Wednesday, February 18News That You Want to Read

#Operation Sindoor ની જ્વલંત જીતને બિરદાવતા દેશના અનેક રેલવે સ્ટેશનો ત્રિરંગી રોશનીમાં ઝળહળ્યા

ગુજરાતનું એકતાનગર રેલ્વે સ્ટેશન, વીરોને સમર્પિત, ત્રિરંગાના પ્રકાશથી પ્રકાશિત થયું

Vihar Vaishnav, Hyderbad : Operation Sindoor ની જ્વલંત જીતને બિરદાવતા દેશના અનેક રેલવે સ્ટેશનો ત્રિરંગી રોશનીમાં ઝળહળ્યા

#Operation Sindoor: ભારતીય રેલ્વેએ ભારતભરના રેલ્વે સ્ટેશનોને ત્રિરંગાથી પ્રકાશિત કરીને ભારતીય સેનાની બહાદુરી અને હિંમતને સલામ કરી.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતક આતંકવાદી હુમલાના જવાબમાં 7 મેના રોજ શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતાની ઉજવણી કરવા માટે ભારતભરના અનેક રેલ્વે સ્ટેશનો ત્રિરંગાથી ઝળહળ્યા.

ગુજરાતનું એકતાનગર રેલ્વે સ્ટેશન, વીરોને સમર્પિત, ત્રિરંગાના પ્રકાશથી પ્રકાશિત થયું, તો મહારાષ્ટ્રના મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રાષ્ટ્રના ગૌરવને પ્રતિબિંબિત કરી કેસરી, સફેદ અને લીલા રંગની આકર્ષક રોશનીથી ઝળહળ્યુ.

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)
મુંબઈ: રેલવેેની હેરિટેજ ઇમારત

સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, “છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને #Operation Sindoorની સફળતાની ઉજવણી માટે ત્રિરંગાના રંગોથી શણગારવામાં આવ્યું છે. સેન્ટ્રલ રેલ્વે સશસ્ત્ર દળોને સલામ કરે છે”.  મુંબઈ ખાતે રેલ્વેની હેરિટેજ ઇમારત તિરંગા રંગમાં ઝળહળી ઉઠી, જે #Operation Sindoorને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ અને આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને તેજસ્વી સલામ છે.

કાચીગુડા, હૈદરાબાદ
નવો પામ્બાન બ્રિજ, તમિલનાડૂ
વિજયવાડા, આંધ્રપ્રદેશ
થ્રિશુર, કેરળ
સિદ્ધાર્થનગર, ઉત્તર પ્રદેશ
સિયાલદાહ, પ્શ્ચિમ બંગાળ
રામાગુન્ડેમ, તેલંગણા

 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *