સરીગામ ખાતે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ પ્રિ-પ્રાઈમરી શાળામાં 28 જૂન, 2025ના રોજ “ગ્રીન બોન્ડ: અ મધર-ચાઈલ્ડ ઈકો ફિયેસ્ટા” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જુનિયર અને સિનિયર કે.જી.ના બાળકોને પર્યાવરણનું મહત્વ અને તેની જાળવણીની સમજ આપવામાં આવી. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, વૃક્ષોનું રક્ષણ, પાણી અને ધ્વનિ પ્રદૂષણ અટકાવવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો.કાર્યક્રમમાં બાળકો અને તેમની માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બાળકોએ પર્યાવરણને લગતાં ચિત્રો બનાવી રંગપૂર્તિ કરી, જ્યારે માતાઓએ “વેસ્ટમાંથી બેસ્ટ” વસ્તુઓ બનાવી ઈકો-ફ્રેન્ડલી જીવનશૈલીને પ્રોત્સાહન આપ્યું. ભાગ લેનાર બાળકો અને માતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાતઃ વંદનાથી થઈ. આ સફળ આયોજન માટે ગજેરા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી વસંતભાઈ ગજેરા અને શાળાના આચાર્ય શ્રીમતી ઋણા કૌરના માર્ગદર્શન અને પ્રોત્સાહનનો શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો.
![]()







