Monday, February 16News That You Want to Read

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની સોનેરી સફળતા

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ.) દ્વારા સમર-2025માં લેવાયેલી બી.ફાર્મસીના બીજા વર્ષના ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ 23 જુલાઈ, 2025ના રોજ જાહેર થયું. આ પરિણામમાં સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજે દર વર્ષની જેમ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં સ્થાન મેળવી પોતાની પરંપરા જાળવી રાખી છે.

આ પરીક્ષામાં કોલેજની 7 વિદ્યાર્થીનીઓએ જી.ટી.યુ. ટોપ ટેનમાં સ્થાન હાંસલ કર્યું, જ્યારે 45 વિદ્યાર્થીઓએ 8.00થી વધુ એસ.પી.આઈ. મેળવી કોલેજ અને સંસ્થાનું ગૌરવ વધાર્યું. ખાસ કરીને, નંદિની મનોજકુમાર વર્માએ 9.69 એસ.પી.આઈ. સાથે જી.ટી.યુ.માં પ્રથમ ક્રમ, જીગીષા ભટ્ટાચાર્યએ 9.62 એસ.પી.આઈ. સાથે દ્વિતીય ક્રમ, વંશી પટેલે 9.54 એસ.પી.આઈ. સાથે ચોથો ક્રમ, ચાર્મી ચેતન ભગતે 9.46 એસ.પી.આઈ. સાથે સાતમો ક્રમ અને ભંડારી ફેન્સી નીલેશભાઈએ 9.46 એસ.પી.આઈ. સાથે આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો. આ ઉપરાંત, સી.પી.આઈ. પરિણામમાં અરબિયા નાઝ મેરાજ શેખે 9.70 સી.પી.આઈ. સાથે ત્રીજો ક્રમ અને હિમાની હેમંત નાગફાસેએ 9.43 સી.પી.આઈ. સાથે દશમો ક્રમ મેળવી સંસ્થા, કોલેજ, વાલીઓ અને વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું.

આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજીંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, પૂજ્ય માધવ સ્વામીજી, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, અન્ય ટ્રસ્ટીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડિરેક્ટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્ય ડૉ. સચિન બી. નારખેડે તથા સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *