Saturday, June 21News That You Want to Read

ગજ્જબ…છેક દુબઈથી આવીને હત્યાને આપ્યો અંજામ !

સાંકેતિક ફોટૉ

Vihar Vaishnav: આ ભયાનક ઘટના તેમના બાળકોની નજર સમક્ષ બની. નિઝામાબાદના બોધનના વતની મુદંગુલા ગંગાધર યુએઈમાં કામ કરતા હતા અને તેમની પત્ની અંજલિ બે પુત્રીઓ સાથે તે જ જિલ્લાના આર્મુર શહેરમાં રહેતી હતી.

થોડા સમય પહેલા તેમના બાળકો માટે સારા શિક્ષણ સુવિધાઓનું કારણ આપીને અરુમુર ખસી હતી અને થોડા જ વખતમાં છૂટાછેડા માટે અરજી પણ કરી હતી. બસ, ત્યારથી જ ગંગાધર પોતાની પત્નિ પર શંકા કરતો હતો. ગંગાધર તાજેતરમાં દુબઈથી હૈદરાબાદને અડીને આવેલા નિઝામાબાદ પહોંચ્યો.

પોલીસના જણાવ્યા મુજબ, તેણે અંજલિ પર લગ્નેત્તર સંબંધોનો આરોપ લગાવતા તેનું ગળું કાપી નાખ્યું, અને બાળકોની ચીસો છતાં વારંવાર તેના ગળામાં છરી મારી દીધી. કોઈ મદદ મળે તે પહેલાં જ અંજલિ સ્થળ પર જ પડી ગઈ અને તેનું મોત નીપજ્યું.

ગંગાધરે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કર્યો અને પોલીસ આવે ત્યાં સુધી તેને રોકી રાખ્યો. પોલીસે આ મામલે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *