વાપી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્કૂલ ખાતે ૨૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્યા શ્રીમતી નીતુ સિંહના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વીર જવાનોના શૌર્ય અને પરાક્રમને યાદ કરી, દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
નર્સરીથી લઈને સિનિયર કે.જી. સુધીના બાળકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકોએ બાળકોને ૧૯૯૯ના ભારત-પાકિસ્તાન કારગિલ યુદ્ધ અને તેમાં ભારતના ભવ્ય વિજય ગાથા વિશે વિસ્તૃત માહિતી આપી.
તેમણે સમજાવ્યું કે કારગિલ વિજય દિવસ દર વર્ષે ૨૬ જુલાઈના રોજ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ પાકિસ્તાની દળો દ્વારા કબજે કરાયેલા ભારતીય પ્રદેશોને ફરીથી મેળવવા માટે લડેલા સૈનિકોના અદમ્ય સાહસ અને શૌર્યનું પ્રતીક છે.
કાર્યક્રમ દરમિયાન, ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના પરાક્રમની વિજય ગાથાને બાળકોએ દેશભક્તિના ગીતો પર પ્રદર્શન કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રિ-સ્કૂલના બાળકોએ મીણબત્તી પ્રગટાવી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દેશભક્તિના ગીતો પર નૃત્ય પ્રસ્તુત કર્યું.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના આદ્યસ્થાપક પૂરાણી સ્વામી કેશવરચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પૂ. સ્વામી કપિલજીવનદાસજી, સ્વામી રામકૃષ્ણદાસજી, સ્વામી હરિકૃષ્ણદાસજી, માધવકૃષ્ણદાસજી, ટ્રસ્ટીગણ, એકેડેમિક ડાયરેક્ટર શ્રી ડૉ. શૈલેષ લુહાર, એડમિન ડાયરેક્ટર હિતેનભાઈ ઉપાધ્યાય તથા આચાર્યગણે પ્રિ-સ્કૂલના શિક્ષકો અને આચાર્યાની કામગીરીને બિરદાવી હતી.
![]()





