Thursday, June 26News That You Want to Read

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2025, કપરાડાના વિરક્ષેત ખાતે 94 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિરક્ષેત ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં વિરક્ષેત પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કુલ 94 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ ઉજવાયો.

આ પ્રસંગે આંગણવાડીમાં 5 (2 કુમાર, 3 કન્યા), બાલવાટિકામાં 24 (14 કુમાર, 10 કન્યા), ધોરણ-1માં 6 (2 કુમાર, 4 કન્યા), ધોરણ 2 થી 8માં 33 (14 કુમાર, 19 કન્યા) અને ધોરણ-9માં 26 (9 કુમાર, 17 કન્યા) વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો. કલેક્ટરશ્રીએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સામાજિક જીવનના મૂલ્યો શીખવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે વાલીઓને પણ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપવા જણાવ્યું, જેથી બાળકો ભવિષ્યમાં સારી નોકરી અને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે.

કલેક્ટરશ્રીએ શાળા પરિસર, વર્ગખંડો અને કોમ્પ્યુટર લેબની મુલાકાત લઈ શૈક્ષણિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાની ચકાસણી કરી. તેમણે શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી, સભ્યોના મંતવ્યો જાણ્યા અને બાળકોના શિક્ષણ માટે જરૂરી સૂચનો આપ્યા. આ ઉપરાંત, શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં મામલતદારશ્રી, બીઆરસી, શાળાના આચાર્યો, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *