Wednesday, February 18News That You Want to Read

Tag: Salvav

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની સોનેરી સફળતા

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની સોનેરી સફળતા

Gujarat, National
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ.) દ્વારા સમર-2025માં લેવાયેલી બી.ફાર્મસીના બીજા વર્ષના ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ 23 જુલાઈ, 2025ના રોજ જાહેર થયું. આ પરિણામમાં સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજે દર વર્ષની જેમ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં સ્થાન મેળવી પોતાની પરંપરા જાળવી રાખી છે. આ પરીક્ષામાં કોલેજની 7 વિદ્યાર્થીનીઓએ જી.ટી.યુ. ટોપ ટેનમાં સ્થાન હાંસલ કર્યું, જ્યારે 45 વિદ્યાર્થીઓએ 8.00થી વધુ એસ.પી.આઈ. મેળવી કોલેજ અને સંસ્થાનું ગૌરવ વધાર્યું. ખાસ કરીને, નંદિની મનોજકુમાર વર્માએ 9.69 એસ.પી.આઈ. સાથે જી.ટી.યુ.માં પ્રથમ ક્રમ, જીગીષા ભટ્ટાચાર્યએ 9.62 એસ.પી.આઈ. સાથે દ્વિતીય ક્રમ, વંશી પટેલે 9.54 એસ.પી.આઈ. સાથે ચોથો ક્રમ, ચાર્મી ચેતન ભગતે 9.46 એસ.પી.આઈ. સાથે સાતમો ક્રમ અને ભંડારી ફેન્સી નીલેશભાઈએ 9.46 એસ.પી.આઈ. સાથે આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો. આ ઉપરાંત, સી.પ...
વિશ્વ યોગ દિવસની શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર, સલવાવ ખાતે ઉજવણી

વિશ્વ યોગ દિવસની શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર, સલવાવ ખાતે ઉજવણી

Gujarat
વાપી, 21 જૂન, 2025: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા, સલવાવ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન અને પીટી શિક્ષક તેમજ તમામ શિક્ષકોના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8, 9 અને 11ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ફાર્મસી કોલેજના આચાર્ય શ્રી સચિન સરે વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવ્યું અને વિવિધ યોગાસનો કરાવ્યા હતાં. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર યોગ કરીને સમગ્ર વાતાવરણને યોગમય બનાવ્યું. કાર્યક્રમ દરમિયાન યોગના શારીરિક અને માનસિક ફાયદાઓ અંગે વિવિધ ઉદાહરણો સાથે માહિતી આપવામાં આવી. આ અવસરે મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડૉ. શૈલેષ લુહાર, એડમિન ડિરેક્ટ...