Wednesday, February 18News That You Want to Read

વલસાડમાં હિટ એન્ડ રન કેસમાં મૃત્યું પામેલા 21 મૃતકોના વારસદારોને રૂ. 2 લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

માર્ગ અકસ્માતોમાં અજાણ્યા વાહનોની ટક્કરથી જીવ ગુમાવનારા 21 લોકોના પરિવારોને વળતરના હુકમ આપવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના હસ્તે, હિટ એન્ડ રન કેસના ૨૧ મૃતકોના વારસદારોને રૂ. 2 લાખનું વળતર મંજૂર કરવામાં આવ્યું છે. આ સહાય કેન્દ્ર સરકારની ‘Compensation to victims of Hit and Run Motor Accident Scheme, 2022’ હેઠળ આપવામાં આવી છે.

આ યોજના અંતર્ગત, હિટ એન્ડ રનના કિસ્સામાં મૃત્યુ થાય તો રૂ. 2 લાખ અને ગંભીર ઈજા થાય તો રૂ. ૫૦ હજારનું આર્થિક વળતર મળે છે. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના અધ્યક્ષપણા હેઠળ રચાયેલી કમિટીએ આ અરજીઓને મંજૂરી આપી છે.

જો તમારા પરિવારમાં પણ કોઈ આવા આકસ્મિક બનાવનો ભોગ બન્યું હોય અને અજાણ્યા વાહનની ટક્કરથી મૃત્યુ કે ઈજા થઈ હોય, તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. આ માટે, તમે કલેક્ટર કચેરીની નાયબ ચીટનીશ શાખા અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો. આ યોજના નિરાધાર બનેલા પરિવારો માટે એક આશાનું કિરણ બની રહી છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *