Wednesday, February 18News That You Want to Read

BJPનો સામનો કરવા આમણે લેવી પડશે AIની તાલીમ !

રાજકીય નેતાઓને ચૂંટણી માટે તૈયાર કરવા, AI ની તાલીમ

વિહાર વૈશ્નવ, હૈદરાબાદ: હવે, AI રાજકારણમાં પણ પ્રવેશ કરી રહ્યું છે. ડિસેમ્બર 2023ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે ભાજપનો સામનો કરવા માટે કૉંગ્રેસ આ ડિજિટલ પરિવર્તન લાવવા તરફ વળી રહી છે. નવા યુગની ટેકનોલોજી વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકો માટે એક અનિવાર્ય સાધન બની રહી છે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક મહત્વપૂર્ણ શક્તિ તરીકે ઉભરી આવ્યું છે.

એક સમયે ફક્ત વિશિષ્ટ ક્ષેત્રો સુધી મર્યાદિત રહેતા, AI, દવા, માર્કેટિંગ, એન્જિનિયરિંગ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી સહીત અનેક વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યુું છે.

રાજકીય પક્ષોના સત્તાવાર હેન્ડલ્સ માટે ફૉટોઝ અને સોશિયલ મીડિયા સામગ્રી જનરેટ કરવા માટે AI નો ઉપયોગ પહેલાથી જ થઈ રહ્યો છે, ત્યારે હવે એક નવો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે – રાજકીય નેતાઓને ચૂંટણી માટે તૈયાર કરવા, AI ના ઉપયોગની તાલીમ.

હવે, AIનો રાજકારણમાં પણ પ્રવેશ

આ નવીન અભિગમ આધુનિક રાજકીય યુદ્ધના મેદાનો માટે પક્ષો તેમના નેતાઓને કેવી રીતે તૈયાર કરે છે તેમાં નોંધપાત્ર ઉત્ક્રાંતિ દર્શાવે છે.

ડિસેમ્બર 2023 માં રાજ્યમાં કારમી હાર બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી ભાજપનો સામનો કરવા માટે ડિજિટલ પરિવર્તન લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળી રહી છે.

એવું કહેવાય છે કે રાજ્યમાં પાર્ટીના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, મતવિસ્તાર પ્રભારીઓ અને જિલ્લા પ્રભારીઓ માટે 9 જૂનથી AI પર ફરજિયાત તાલીમ સત્રો યોજાશે. તાલીમમાં સોશિયલ મીડિયા પર આચરણ, ખોટી માહિતી શોધવી અને AIનો ઉપયોગ શામેલ હશે.

અખબારી અહેવાલો સૂચવે છે કે, બંધ બારણે યોજાયેલી બેઠકમાં, પાર્ટીના નેતાઓએ નિર્ણય લીધો કે તે વૈચારિક રીતે નબળી પડી રહી છે અને ડિજિટલી આઉડેટેડ થઈ ગઈ છે. અહેવાલો મુજબ, AICCના મધ્યપ્રદેશ પ્રભારી હરીશ ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પવારે પણ બેઠકમાં કહ્યું હતું કે પાર્ટીને ટેકનોલોજી અને શિસ્તથી વધુ સજ્જ કરવાની અને આ અંગેની વ્યાપક તાલીમની જરૂર છે.

મધ્યપ્રદેશમાં કૉંગ્રેસની જેમ આગામી સમયમાં ભાજપ સામે ગુજરાત કૉંગ્રેસ પણ આ પ્રકારનો અભિગમ અપનાવે તો નવાઈ નહીં.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *