Wednesday, February 18News That You Want to Read

હવે! સ્કૂલના ક્લાસરૂમમાં યોજાશે ગ્રામસભા! દેશભરમાં લોન્ચ થઈ ‘મોડેલ યુથ ગ્રામ સભા’ – બાળકો ભણશે જનભાગીદારીનું ટ્યુશન!

તૈયાર થઈ જાઓ! હવે સ્કૂલના ક્લાસરૂમમાં ‘ચૂંટણી’ થવાની છે અને વિદ્યાર્થીઓ ‘સરપંચ’ બનીને ગામના ‘વિકાસ’ની વાતો કરશે!

કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયે શિક્ષણ અને આદિજાતિ મંત્રાલય સાથે મળીને એક અનોખો અને જોરદાર કાર્યક્રમ શરૂ કર્યો છે: મોડેલ યુથ ગ્રામ સભા (MYGS). આ કોઈ સાદો પાઠ નથી, પણ એક સુપર-ડુપર ડેમોક્રેટિક ડ્રામા છે, જ્યાં બાળકો (યુવાનો) પોતે ગ્રામસભા ચલાવવાનું શીખશે!

આ ‘ગ્રામસભાનું મોડેલ’ પહેલનું રાષ્ટ્રીય લોન્ચિંગ 30મી ઓક્ટોબર 2025ના રોજ નવી દિલ્હીમાં થવાનું છે.

આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી (પંચાયતી રાજ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી) પ્રો. એસ.પી. સિંહ બઘેલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી (આદિજાતિ બાબતો) દુર્ગાદાસ ઉઇકેય હાજર રહેશે.

લક્ષ્ય: આ પહેલનો હેતુ જાનભાગીદારી (લોકોની ભાગીદારી)ને મજબૂત કરવાનો અને વિદ્યાર્થીઓને ગ્રામસભાના સિમ્બોલિક સત્રો દ્વારા સ્થાનિક શાસન (લોકલ ગવર્નન્સ)માં જોડવાનો છે.

NEP 2020 નીતિ મુજબ, યુવાનોમાં લોકશાહી મૂલ્યો, નાગરિક જવાબદારી અને નેતૃત્વના ગુણો વિકસાવવા માટે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે.

ભવિષ્યના સરપંચ: આ પ્રોગ્રામ પારદર્શિતા, જવાબદારી અને વિકસિત ભારતના વિઝન માટે પ્રતિબદ્ધ નાગરિકોનું નિર્માણ કરશે. (યાદ રાખો, આજનો વિદ્યાર્થી જ આવતીકાલનો નેતા!)

“બાળકો! હવે ટીચરની નકલ કરવાને બદલે, સરપંચની નકલ કરજો! આવતા મહિને તમારા પપ્પાને પણ ગ્રામસભા શું છે એની ટ્યુશન આપી શકશો. જય હો જનભાગીદારી!”

આ ઇવેન્ટ દરમિયાન મોડેલ યુથ ગ્રામ સભા માટેની તાલીમ મોડ્યુલ, MYGS પોર્ટલ પણ રજૂ કરવામાં આવશે. આનાથી અમલીકરણ સરળ બનશે, શિક્ષકોની ક્ષમતા વધશે અને વિદ્યાર્થીઓ આ પ્રક્રિયામાં ઉત્સાહથી ભાગ લેશે.

આ પહેલ દેશભરની 1,000થી વધુ શાળાઓમાં લાગુ કરવામાં આવશે, જેમાં જવાહર નવોદય વિદ્યાલયો (JNVs), એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો (EMRSs) અને રાજ્ય સરકારની શાળાઓનો સમાવેશ થાય છે.

જોકે, ધ્યાન રાખજો! ક્લાસરૂમની આ ‘યુથ ગ્રામસભા’ માં જો કોઈ ‘યુવા સરપંચ’ પોતાનું હોમવર્ક ન કરી લાવે અને પછી ‘મારા ગામમાં (ક્લાસમાં) વિકાસના કામો અટક્યા છે’ એમ કહીને રડવા લાગે, તો ટીચર રૂપી ‘જિલ્લા પંચાયત’ સજા કર્યા વિના નહીં છોડે! નેતૃત્વ એટલે જવાબદારી, હોં!”

આ એક શાનદાર શરૂઆત છે. યુવાનો હવે ખુરશી પર બેસીને નહીં, પણ ખરેખર ભાગ લઈને શીખશે કે લોકશાહી કેવી રીતે કામ કરે છે.

આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણાના પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 650થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *