Sunday, February 15News That You Want to Read

કોલવેરા-કોલક પાર્ટ-2 : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી ઊંચો ડુંગર વિલ્સન હિલ કે કોલવેરા હિલ?

વલસાડ જિલ્લાના અન્ય ડુંગરો, જેમ કે વિલ્સન હિલ (ધરમપુર તાલુકામાં), આશરે 600 મીટર (લગભગ 2000 ફૂટ)ની ઊંચાઈ ધરાવે છે, જે પશ્ચિમી ઘાટના સામાન્ય ઊંચાઈના શ્રેણીને અનુરૂપ છે. કોલવેરા ડુંગરની ઊંચાઈ પણ આશરે આ શ્રેણીમાં હોવાનું અનુમાન લગાવી શકાય છે, એટલે કે 500-700 મીટર (લગભગ 1600-2300 ફૂટ)ની વચ્ચે હોઈ શકે છે, પરંતુ આ માત્ર અંદાજીત છે.

જો કે સ્થાનિક કોલવેરા ગામના લોકોનું કહેવું છે. કે, જ્યારે વાતાવરણ એકદમ સ્વચ્છ હોય છે. ત્યારે, કોલવેરાની ટોચ પરથી વિલસન હિલ, સાપુતારા ના ડુંગરો, ત્રંબકેશ્વર, મહાલક્ષ્મી, વની ગઢના પહાડો, સપ્તશૃંગી જોઈ શકાય છે. પારનેરા, વલસાડ અને તિથલથી ઉમરગામ સુધીનો દરિયો પણ જોઈ શકાય છે.

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીં જે નજારો જોવા મળે છે. તે જોતા લાગે છે કે વલસાડ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કદાચ કોલવેરા જ સૌથી ઊંચો ડુંગર હોઈ શકે છે. જે દિશામાં પ્રવાસન વિભાગે તપાસ કરી આ ડુંગરને ઊંચાઈનું બિરુદ આપવું જોઈએ.

કોલવેરા ગામ અને કોલવેરા ડુંગર એક રમણીય અને નૈસર્ગિક સ્થળ છે, જે શિમલા-મનાલી જેવા હિલ સ્ટેશનોની અનુભૂતિ આપે છે. ચોમાસા દરમિયાન અહીં વાદળો ડુંગરોની આસપાસ ફરતાં જોવા મળે છે, અને ઝરણાંઓ તેમજ લીલીછમ હરિયાળી આ સ્થળને આકર્ષક બનાવે છે. આ ડુંગર પરથી દૂર સુધી ફેલાયેલા નયનરમ્ય નજારાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોલવેરા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોલવેરા ડુંગર હવે ગુજરાતના નવા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. વલસાડ જિલ્લામાં વિલ્સન હિલ પહેલેથી જ પ્રખ્યાત હિલ સ્ટેશન છે, પરંતુ કોલવેરા ડુંગરનો વિકાસ નવા પ્રવાસીઓને આકર્ષવામાં મદદ કરશે. ખાસ કરીને ચોમાસામાં આ સ્થળનું સૌંદર્ય વધુ ખીલે છે, જે ટ્રેકિંગ, નેચર લવર્સ અને ફોટોગ્રાફી શોખીનો માટે આદર્શ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *