ભારત અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા AI ની વાસ્તવિક સફળતાઓને વિશ્વ સમક્ષ લાવવાનો પ્રયાસ
ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળના ઇન્ડિયા-એઆઈ મિશન દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના સહયોગથી સ્વાસ્થ્ય પ્રણાલીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના પ્રભાવશાળી અને સ્કેલેબલ (માપનીય) ઉપયોગોને પ્રકાશિત કરવા માટે એક વૈશ્વિક આહ્વાન કરવામાં આવ્યું છે.
Advertisement
આ પહેલનો ઉદ્દેશ્ય ‘ગ્લોબલ સાઉથમાં AI હેલ્થ યુઝ કેસો પર કેસબુક’ તૈયાર કરવાનો છે. આ કેસબુકમાં પસંદગીની એન્ટ્રીઝને એક અધ્યાય લખવા માટે આમંત્રિત કરવામાં આવશે, જેનું વિમોચન ફેબ્રુઆરીમાં નવી દિલ્હી ખાતે યોજાનારી India–AI Impact Summit 2026 માં કરવામાં આવશે.
નીતિ નિર્માતાઓ માટે માર્ગદર્શક:
ઇન્ડિયા-AI અને WHO દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહેલી આ કેસબુક, નીતિ નિર્માતાઓ, સંશોધકો અને ઇનોવેટર્સ માટે એક વ્યાપક સંદર્ભ તરીકે કામ કરશે. તેનો મુખ્ય હેતુ ગ્લોબલ સાઉથમાં સફળતાપૂર્વક અમલમાં મુકાયેલા AI સોલ્યુશન્સનું અન્ય દેશોમાં પુનરાવર્તન (Replicate) અને વિસ્તરણ (Scale-up) કરવાનો છે.
આ કેસબુક વાસ્તવિક દુનિયાના અનુભવો અને શીખેલા પાઠોને સમાવશે, જેનો લક્ષ્યાંક જવાબદાર AI અપનાવવાનું મજબૂત બનાવવું અને આરોગ્ય સેવા પ્રણાલીઓમાં ડિજિટલ પરિવર્તનને ગતિ આપવાનો છે.
પ્રસ્તુતિકરણ માટે મહત્ત્વની તારીખો:
ગ્લોબલ સાઉથના સંશોધકો, ઇનોવેટર્સ અને સંસ્થાઓને સ્વાસ્થ્ય ક્ષેત્રે સફળ, અમલ કરી શકાય તેવા અને સ્કેલેબલ AI ના ઉપયોગના કેસો પર પોતાના સારાંશ (Abstracts – મહત્તમ 20 શબ્દો) રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. જેની અંતિમ તારીખ 31 ઓક્ટોબર 2025 છે. જ્યારે, સંપૂર્ણ અધ્યાય (Chapter) જમા કરાવવાની તારીખ | 15 ડિસેમ્બર 2025 છે. કેસબુકનું વિમોચન 19-20 ફેબ્રુઆરી 2025 (ઇન્ડિયા-એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં છે.
ઉલ્લેખનીય છે કે, પસંદગી પામેલા યોગદાનકર્તાઓને AI સોલ્યુશન, તેની તૈનાતીની વ્યૂહરચના, નૈતિક બાબતો, પ્રાપ્ત અસર અને શીખેલા પાઠોની વિગતો આપતું 2500-3000 શબ્દોનું સંપૂર્ણ પ્રકરણ લખવા માટે આમંત્રણ આપવામાં આવશે. વિગતવાર માર્ગદર્શિકા અને અરજી ફોર્મ https://impact.indiaai.gov.in/events/who પર ઉપલબ્ધ છે.
![]()





