Wednesday, February 18News That You Want to Read

News

ચીન પર એમેરિકાએ વધુ ટેરીફ નાખ્યા બાદ ચીન જો આ ગેમ રમે તો, ભારતના ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ જે સપના જોવે છે તે માત્ર ગુલાબી સપના જ રહી જશે? 

ચીન પર એમેરિકાએ વધુ ટેરીફ નાખ્યા બાદ ચીન જો આ ગેમ રમે તો, ભારતના ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ જે સપના જોવે છે તે માત્ર ગુલાબી સપના જ રહી જશે? 

Gujarat, National, News, Science & Technology
સૌ પ્રથમ વાત કરીએ 2023માં મૅક્સિકો ચીનને પછાડીને અમેરિકામાં નિકાસ કરતો નંબર વન દેશ બની ગયો તે અંગે કે એ વર્ષે અમેરિકામાં $476 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ મેક્સિકો દેશ કરતો થઈ ગયો અને ચીનમાંથી $427 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ અમેરિકામાં થતી હતી. આ ખેલ ચીનનો હતો. મેક્સિકોમાં ઘણી કંપનીઓ ખાસ કરીને કાર ઉત્પાદકોએ અમેરિકા સાથેના મુક્ત વેપાર કરાર અને ત્યાં ઉત્પાદનના ઓછા ખર્ચનો લાભ લેવા માટે તેમનું ઉત્પાદન મૅક્સિકો ખાતે ખસેડી દીધું હતું. 2023 માં મૅક્સિકો વિશ્વનો સાતમો સૌથી મોટો પૅસેન્જર કારનો ઉત્પાદક દેશ બની ગયો હતો. અમેરિકા સાથેના મુક્ત વેપાર કરારને કારણે મૅક્સિકો કાર ઉત્પાદનમાં વિશ્વનું કેન્દ્ર બની ગયું છે. ટ્રમ્પ દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવાના કારણે પૂર્વ એશિયાના અન્ય દેશોનાં માલસામાનની અમેરિકામાં થતી નિકાસમાં વધારો જોવા મળ્યો. એટલે ઘણી ચાઈનીઝ કંપનીઓએ US ટેરિફથી બચવા માટે આ ...
કરવડમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીન પર ઉભા કરેલા ભંગારના ગોડાઉન, સ્કૂલ, રહેણાંક ઇમારતો મામલે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ

કરવડમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીન પર ઉભા કરેલા ભંગારના ગોડાઉન, સ્કૂલ, રહેણાંક ઇમારતો મામલે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ

Gujarat, National, News, Science & Technology
એક સમયે વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગણાતા કરવડનો હાલમાં વાપી મહાનગરપાલિકા માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના અને દાદરા નગર હવેલીની સરહદે મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાય ની ખેતીની જમીનો આવેલ છે, જે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર ખેતીલાયક જમીનો છે. જેની મુલાકાત દરમ્યાન મળેલી વિગતો મુજબ આ જમીનો બિન અધિકૃત રીતે 99 વર્ષના પટ્ટે પરપ્રાંતીય લોકોને ભંગારના ગોડાઉન માટે આપી દેવાઈ છે. તો, કેટલીક જમીનો પર રહેણાંક ઇમારતો, શોપિંગ સેન્ટર, ચાલ અને શાળા બનાવી દેવામાં આવી છે.  ગ્રામ પંચાયત દ્વારા આ તમામ પાસેથી ઘરવેરો પણ વસુલવામાં આવે છે. જ્યારે, સરકારી ચોપડે આ જમીનના 7X12 મૂળ આદિવાસી સમુદાયના ખેડૂત પરિવારોના નામો ચાલે છે. આ ઉપરાંત તેમની જમીન ઉપર ડામર રોડ પણ બનાવવામાં આવેલો દેખાય છે. જો કે, આ સમગ્ર મામલે કેટલું કાયદેસર છે અને કેટલું ગેરકાયદેસર છે. તે બાબતે વાપી મનપ...
News
નારગોલનો પ્રશાંત દમણિયા બનાવે છે અલગ અલગ બોટ/વહાણની આબેહૂબ પ્રતિકૃતિ, ગુજરાત-મહારાષ્ટ્રની 100થી વધુ બોટ/વહાણની પ્રતિકૃતિ બનાવી   વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ નારગોલ ગામ તેના સુંદર બીચ અને માછીમારી સાથે સંકળાયેલ માછીમારોના વ્યવસાયને લઈને ખૂબ જાણીતું છે. તેમ આ ગામનો 26 વર્ષીય કલાકાર પ્રશાંત દમણિયા પણ માછીમારોની પ્રિય હોડીની પ્રતિકૃતિ બનાવી પ્રસંશા મેળવી રહ્યો છે.   શરૂઆતમાં પોતાના શોખ ખાતર એકાદ બે બોટ બનાવનાર પ્રશાંતે હવે આ કલાને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવી લીધો છે. નારગોલ ગામમાં સમુદ્ર નારાયણ મંદિર પાછળ પરિવાર સાથે રહેતા Wooden artist પ્રશાંત અરુણભાઈ દમણિયાએ જણાવ્યું હતું કે, તેમણે અત્યાર સુધીમા 100 થી વધારે અલગ અલગ પ્રકારની બોટો બનાવી છે. જેમાં સમગ્ર ગુજરાતના કાંઠા વિસ્તારની અને મહારાષ્ટ્ર વિસ્તારની બોટનો સમાવેશ થાય છે.   કોઈપણ માછીમારની બોટ નિહાળ્યા બાદ તે બોટની આબેહ...
Aayush Hospital દ્વારા વલસાડ જિલ્લાનું નામ રોશન કરી વિવિધ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિ, સંસ્થાને  “Aayush Honours” એવોર્ડ્સ આપી સન્માન કર્યું, રક્તદાન કેમ્પમાં 114 યુનિટ રક્ત એકત્ર થયું

Aayush Hospital દ્વારા વલસાડ જિલ્લાનું નામ રોશન કરી વિવિધ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિ, સંસ્થાને  “Aayush Honours” એવોર્ડ્સ આપી સન્માન કર્યું, રક્તદાન કેમ્પમાં 114 યુનિટ રક્ત એકત્ર થયું

Gujarat, National, News
તારીખ 23 માર્ચ 2025ના આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ ઓનર્સ એવોર્ડ્સ સન્માન સત્કાર સમારોહ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 114 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સાથે જ સંગીત, ઉદ્યોગ, પર્યાવરણ, રમતગમત, આરોગ્યક્ષેત્રે, મીડિયાક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવો, સંસ્થાને આયુષ હોસ્પિટલ પરિવાર દ્વારા Capt. Anil G. Deo અને Mrs. Mohini Deo ની યાદમાં "Aayush Honours" એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી મહાનગરપાલિકાના કમિશ્નર યોગેશ ચૌધરી, સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સલવાવના કપિલ સ્વામી, DySP બી. એન. દવે, ડિરેક્ટર અને સાઈટ મેનેજર, બાયર વાપી પ્રા. લી. ના શ્રીમતી ગીતા નારાયનન, પ્રેસિડેન્ટ, ઇસ્કોન -મીરાં રોડ અને વાપીના એચ. એચ. ભક્તિ પદ્માસ્વામી મહારાજ હાજર રહ્યા હતા. જેઓના હસ્તે "Aayush Honours"એવ...

વાપી મહાનગરપાલિકામાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ 8.15 કરોડના પેડેસ્ટ્રીયન સબ વેનું નાણામંત્રી અને સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન

Gujarat, National, News, Science & Technology
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે પેડેસ્ટ્રીયન સબ વે બનાવવા સ્થાનિકોની રજુઆત તથા રેલવેલાઈન ઉપરથી રાહદારીઓ દ્વારા ક્રોસિંગ કરવાના કારણે વધતા જતા અકસ્માતોને રોકવા અમૃત યોજના 1.0 અર્બન ટ્રાન્સપોર્ટ કમ્પોનેટની ગ્રાન્ટ હેઠળ 8 કરોડ 15 લાખના ખર્ચે પેડેસ્ટ્રીયન સબ વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું રવિવાર 23મી માર્ચે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ પેડેસ્ટ્રીયન સબ વે 52.895 મીટર બોક્ષ તથા 20.000 મીટર એપ્રોચ મળી કુલ 72.895 મીટર લંબાઈનો છે. જેમાં RCC બોક્ષની પહોળાઈ 5.5 મીટર અને ઊંચાઈ 2.5 મીટર છે. જે કુલ ખર્ચ 8 કરોડ 15 લાખ 93 હજાર 551 રૂપિયા ખર્ચે બનાવવા આવ્યો છે. આ પેડેસ્ટ્રીયન સબ વેનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત પૂર્વ પા...
નારગોલનો પ્રશાંત દમણિયા બનાવે છે અલગ અલગ બોટ/વહાણની આબેહૂબ પ્રતિકૃતિ, ગુજરાત-મહારાષ્ટ્રની 100થી વધુ બોટ/વહાણની પ્રતિકૃતિ બનાવી 

નારગોલનો પ્રશાંત દમણિયા બનાવે છે અલગ અલગ બોટ/વહાણની આબેહૂબ પ્રતિકૃતિ, ગુજરાત-મહારાષ્ટ્રની 100થી વધુ બોટ/વહાણની પ્રતિકૃતિ બનાવી 

Gujarat, News
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ નારગોલ ગામ તેના સુંદર બીચ અને માછીમારી સાથે સંકળાયેલ માછીમારોના વ્યવસાયને લઈને ખૂબ જાણીતું છે. તેમ આ ગામનો 26 વર્ષીય કલાકાર પ્રશાંત દમણિયા પણ માછીમારોની પ્રિય હોડી/વહાણની પ્રતિકૃતિ બનાવી પ્રસંશા મેળવી રહ્યો છે. શરૂઆતમાં પોતાના શોખ ખાતર એકાદ બે બોટ બનાવનાર પ્રશાંતે હવે આ કલાને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવી લીધો છે. નારગોલ ગામમાં સમુદ્ર નારાયણ મંદિર પાછળ પરિવાર સાથે રહેતા Wooden artist પ્રશાંત અરુણભાઈ દમણિયાએ જણાવ્યું હતું કે, તેમણે અત્યાર સુધીમા 100 થી વધારે અલગ અલગ પ્રકારની બોટો બનાવી છે. જેમાં સમગ્ર ગુજરાતના કાંઠા વિસ્તારની અને મહારાષ્ટ્ર વિસ્તારની બોટનો સમાવેશ થાય છે. કોઈપણ માછીમારની હોડી નિહાળ્યા બાદ તે બોટની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરતા પ્રશાંતને ગુજરાતના દરેક ફિશીંગ બંદરથી બોટ માલિકોના ઓર્ડર મળે છે. તો, મહારાષ્ટ્રથી પણ સારા ઓર્ડર મળ્યા છે. એ ઉપરા...
વલસાડ જિલ્લામાં પોલીસ, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને લાયન્સ પરિવારનું સયુંકત અભિયાન “NO HELMET, NO ENTRY” 

વલસાડ જિલ્લામાં પોલીસ, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને લાયન્સ પરિવારનું સયુંકત અભિયાન “NO HELMET, NO ENTRY” 

Gujarat, National, News
વલસાડ જિલ્લામાં બનતા અકસ્માતોને રોકવા પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે અને લાયન્સ પરિવારના સહયોગમાં જિલ્લાના ઉધોગોમાં "NO HELMET, NO ENTRY" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વાપીના VIA હોલ ખાતે SP ડૉ. કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વિશેષ Traffic Awareness Sessionનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિવિધ ઉદ્યોગોના 300 જેટલા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને આ અભિયાન હેઠળ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો એ ઔદ્યોગિક જિલ્લો છે. અહીં મોટી સંખ્યામાં અનેક પ્રકારના ઉદ્યોગો કાર્યરત છે. દિવસરાત ધમધમતા આ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરવા આવે છે. જેમાં એક મોટો કામદાર વર્ગ દ્વિચક્રી વાહનમાં આવાગમન કરે છે. જેને કારણે અનેક નાનામોટા અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં જાનહાની ટાળવા તમામ ...
વલસાડ SOG એ 10.080 કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને રોકડા રૂપિયા મળી કુલ 1,87,050 રૂપિયાના મુદ્દામાલ સાથે એક મહિલા અને તેના 7 મળતીયાઓને ઝડપી પાડ્યા

વલસાડ SOG એ 10.080 કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને રોકડા રૂપિયા મળી કુલ 1,87,050 રૂપિયાના મુદ્દામાલ સાથે એક મહિલા અને તેના 7 મળતીયાઓને ઝડપી પાડ્યા

Gujarat, News
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વિર સિંહ સુરત વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાએ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી જતી. જે અનુસંધાને SOG PI એ. યુ. રોઝ તથા SOG પોલીસ સ્ટાફે બાતમી આધારે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચણોદના જનતા કોલોની ગ્રાઉન્ડ ફલોર ઉપર પોતાની રૂમમાં રહેતી મંગલાબેન નિરજભાઈ શ્રીવાસ્તવને ત્યાં રેઇડ કરી હતી.  રેઇડ દરમ્યાન આરોપી મહિલા ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી તેના મળતીયાઓ મારફતે આ ગાંજાના જથ્થામાંથી નાની પડીકીઓ બનાવી છુટકમાં વેચાણ કરતી હોય તેને ઝડપી પાડી હતી. જેમાં મહિલા આરોપીના રૂમમાંથી 10.080 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, ગાંજાના વેચાણના રોકડ નાણા રૂા. 29,050, અને તેના સાત મળતીયાઓ મળી આવેલ, જેથી તેઓના વિરૂધ્ધમાં NDPS 1985 ની કલમ 8(સી), 20(બી)(II)(B...
વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેકટ અંતર્ગત મિલ્કત તથા NDPS સબંધી ગુનામા અગાઉ પકડાયેલ જીલ્લાના 105 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેકટ અંતર્ગત મિલ્કત તથા NDPS સબંધી ગુનામા અગાઉ પકડાયેલ જીલ્લાના 105 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

Gujarat, National, News
વલસાડ જીલ્લામાં અસામાજીક તત્વો ઉપર અંકુશ લાવી શકાય. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેવા હેતુથી વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેકટ હેઠળ મહત્વની કામગીરી બજાવી છે. જેમાં ભુતકાળમા બે કે તેથી વધુ મિલકત સબંધી ગુનાઓ/NDPS ગુનાઓમા સંકળાયેલ આરોપીઓ ભવિષ્યમા બીજા ગુનાઓ ન આચરે તે અન્વયે જીલ્લાના 105 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતાં. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી વલસાડની અધ્યક્ષતામા વલસાડ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અને અગાઉ બે કે તેથી વધુ મિલ્કત સબંધી ગુનાઓમા પકડાયેલ કુલ-148 આરોપીઓ તથા NDPS ગુનાઓમા અગાઉ પકડાયેલ-67 આરોપીઓ ઉપર સતત દેખરેખ રાખવા પોલીસ કર્મચારીઓની મેન્ટર તરીકે નિમણુક આપવામા આવી હતી. જે આરોપીઓ અગાઉ કરેલ ગુનાઓને દોહરાવે નહી તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ઓફીસ ખાતે વલસાડ જીલ્લાના મેન્ટરો દ્રારા આરોપીઓને રાઉન્ડઅપ કરી તમામ થાણા અધિકારીઓની હાજરીમા સઘન પુછપરછ કરવામા આવી હતી. આ...
વલસાડ પોલીસે હાથ ધરેલ સરપ્રાઇઝ વાહન ચેકિંગમાં 52 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં તો, ડ્રંક એન્ડ ડ્રાઇવ ના કુલ 24 કેસ કરવામાં આવ્યાં

વલસાડ પોલીસે હાથ ધરેલ સરપ્રાઇઝ વાહન ચેકિંગમાં 52 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં તો, ડ્રંક એન્ડ ડ્રાઇવ ના કુલ 24 કેસ કરવામાં આવ્યાં

Gujarat, National, News
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તા. 17/03/2025 ના રાત્રીના 10 વાગ્યાથી તા. 18/03/2025 ના કલાક 00/30 સુધી સરપ્રાઇઝ વાહન ચેકીંગનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ વાહન ચેકીંગ દરમ્યાન M.V.Act. 207 મુજબ 52 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં હતાં, M.V.Act. 185 મુજબના (ડ્રંક એન્ડ ડ્રાઇવ) ના કુલ 24 કેસો કરવામાં આવેલ હતા. સદર વાહન ચેકીંગમાં વલસાડ ડિવિઝનના DySP તથા વાપી ડિવિઝનના DySP પોતે પણ ફીલ્ડમાં હાજર રહ્યા હતાં. તેમની અધ્યક્ષતામા ડીવીઝન વાઇઝ દરેક પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તેમજ તાબાના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જી.આર.ડી. કર્મચારીઓ મારફતે ચુસ્ત અને સઘન વાહન ચેકીંગ કરવામાં આવ્યાં હતાં. આ વાહન ચેકીંગ દરમ્યાન પો.સ્ટે.ના જુદા જુદા પોઇન્ટો ઉપર થાણા અધિકારીઓ તથા તાબાના પોલીસ કર્મચારીઓ મારફતે અસરકારક વાહન ચેકીંગ કર્યું હતું. જેમાં M.V.Act. 207 મુજબના 52 વાહનો ડીટેઇન ક...