંગરા ખાતેથી ચણોદ સુધી શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન શુભદ્રાની નગરચર્યા માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા જગન્નાથ પુરીમાં જે રીતે ઉત્સવરૂપે મનાવાય છે. જે પરંપરા છે તે મુજબ ભગવાન રથમાં સવાર થઈ ને માસી માં ના મંદિરે જાય છે. જ્યાં તે 9 દિવસ રહેશે જે બાદ ફરી 10માં દિવસે બહુડા યાત્રા યોજવામાં આવશે. અને ભગવાનને પરત મુખ્ય જગન્નાથજી મંદિરમાં લાવી સ્થાપિત કરવામાં આવશે.

વાપીમાં આયોજિત ભગવાન જગન્નાથજી ના રથને સ્થાનિક આગેવાનો, ભક્તો અને પોલીસ જવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હોય, રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ વિભાગે યાત્રાના આખા રુટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો,

આ અંગે શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટના કમિટી મેમ્બર પ્રકાશ શાહુએ જણાવ્યું હતું કે, આ રથયાત્રામાં દરેક સમાજના લોકો ઉત્સાહભેર જોડાય છે. અહીં ભવ્ય જગન્નાથજીનું મંદિર નિર્માણ કરવાનું ટ્રસ્ટનું સ્વપ્ન છે. ત્યારે, વાપીના ઉદ્યોગકારો, ડેવલોપર્સ, રાજકીય આગેવાનો જે રીતે આ રથયાત્રામાં સહયોગ આપે છે. તેવો જ સહયોગ મંદિર નિર્માણમાં આપે તો આ મંદિર વહેલું પૂર્ણ થઈ શકે તેમ છે. તેમજ રથયાત્રા નું અનોખું મહત્વ સમજાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજના વાપીમાં અને સેલવાસ, દમણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વાપી અને દમણમાં દેશના અલગ અલગ રાજ્યમાંથી આવેલા લોકો સ્થાયી થયા છે. જેઓ રથયાત્રાના આ આયોજન દરમ્યાન ઉત્સાહભેર જોડાયા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરી મગ સહિતનો પ્રસાદ ગ્રહણ કરી સમગ્ર દેશના લોકો નિરોગી રહે આરોગ્ય પ્રદ રહે, દેશનો વિકાસ થાય, લોકો ભાઈચારાથી રહે તેવી પ્રાર્થના કરી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *