ભારતીય ખગોળશાસ્ત્રીઓની અદભૂત શોધે બ્રહ્માંડના રહસ્યોના નવા દ્વાર ખોલ્યા
“બ્રહ્માંડ… જ્યાં દરેક પળે કંઈક અદ્ભુત બને છે! પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે બ્લેક હોલ – જે બધું ગળી જાય છે – તે આપણી ગેલેક્સીનો સ્વરૂપ પણ નક્કી કરી શકે? ભારતીય ખગોળશાસ્ત્રીઓએ એવી જ એક જાણકારી આપી છે, જે આપણું બ્રહ્માંડ જોવાનું દ્રષ્ટિકોણ બદલાવી શકે છે!”
“Indian Institute of Astrophysicsના વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે આકાશગંગાના કેન્દ્રમાં રહેલા બ્લેક હોલ તારાઓના જન્મને અટકાવે છે! હા, બિલકુલ સાચું સાંભળ્યું તમે – બ્લેક હોલ માત્ર વિનાશક નથી, તે તારાઓની સર્જન પ્રક્રિયા પર પણ નિયંત્રણ રાખે છે!”
“500થી વધુ સક્રિય ગેલેક્સી ન્યુક્લિયસના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે બ્લેક હોલમાંથી નીકળતા તેજસ્વી વિકિરણ અને શક્તિશાળી જેટ્સ એટલા પ્રબળ હોય છે કે આસપાસનો ગેસ બહાર ધકેલી દે છે.”
હવે, જ્યારે આ ગેસ બહાર નીકળી જાય છે… તો નવા તારાનો જન્મ થવા માટે જરૂરી સામગ્રી જ રહીતી નથી! એટલે કે બ્લેક હોલ એક રીતે તારાના જન્મને ‘બંધ બારણા’ લગાવી દે છે. અને સૌથી રસપ્રદ ભાગ? કેટલાક જેટ્સ એટલી જોરથી ફેંકાય છે કે પ્રતિ સેકન્ડ 2,000 કિલોમીટર સુધીની ઝડપે ચાલી શકે! હા, એટલી ઝડપ કે તે ગેલેક્સીના ગુરુત્વાકર્ષણને પણ પડકાર આપી શકે.
આ અભ્યાસ IIAની પીએચ.ડી. વિદ્યાર્થિની પાયલ નંદી અને પ્રોફેસર સી. એસ. સ્ટાલીનના નેતૃત્વમાં કરવામાં આવ્યો છે. તેમની શોધ પ્રતિષ્ઠિત *Astrophysical Journal*માં પ્રકાશિત થઈ છે. આ શોધ બતાવે છે કે બ્રહ્માંડની ઉર્જાઓ કેવાં રીતે એકબીજા સાથે સંબંધિત છે – વિનાશ અને સર્જન વચ્ચેનો આ નાજુક સંતુલન જ બ્રહ્માંડને જીવંત રાખે છે!
ઉલ્લેખનીય છે કે, બ્લેક હોલ – એક સમય સુધી રહસ્યનો પર્યાય ગણાતા હતા, પણ હવે એ જ સૌથી મોટો જવાબ આપી રહ્યા છે કે બ્રહ્માંડ કેવી રીતે વિકસે છે! આવી જ રસપ્રદ જાણકારીઓ અને ખગોળીય અપડેટ્સ માટે જોડાયેલા રહો Auranga Times વેબ પોર્ટલ સાથે.
![]()





