Wednesday, February 18News That You Want to Read

સરીગામ GIDCમાં આગનો ભયાનક દાવ: કેમિકલ કંપનીમાં આગની ઘટના બાદ વગર વરસાદે કુદરતી નાળાઓ છલોછલ વહેતા જોવા મળ્યા, આ ગંદા પાણીથી પર્યાવરણને ગંભીર જોખમ છતાં GPCB-નોટિફાઇડ લાચાર!

સરીગામ GIDCમાં આવેલ જીવન કેમિકલ્સ પ્રા. લિ.ના સ્ટોરેજ ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી, જેની ગંભીરતા એટલી હતી કે તેને બુઝાવવા ફાયર ડિપાર્ટમેન્ટે 60 હજાર લીટર પાણી અને ફોમનો ઉપયોગ કરવો પડ્યો.

આગની ઘટનામાં કંપનીનું લાખોનું મટીરીયલ બળીને ખાખ થઈ ગયું, જેનાથી કંપનીને મોટું નુકસાન થયું છે. રાત્રે GPCBના અધિકારીઓએ ઘટના સ્થળનું સર્વે કર્યું અને સવારે 7 વાગ્યા સુધી પરિસ્થિતિ નિહાળી, પરંતુ કાર્યવાહી માત્ર ઔપચારિક રહી.

આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો દરમિયાન જીવન કંપનીના કેમિકલ વાળું પાણી સરીગામ GIDCના કુદરતી નાળામાં વહી ગયું, જેનાથી વગર વરસાદે કુદરતી નાળાઓ બે કાંઠે વહેતા જોવા મળ્યા હતાં. જે પર્યાવરણ માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. નાળામાં પ્રદૂષિત પાણીના વહેણથી સ્થાનિક વિસ્તારમાં ચિંતાનો માહોલ છે, પરંતુ સરીગામ નોટિફાઇડ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી લેવામાં આવી નથી. આ ઘટના GPCB અને નોટિફાઇડની લાચારીનું પ્રતીક બની રહી છે.

સ્થાનિકોમાં ચર્ચા છે કે આ આગ કંપનીએ વીમો પકવવા માટે રચેલ કારસ્તાન હોઈ શકે છે, જે તપાસનો વિષય બની શકે છે. આગની તબાહી અને પર્યાવરણીય જોખમ વચ્ચે, સરકારી મૂકીનીતિ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ મામલે વધુ તપાસની અપેક્ષા છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *