ડુંગરા, વાપી: ડુંગરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં છીરી ખાતેથી ગેરકાયદેસર ગાંજાના મોટા જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કામગીરી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ મુકેશકુમાર ઇન્દ્રદેવ મુખીયા, રાહુલકુમાર દલજીતરામ પ્રસાદ, અને ધર્મેન્દ્રકુમાર દશરથ મહતો તરીકે થઈ છે, જે ત્રણેય દમણના રહેવાસી છે. આ ત્રણેય આરોપીઓ છીરી-કોપરલી રોડ પર બજાજ પલ્સર મોટરસાયકલ પર હતા.
પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 1,14,470/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 997 ગ્રામ ગાંજાનો જથ્થો (કિંમત રૂ. 9,970/-), એક બજાજ પલ્સર મોટરસાયકલ (કિંમત રૂ. 80,000/-), ત્રણ મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000/-) અને રોકડ રૂ. 9,500/-નો સમાવેશ થાય છે.
આરોપીઓ વિરુદ્ધ NDPS Act, 1985 ની કલમ 8(c), 20(b)(ii)(A), અને 29 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, સુરજકુમાર સંજય સાહ નામનો એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે, જે સોમનાથ, દમણનો રહેવાસી છે.
આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલ અને તેમની ટીમના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.
![]()


