દિવાળી અને નવા વર્ષના પાવન અવસર પર, અર્ધ લશ્કર સંગઠન સાઉથ ગુજરાત દ્વારા દેશની રક્ષા કરનાર જવાનો અને શહીદ થયેલા જવાનોના પરિવારજનો એટલે કે વીર નારીઓ માટે એક સન્માન અને શુભકામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં, જવાનો અને વીર નારીઓને પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાઈ, સાડી અને રોકડ રકમનું કવર ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ભવ્ય આયોજનમાં વાપીથી સંજય શિંદે પરિવાર, અશ્વિની રાણે માયા તાઈ અને હરીશ આર્ટ તરફથી દિવાળીની ખાસ ગિફ્ટ્સ આપવામાં આવી હતી. દાતાશ્રીઓએ જવાનો અને વીર નારીઓ સાથે મળીને દિવાળીની ઉજવણી કરી હતી, જેનાથી સૌના ઉત્સાહમાં વધારો થયો હતો. આ પ્રસંગે સૈનિકો અને મહિલાઓ તાળીઓ પાડીને અને નૃત્ય કરીને આ શુભ અવસરને આનંદથી વધાવ્યો હતો. મહિલાઓ ત્રિરંગાના રંગોવાળી ખાસ સાડીઓ (કેસરી, સફેદ અને લીલા રંગની બોર્ડર) પહેરી ઉપસ્થિત રહી હતી.
અર્ધ લશ્કર સંગઠન સાઉથ ગુજરાતના અધ્યક્ષ ખુશાલ ભાઈ વઢુ એ જણાવ્યું હતું કે, જે પરિવારો દેશની રક્ષા કરનાર અને શહીદ થયેલા જવાનોની ચિંતા કરે છે, તેવા તમામ દાતાશ્રીઓનો સંગઠન હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ પ્રકારના સહયોગથી જવાનો અને તેમના પરિવારોને પ્રોત્સાહન મળે છે.
ખુશાલ ભાઈ વઢુ એ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને રાષ્ટ્રભાવના સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું. જય હિન્દ!
![]()





