Wednesday, February 18News That You Want to Read

રોફેલ યુનિવર્સિટી ખાતે NEP 2020 ની પાંચમી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી: સાયબર સિક્યુરિટી અને ABC ID પર સેમિનાર યોજાયો

વાપી: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) ને પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વાપી સ્થિત રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી દ્વારા 29 જૂન થી 3 ઓગસ્ટ, 2025 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિથી માહિતગાર કરવાનો અને તેમની સુષુપ્ત પ્રતિભાને બહાર લાવવાનો હતો.

આ ઉજવણીના ભાગરૂપે, યુનિવર્સિટીએ સાયબર સિક્યુરિટી અને ABC ID જેવા મહત્વના વિષયો પર એક સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બંને વિષયોની ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ક્વિઝ, પોસ્ટર મેકિંગ અને વક્તૃત્વ સ્પર્ધા જેવી અનેક સ્પર્ધાઓ પણ યોજાઈ હતી.

કાર્યક્રમના સમાપન સમારોહમાં, સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ પ્રોવોસ્ટ ડો. અરિન્દમ પોલ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. પ્રિયકાન્ત વેદ, NEP નોડલ ઓફિસર ડો. વિરલ વોરા અને તમામ સ્ટાફ મિત્રોએ સહકાર આપ્યો હતો. કાર્યક્રમની સફળતા બદલ રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સમગ્ર યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *