Wednesday, February 18News That You Want to Read

વલસાડમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ શરૂ: સાંસદ ધવલભાઈ પટેલે લીલી ઝંડી બતાવી

વલસાડ, 27 જુલાઈ, 2025: વલસાડ જિલ્લા માટે ખુશીના સમાચાર છે. લાંબા સમયથી પ્રતીક્ષિત વંદે ભારત ટ્રેન (નંબર 20901/20902) ને હવે વલસાડ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે. વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલના અથાક પ્રયાસો બાદ આ નિર્ણય લેવાયો છે.

આજરોજ સાંસદ ધવલભાઈ પટેલે ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3 પર લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ડિવિઝનલ રેલવે મેનેજર, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ડાંગ જિલ્લાના પ્રભારી રાજેશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ ધવલભાઈ પટેલે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના વિકાસ માટે તેઓ કટિબદ્ધ છે અને ટૂંક સમયમાં અન્ય ટ્રેનોના સ્ટોપેજ અને નવી ટ્રેનો શરૂ કરવા અંગે પણ સકારાત્મક પરિણામો જોવા મળશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *