Wednesday, February 18News That You Want to Read

ટેકનોલોજીની તિજોરી ખૂલી! ભારતને મળ્યા 9 ‘ખજાનાના કેન્દ્રો’: ક્રિટિકલ મિનરલ્સમાં વિશ્વગુરુ બનવાનો માસ્ટરપ્લાન!

‘વિકાસની વાટ’માં. આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરતી એક સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. ઇલેક્ટ્રિક કાર હોય, સ્માર્ટફોન હોય કે પછી ડિફેન્સ ટેકનોલોજી, આ તમામનું ભવિષ્ય જેના પર ટકેલું છે, તે છે – ક્રિટિકલ મિનરલ્સ!

  • આ જ ક્રિટિકલ મિનરલ્સની આખી સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે ખાણ મંત્રાલયે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનીજ મિશન (NCMM) હેઠળ ભારતના 9 શ્રેષ્ઠ સંસ્થાઓને ‘ઉત્કૃષ્ટતા કેન્દ્રો’ (CoEs) તરીકે માન્યતા આપવામાં આવી છે.

ક્રિટિકલ મિનરલ્સ શા માટે ‘ક્રિટિકલ’ છે?

આ ખનીજો સામાન્ય નથી, તે દેશની આર્થિક સુરક્ષા અને વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે અનિવાર્ય છે.

સ્વચ્છ ઊર્જા: લિથિયમ, કોબાલ્ટ – ઇલેક્ટ્રિક વાહનોની બેટરી અને ઊર્જા સંગ્રહ પ્રણાલી માટે.

હાઇ-ટેક સેક્ટર્સ: સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સ્પેસ ટેકનોલોજી.

સંરક્ષણ: મિસાઈલ સિસ્ટમ્સ અને અત્યાધુનિક સંરક્ષણ ઉપકરણો માટે.

આ ખનીજોની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે, ભારતે R&D ક્ષેત્રે ‘મહાકાય છલાંગ’ લગાવી છે.

ખાણ મંત્રાલયે આ મિશન હેઠળ કુલ 9 CoEsને માન્યતા આપી છે, જેનું સંચાલન હબ-એન્ડ-સ્પોક મોડેલ પર થશે. સ્થાપિત 7 CoEs માં 4 IITs (બોમ્બે, હૈદરાબાદ, ધનબાદ, રૂરકી) અને CSIR લેબ્સ ખાતે ખનીજ નિષ્કર્ષણ, પ્રોસેસિંગ અને ધાતુશાસ્ત્રમાં R&D. કરવામાં આવે છે. જ્યારે હાલમાં મંજૂરી મેળવેલ નવા 2 CoEs એવા IISc બેંગ્લોર, C-MET હૈદરાબાદ ખાતે અદ્યતન સામગ્રી વિજ્ઞાન અને ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ 9 કેન્દ્રો સાથે કુલ 90 જેટલા ઉદ્યોગ અને શૈક્ષણિક ભાગીદારો જોડાયેલા છે. આ સહયોગ જટિલ ખનીજોના સમગ્ર મૂલ્ય શૃંખલા (Value Chain)ને મજબૂત બનાવશે.

NCMM એક માત્ર યોજના નથી, પરંતુ ભારતનું ભવિષ્ય સુરક્ષિત કરવાની એક વ્યૂહરચના છે. આ CoEs દ્વારા નીચેના મહત્ત્વના પરિણામોની અપેક્ષા છે:

1. ટેકનોલોજીમાં મોટી સફળતા (TRL 7/8):

 * આ કેન્દ્રો પ્રયોગશાળાના સંશોધનને સીધા ઉદ્યોગને ઉપયોગી થાય તેવા સ્તરે (પાયલોટ પ્લાન્ટ્સ) લઈ જશે.

 * નવું સંશોધન: તેઓ માત્ર જમીનમાંથી જ નહીં, પરંતુ માઇનિંગ વેસ્ટ, ફ્લાય એશ અને જૂની બેટરીઓમાંથી પણ ખનીજો પુનઃપ્રાપ્ત કરવાની ટેકનોલોજી પર કામ કરશે. આનાથી ₹ 1500 કરોડની રિસાયક્લિંગ યોજનાને વેગ મળશે.

2. આત્મનિર્ભરતા અને આર્થિક વિકાસ:

 * પેટન્ટનું લક્ષ્ય: મિશને 2030-31 સુધીમાં 1000 જેટલી પેટન્ટ ફાઇલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલે કે, આપણી પોતાની ટેકનોલોજી, આપણી પોતાની સપ્લાય ચેઇન.

 * રોજગાર: આ R&D અને નવી પ્રોસેસિંગ ટેકનોલોજી દ્વારા 10,000થી વધુ કુશળ માનવ સંસાધનને તાલીમ આપવામાં આવશે, જે સીધું રોજગારનું સર્જન કરશે.

3. વ્યૂહાત્મક સ્વાયત્તતા:

 * જ્યારે દુનિયામાં ખનીજની સપ્લાય ચેઇનમાં ગમે ત્યારે વિક્ષેપ આવે, ત્યારે ભારતના આ CoEs વિકસાવેલી સ્વદેશી ટેકનોલોજી દેશને કટોકટીમાં સુરક્ષિત રાખશે, ખાસ કરીને સંરક્ષણ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં.

ઉલ્લેખનીય છે કે આ નવ ઉત્કૃષ્ટતા કેન્દ્રોની માન્યતા માત્ર એક સરકારી નિર્ણય નથી, પરંતુ તે ટેકનોલોજી અને નવીનતામાં ભારતના વિશ્વાસનું પ્રતીક છે. આ કેન્દ્રો આગામી દાયકામાં ભારતને વૈશ્વિક સ્તરે જટિલ ખનીજોનું માત્ર ઉપભોક્તા નહીં, પણ ટેકનોલોજી અને સંશોધનનું હબ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ મિશન ભારતને એક સુપરપાવર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *