Wednesday, February 18News That You Want to Read

વાપી GIDCની Hi-Tech Inks દ્વારા 5માં રક્તદાન કેમ્પનું આયોજન, 80 યુનિટ રક્ત એકત્ર

વાપી, તા. 27 જૂન 2025: વાપી GIDCમાં કાર્યરત Hi-Tech Inks પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્ક ખાતે 5માં રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 80 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. કંપનીના ફાઉન્ડર ચેરમેન રાજેશ મહાજનની 68મી વર્ષગાંઠ નિમિતે આ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું.

કંપનીના ડાયરેક્ટર ઉદય દેસાઈએ જણાવ્યું કે, “આ રક્તદાન કેમ્પ કંપનીના CSR ફંડ હેઠળ અને રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી યોજાયો હતો. વાપીની બ્લડ બેન્કમાં દર વર્ષે રક્તની અછત જોવા મળે છે. આ અછતને દૂર કરી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત પૂરું પાડવાની આ એક પહેલ છે.

વર્ષ 2007માં સ્થપાયેલી Hi-Tech Inks પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજદિન સુધીમાં પાંચ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કંપનીમાં 700 કર્મચારીઓ કાર્યરત છે, જેઓ તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પ્રકારની સામાજિક પહેલ દ્વારા કંપની સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહી છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ બ્લડ બેન્કના કમલેશભાઈ પટેલ, સ્ટાફ અને કંપનીના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *