Saturday, June 21News That You Want to Read

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજય સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઈન્ડિયન પોટાશ લિમિટેડની વિઝિટ લીધી

રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ અને  સહકાર રાજ્ય મંત્રીશ જગદીશ વિશ્વકર્માએ ગુરુવારે વલસાડના પારનેરા પારડી ખાતે ઇન્ડિયન પોટાશ લિમિટેડ સંચાલિત વલસાડ સુગર ફેકટરીની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત બાદ યોજાયેલી બેઠકમાં રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઇન્ડિયન પોટાશ લિ. ના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી.

રાજય સરકારના સહકાર વિભાગના ધારાધોરણ મુજબ સભાસદો(ખેડૂતો)ને તેમની શેરડીના પિલાણના મહત્તમ ભાવો સમયમર્યાદામાં મળે અને હાલના જે સભાસદો છે તેમાં વધારો થાય તેમજ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ સુગર ફેક્ટરીનો લાભ લે તે જોવા જણાવ્યું હતું.

આ બેઠકમાં રાજયના સહકાર સચિવ સંદીપકુમાર, ખાંડ નિયામક એચ. એન. પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર એચ. એન. કાછડ, પ્રાંત અધિકારી વિમલ પટેલ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *