Friday, June 20News That You Want to Read

Nothing Phone 3 : થઈ જાઓ તૈયાર આવી રહ્યો છે….!

Nothing Phone 3 માટે પ્રીમિયમ પોઝિશનિંગ કનફર્મ

વિહાર વૈશ્નવ, હૈદરાબાદ: નથિંગ કંપનીએ તેના આગામી સ્માર્ટફોન Nothing Phone 3 માટે પ્રીમિયમ પોઝિશનિંગ કનફર્મ કર્યું છે. આ ફોનની  કિંમત અગાઉના મોડેલો કરતાં નોંધપાત્ર રીતે વધુ હશે.

કંપનીના CEO કાર્લ પેઈએ તાજેતરમાં એક યુ્ટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફોન 3 ની કિંમત આશરે EUR 800, એટલે કે લગભાગ 1063 યુએ ડૉલર અને જે ભારતમાં અંદાજે ₹90,500 જેટલી હશે. Nothing Phone 3  કંપનીના ફ્લેગશિપ સેગમેન્ટમાં પ્રવેશ દર્શાવે છે.

Nothing Phone 3 ની મુખ્ય વિશેષતાઓ પર એક નજર કરીએ…

  • પ્રીમિયમ ડિઝાઇન અને બિલ્ડ: ટાઇટેનિયમ ફ્રેમ અને ઉચ્ચ ગુણવત્તાવાળા મટિરિયલ્સનો ઉપયોગ.
  • AI સંકલિત ફીચર્સ:  જબજસ્ત AI ક્ષમતા સાથે સ્માર્ટ યુઝર અનુભવ.
  • શક્તિશાળી પ્રોસેસર: Snapdragon 8 Gen 3 અથવા Snapdragon 8s Gen 3 (Elite) ચિપસેટની શક્યતા
  • મોટી AMOLED ડિસ્પ્લે: 6.5 ઇંચ અથવા વધુના સ્ક્રીન સાઇઝની અપેક્ષા.
  • પાવરફુલ કેમેરા સિસ્ટમ: 50MP મુખ્ય સેન્સર અને 32MP ફ્રન્ટ કેમેરા.
  • ઝડપી ચાર્જિંગ: 5,000mAh બેટરી સાથે 50W ફાસ્ટ ચાર્જિંગ અને 20W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ.

 Nothing Phone 3 ની ભારતમાં અપેક્ષિત કિંમત:

આ ફોનની યુરોપમાં કિંમત EUR 800 (₹90,500) દર્શાવવામાં આવી છે,  અને આ ફોન Pixel 9a, iPhone 16e, અને OnePlus 13 જેવા પ્રીમિયમ સ્માર્ટફોન સાથે સ્પર્ધા કરશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *