Wednesday, February 18News That You Want to Read

વાપી મહાનગરપાલિકાની ઔદ્યોગિક એકમોમાં તવાઈ: બાકી વેરાની વસૂલાત અને નવી નોંધણી ઝુંબેશ તેજ

વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે વ્યવસાય વેરાની વસૂલાત માટે ઔદ્યોગિક એકમોમાં સઘન તપાસ હાથ ધરી છે. કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરાઈ, વટાર, કરવડ જેવા વિસ્તારોમાં 82 એકમોની તપાસ કરાઈ.

નોધણી વગરના અને વેરો ભર્યા વગર ચાલતા એકમો પાસેથી દંડ સહિત રૂ. 1.13 લાખ વસૂલ કરાયો. જુલાઈ માસમાં ચલાવાયેલી વિશેષ ઝુંબેશમાં કુલ રૂ. 58.70 લાખની વસૂલાત થઈ અને નવા 37 વ્યવસાયિકો તથા 14 ગુમાસ્તાધારાના ધંધાર્થીઓની નોંધણી કરાઈ.

નિયમ મુજબ રૂ. 12000થી વધુ પગારદાર કર્મચારીઓનો વ્યવસાય વેરો દર મહિને ભરવો ફરજિયાત છે. આગામી સમયમાં ઝુંબેશ વધુ સખત બનશે અને દંડાત્મક કાર્યવાહી કરાશે. જે કોઈની નોંધણી બાકી હોય તેઓએ તાત્કાલિક ઘરવેરા વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *