Wednesday, February 18News That You Want to Read

અખબારી અહેવાલ: વલસાડ જિલ્લામાં લોકો ગુમ થયા, પોલીસની તપાસ શરૂ

વલસાડ: વલસાડ જિલ્લાના વાપી, ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા લોકો ગુમ થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આ ગુમ થનારી વ્યક્તિઓમાં વૃદ્ધ, યુવતીઓ, સગીરાઓ અને બે બાળકો સાથેની એક પરિણીત મહિલાનો પણ સમાવેશ થાય છે. પરિવારોએ પોલીસમાં જાણ કરી છે અને તેમની શોધખોળ માટે મદદ માંગી છે.

વાપીના લવાછાથી પિન્કી પ્રસાદ ગુમ

વાપીના લવાછા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પિન્કીકુમારી રાજેશ પ્રસાદ 17 ઓગસ્ટ, 2025ના રોજ સાંજે 7:30 વાગ્યે કપડાં ફીટીંગ કરાવવા ગઈ હતી, પરંતુ ત્યાર બાદ તે પરત ફરી નથી. તે મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાની છે. પિન્કી પાતળો બાંધો, ઘઉંવર્ણ અને પાંચ ફૂટ છ ઈંચ ઊંચાઈ ધરાવે છે.

ગુમ થઈ ત્યારે તેણે સફેદ અને કેસરી ટપકાંવાળી પંજાબી સલવાર, સફેદ લેગિંગ્સ અને સફેદ દુપટ્ટો પહેર્યો હતો. જો કોઈને તેની ભાળ મળે તો મોબાઈલ નંબર 9408931277 અને 9328370652 પર સંપર્ક કરવા વિનંતી છે.

વલસાડના મોગરાવાડીથી રાજુ બરૂડિયા ગુમ

વલસાડના મોગરાવાડીમાં રહેતા 35 વર્ષીય રાજુભાઈ રમેશભાઈ બરૂડિયા 9 ઓગસ્ટ, 2025ના રોજ રાત્રે 10:30 કલાકે ઘરેથી અચાનક ગુમ થઈ ગયા છે. તેમના બહેને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.

રાજુ પાતળો બાંધો, ઘઉંવર્ણ અને પાંચ ફૂટ પાંચ ઈંચ ઊંચાઈ ધરાવે છે. તેણે બ્લ્યુ કલરનો ચેક્સવાળો શર્ટ અને ચંપલ પહેર્યા હતા. તે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઈને તેની માહિતી મળે તો વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ફોન નંબર 02632-244233 પર સંપર્ક કરવા જણાવાયું છે.

વાપીના છીરીથી દિવ્યા મંડળ ગુમ

વાપીના છીરી ખાતે કંચનનગરમાં રહેતી 19 વર્ષીય દિવ્યા નાગરાજકુમાર મંડળ 28 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન પોતાના ફ્લેટમાંથી ગુમ થઈ ગઈ છે. તે મૂળ ઝારખંડના દુમકા જિલ્લાની છે. દિવ્યાનો બાંધો મધ્યમ, શ્યામ વર્ણ અને ઊંચાઈ પાંચ ફૂટ એક ઈંચ છે. ગુમ થઈ ત્યારે તેણે ગુલાબી કલરનો સલવાર શૂટ પહેર્યો હતો. જો કોઈને તેની ભાળ મળે તો ડુંગરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.

વાપીના ચણોદથી ૮૦ વર્ષીય વૃદ્ધ ગુમ

વાપીના ચણોદ વિસ્તારમાં રહેતા 80 વર્ષીય ખુબલાલ રામવૃક્ષ પ્રજાપતિ 19 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 9 વાગ્યે ઘરેથી અચાનક ગુમ થઈ ગયા છે. તેઓ પાતળો બાંધો અને શ્યામ વર્ણ ધરાવે છે. તેમણે સફેદ કલરનો આખી બાંયનો કુર્તો, લુંગી અને લાલ ગમછો પહેર્યો હતો. તેમની જાણ ડુંગરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

વાપીથી કર્ણાટકની સગીરા વનહર ખાન ગુમ

વાપીના ‘માં’ એન્કલેવ ટાવરમાં રહેતી 17 વર્ષીય વનહર અજબગુલ ખાન 23 ઓગસ્ટ, 2025ના રોજ રાત્રે 8:20 વાગ્યે ઘરેથી ગુમ થઈ છે અથવા તેનું અપહરણ થયું હોવાનું માનવામાં આવે છે. તે મૂળ કર્ણાટકની છે. વનહર મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને આશરે 5 ફૂટ ઊંચાઈ ધરાવે છે. ગુમ થઈ ત્યારે તેણે કાળા કલરનો બુરખો પહેર્યો હતો. તેની જાણ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

ઉમરગામથી ઉત્તરપ્રદેશની સગીરા જ્યોતિ યાદવ ગુમ

ઉમરગામના સરીગામ, શિવનગરમાં રહેતી 17 વર્ષીય જ્યોતિબેન જિવનારાયણ યાદવ 21 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 2:30 વાગ્યે ઘરેથી અસ્તરનું કપડું લેવા જાઉં છું એમ કહીને નીકળી હતી, પરંતુ પરત ફરી નથી. તે મૂળ ઉત્તરપ્રદેશની છે. જ્યોતિ પાતળો બાંધો, ઘઉંવર્ણ અને 5 ફૂટ ઊંચાઈ ધરાવે છે. ગુમ થઈ ત્યારે તેણે કાળા કલરની ટી-શર્ટ, આછા બ્લુ કલરનું જીન્સ અને ચપ્પલ પહેર્યા હતા. તેની જાણ ભીલાડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

વાપીના છીરીથી બે બાળકો સાથે મહિલા ગુમ

વાપીના છીરી, જલારામનગરમાં રહેતી 25 વર્ષીય મમતાદેવી સુરેશકુમાર રામ 25 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 9 થી સાંજે 6:30 વાગ્યા દરમિયાન તેમના 5 વર્ષીય પુત્ર સુર્યા અને 2 વર્ષીય પુત્રી લાડોને સાથે લઈ ગુમ થઈ છે. તે મૂળ ઉત્તરપ્રદેશની છે.

મમતાનો બાંધો મધ્યમ, ઘઉંવર્ણ અને ઊંચાઈ 5 ફૂટ 1 ઈંચ છે. તેણે લીલા કલરની સાડી પહેરી હતી. ગુમ થયેલા બાળકો સુર્યા અને લાડોનો બાંધો મધ્યમ અને રંગ ઘઉંવર્ણ છે. સુર્યાએ વાદળી ટી-શર્ટ અને કાળું પેન્ટ, જ્યારે લાડોએ પીળા કલરનું ફ્રોક પહેર્યું હતું. જો કોઈને આ પરિવારની ભાળ મળે તો ડુંગરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.

પોલીસ સંપર્ક માહિતી:

જે કોઈને પણ ગુમ થયેલ વ્યક્તિઓ વિશે માહિતી મળે, તેઓ ડુંગરા પોલીસ સ્ટેશનના 9879719495, વાપી ટાઉન પોલીસ સ્ટેશનના 8160873170 અથવા પોલીસ કંટ્રોલ રૂમ નં. 02632-253333/242900 પર સંપર્ક કરી શકે છે. ઈ-મેઈલ દ્વારા જાણ કરવા માટે sp-val@gujarat.gov.in નો ઉપયોગ કરી શકાય છે.

 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *