Wednesday, February 18News That You Want to Read

‘માતાઓનું અપમાન સહન નહીં થાય’: PM મોદીની માતા વિરુદ્ધ ટિપ્પણીથી ભાજપમાં રોષ, દમણમાં કોંગ્રેસ વિરુદ્ધ વિશાળ રેલી

PM મોદીની માતાના અપમાનથી ભાજપ લાલઘૂમ!

દમણમાં હજારોની સંખ્યામાં મહિલાઓ અને કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ રેલી યોજી.

બિહારના દરભંગામાં કોંગ્રેસની ‘મતદાન અધિકાર યાત્રા’ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિરુદ્ધ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક અને અભદ્ર ટિપ્પણીને લઈને રાજકારણ ગરમાયું છે. આ ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દાનહ અને દમણ દીવ પ્રદેશ દ્વારા દમણ શહેરમાં એક વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી હતી.

‘આ સમગ્ર દેશનું અપમાન’

ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયાએ કહ્યું – કોંગ્રેસે દેશની સંસ્કૃતિ અને ગૌરવનું અપમાન કર્યું છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેશ ભાઈ અગરિયાજીના નેતૃત્વમાં નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. રેલી દ્વારા કોંગ્રેસને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે આવી ટિપ્પણીઓ માત્ર વડાપ્રધાનની સ્વર્ગસ્થ માતાનું અપમાન નથી, પરંતુ સમગ્ર દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને ભારતીય સંસ્કૃતિનું પણ ઘોર અપમાન કરે છે.

‘કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ’

  • ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ફાલ્ગુની પટેલે મીડિયાને સંબોધતા કહ્યું – અપમાનજનક ટિપ્પણી કરનારાઓ સામે કડક પગલાં ભરાય.

આ વિરોધ રેલી દમણના નાઈટ માર્કેટ ચાર રસ્તાથી શરૂ થઈને મુખ્ય માર્ગ થઈને બસ સ્ટેન્ડ પર સમાપ્ત થઈ હતી. અહીં મહિલાઓએ પણ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે મીડિયાને સંબોધતા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ફાલ્ગુની બેન પટેલે જણાવ્યું હતું કે, આવા અપમાનજનક કૃત્ય કરનાર કોંગ્રેસના નેતાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. તેમણે કોંગ્રેસને તાત્કાલિક માફી માંગવાની અપીલ પણ કરી હતી.

‘માફી માંગે કોંગ્રેસ’

દાનહ અને દમણ દીવના ભાજપ કાર્યકરોની માંગ – કોંગ્રેસ પક્ષ તાત્કાલિક માફી માંગે અને ભવિષ્યમાં આવી રાજનીતિ બંધ કરે.

આ વિરોધ રેલી દમણના નાઈટ માર્કેટ ચાર રસ્તાથી શરૂ થઈને મુખ્ય માર્ગ થઈને બસ સ્ટેન્ડ પર સમાપ્ત થઈ હતી. અહીં મહિલાઓએ પણ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે મીડિયાને સંબોધતા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ફાલ્ગુની બેન પટેલે જણાવ્યું હતું કે, આવા અપમાનજનક કૃત્ય કરનાર કોંગ્રેસના નેતાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. તેમણે કોંગ્રેસને તાત્કાલિક માફી માંગવાની અપીલ પણ કરી હતી.

ભાજપે સ્પષ્ટ કર્યું છે કે દેશની જનતા આવી અભદ્ર ટિપ્પણીને ક્યારેય સહન કરશે નહીં. ભાજપ સમાજની ઓળખ અને મહિલા શક્તિના સન્માનને બચાવવા માટે સતત સંઘર્ષ ચાલુ રાખશે.

આ રેલીમાં પ્રદેશ પ્રમુખ મહેશ ભાઈ અગરિયા, પ્રદેશ મહામંત્રી જીગ્નેશ ભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરત ભાઈ પટેલ, દમણ નગરપાલિકા પ્રમુખ અસ્પી દમણિયા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરોએ હાજરી આપીને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *