Wednesday, February 18News That You Want to Read

Author: Meroo Gadhvi

પારડી પોલીસે કારના જોખમી સ્ટંટ કરનાર 9 છેલછબિલા યુવાનોને કાયદાનો પાઠ ભણાવ્યો, પોલીસે સ્કોર્પિયો, મર્સિડીઝ, સ્વિફ્ટ, બ્રેઝા અને વેન્યુ સહિત 82 લાખના વાહનો કબ્જે કર્યા 

પારડી પોલીસે કારના જોખમી સ્ટંટ કરનાર 9 છેલછબિલા યુવાનોને કાયદાનો પાઠ ભણાવ્યો, પોલીસે સ્કોર્પિયો, મર્સિડીઝ, સ્વિફ્ટ, બ્રેઝા અને વેન્યુ સહિત 82 લાખના વાહનો કબ્જે કર્યા 

Gujarat, National
વલસાડની પારડી પોલીસે જાહેર રસ્તા પર જોખમી કાર સ્ટંટ કરી વીડિયો વાયરલ કરનાર ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધી. 26 મે, 2025ના રોજ, પારડી પોલીસને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ “અતીક શેખ 6664” પર અપલોડ થયેલા વીડિયોની જાણકારી મળી, જેમાં 7-8 ગાડીઓ નેશનલ હાઇવે 48 અને ફાઉન્ટન હોટેલના પરિસરમાં સ્ટંટ કરતી દેખાઈ. આ મામલે ASI બલભદ્રસિંહ દિલાવરસિંહ અને લોકરક્ષક મહિદીપસિંહની ટીમે તપાસ કરી હતી. પકડાયેલ મુખ્ય આરોપી અતીક ઇલ્યાઝ શેખે કબૂલ્યું કે, 25 મેના રોજ સાંજે 5 વાગ્યે તેણે નવી થાર ગાડીથી સ્ટંટ કર્યા અને વીડિયો અપલોડ કર્યો. પોલીસે કુલ 9 આરોપીઓ અને એક બાળકિશોરને ઝડપી લીધા, જેમણે થાર, મર્સિડીઝ, સ્વિફ્ટ સહિતની ગાડીઓ ચલાવી હતી. પોલીસે આ તમામ કુલ ₹82 લાખના વાહનો કબજે પણ કબ્જે કર્યા છે. સ્ટંટ કરનાર તમામ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ઇન્સ્પેક...
दमन: कचीगाम में सड़क सुरक्षा सप्ताह के तहत हेलमेट जागरूकता कार्यक्रम का आयोजन

दमन: कचीगाम में सड़क सुरक्षा सप्ताह के तहत हेलमेट जागरूकता कार्यक्रम का आयोजन

Gujarat, National
दमन, 26 मई 2025: कचीगाम ग्राम पंचायत, दमन में आज सड़क सुरक्षा सप्ताह के अंतर्गत एक विशेष जागरूकता कार्यक्रम आयोजित किया गया, जिसमें हेलमेट पहनने के महत्व पर जोर दिया गया। DNH&DD प्रशासक प्रफुलभाई पटेल के मार्गदर्शन में आयोजित इस कार्यक्रम की देखरेख पुलिस अधीक्षक केतन बंसल, एसडीपीओ ट्रैफिक गुरसेवक सिंह और एसडीपीओ दमन जिला श्रीमती तन्नु शर्मा ने की। कार्यक्रम में ट्रैफिक विभाग के पीएसआई लॉयड एंथनी, थाना प्रभारी शशिकुमार सिंह, कचीगाम सरपंच भरतभाई पटेल, वरकुंड और सोमनाथ के सरपंच, अन्य गणमान्य व्यक्ति और लगभग 300 स्थानीय नागरिक शामिल हुए। इस आयोजन का उद्देश्य सड़क दुर्घटनाओं को कम करना और हेलमेट के उपयोग को बढ़ावा देना था। इस लक्ष्य को प्राप्त करने के लिए उपस्थित लोगों को मुफ्त हेलमेट वितरित किए गए। पुलिस अधीक्षक केतन बंसल ने अपने संबोधन में हेलमेट के लाभों पर प्रकाश डाला। उन्होंने...
ધરમપુર સિવિલ કોર્ટમાં કૌટુંબિક તકરારનાં કેસોનાં ઝડપથી નિકાલ માટે અલગ ફેમિલી કોર્ટ કાર્યરત કરાઈ

ધરમપુર સિવિલ કોર્ટમાં કૌટુંબિક તકરારનાં કેસોનાં ઝડપથી નિકાલ માટે અલગ ફેમિલી કોર્ટ કાર્યરત કરાઈ

Gujarat, National
ધરમપુરની સિવિલ કોર્ટમાં કૌટુંબિક તકરારને લગતા વિવિધ કેસોનાં ઝડપથી સુખદ અને સમાધાનકારી નિકાલ લાવવાના ઉદ્દેશ્ય સાથે અલાયદી  ફેમિલી કોર્ટ કાર્યરત કરવામાં આવી છે. ધરમપુર તથા કપરાડા તાલુકાનાં નાગરિકો માટે સિવિલ કોર્ટનાં બીજા માળે શરૂ થયેલી આ ફેમિલી કોર્ટનાં પ્રિન્સિપાલ જજ શ્રીમતી ડો. બી. કે. જાદવે ચાર્જ સંભાળ્યો છે. આ અવસરે ધરમપુર કોર્ટનાં એડી. ડિસ્ટ્રીક જજ તથા પ્રિન્સિપાલ સિવિલ જજ અને ધરમપુર તથા કપરાડાનાં તમામ વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. ધરમપુરમાં બીજો હુકમ ન થાય ત્યાં સુધી દર મહિનાંની 25 અને 26 તારીખે મળનારી આ ફેમિલી કોર્ટની રચના ભરણપોષણનાં કેસો, લગ્નસંબંધી દાવાઓ, બાળકોની કસ્ટડીનાં કેસો સાંભળવા માટે કરવામાં આવી છે. કૌટુંબિક તકરારોનાં કેસોનાં ઝડપથી નિકાલ માટે જરૂર પડ્યેથી ટ્રેઇન્ડ મીડિયેટર, કન્સીલેટર તેમજ સામાજીક સેવાભાવી સંસ્થાઓની પણ મદદ મળી રહેશે. આ ફેમિલી કોર્ટ શરૂ થવાથી છેવાડાનાં ધર...
ગુજરાત હવામાન અપડેટ 26 મે, 2025ની આગાહી અનુસાર ગુજરાત, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજનો વર્તારો…!

ગુજરાત હવામાન અપડેટ 26 મે, 2025ની આગાહી અનુસાર ગુજરાત, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજનો વર્તારો…!

Gujarat, National
ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, પૂર્વોત્તર રાજ્યોમાં આગળ વધ્યું છે. 3 દિવસમાં વધુ આગળ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે મુજબ આગામી 26 મે થી 2 જૂન દરમ્યાન ઉત્તર/દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દમણ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજનો વર્તારો સેવ્યો છે. પાછલા 24 કલાકમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ વરસાદ, કચ્છમાં શુષ્ક હવામાન. સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યું છે. તો, દક્ષિણ ગુજરાતમાં તાપમાન નીચું રહ્યું છે. તો, 28 થી 30 મેં દરમ્યાન સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે, 30 મેં થી 2 જૂન દરમ્યાન પંચમહાલ, દાહોદ, દક્ષિણ ગુજરાત, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં શુષ્ક તાપમાન રહેશે. તેમજ 26 મેં થી 2 જૂન દરમ્યાન 50-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ગાજવીજ સાથે મધ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે (વર્ચુઅલ) વલસાડ-દાહોદ ટ્રેન ને લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે (વર્ચુઅલ) વલસાડ-દાહોદ ટ્રેન ને લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવાઇ

Gujarat, National
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૈન્યની વીરગાથા "ઓપરેશન સિંદૂર" બાદ પ્રથમ વખત આજથી બે દિવસય ગુજરાતના પ્રવાસે આવ્યા છે, કેન્દ્ર રાજ્ય સરકાર ના વિવિધ વિકાસ પ્રકલ્પોનું આજરોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વલસાડ-દાહોદ ટ્રેનને વડાપ્રધાને (વર્ચ્યુઅલ) લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું, વલસાડ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્ર સરકારના રેલવે રાજ્ય મંત્રી વી.સોમનના, લોકસભા ના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે વલસાડ રેલવે સ્ટેશન ખાતે, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ સહિત વિવિધ મંડળના પ્રમુખો, હોદ્દે...
શનિ જયંતિ નિમિત્તે વલસાડના હનુમાનજી મંદિર શનિધામ ખાતે હોમ-હવન સાથે ભવ્ય ઉજવણી, ભક્તોએ શનિદેવના કર્યા દર્શન

શનિ જયંતિ નિમિત્તે વલસાડના હનુમાનજી મંદિર શનિધામ ખાતે હોમ-હવન સાથે ભવ્ય ઉજવણી, ભક્તોએ શનિદેવના કર્યા દર્શન

Gujarat, National
અંગ્રેજી મહિના મુજબ 26મી મેં 2025 અને હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવત 2081 વૈશાખ વદ સોમવતી અમાસના શુભ દિને કર્મફળ દાતા શનિદેવની જન્મ જયંતિ હોય આ નિમિત્તે વલસાડના શનિધામમાં શનિ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે તારીખ 26 મેં ના બપોરે 12 વાગ્યાથી 27 મી મેં બપોર સુધીનો સમયગાળો વિ. સં. મુજબ અમાસ છે. જેથી સોમવારે બપોર બાદ શનિદેવના દર્શને ભીડ જોવા મળી હતી. શનિ જયંતીના પવિત્ર અવસરે, વલસાડના હનુમાન ભાગડા વિસ્તારમાં આવેલા શ્રી હનુમાનજી મંદિર (શનિધામ) ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ શનિદેવ અને હનુમાનજીના દર્શન કર્યા. મંદિર પરિસરમાં હોમ-હવન સહિતના વિશેષ આયોજનોએ ભક્તોની શ્રદ્ધાને વધુ ગાઢ બનાવી હતી. શનિ જયંતીનો આ પવિત્ર દિવસ શનિદેવની કૃપા અને હનુમાનજીના આશિર્વાદ મેળવવા માટે ખાસ મહત્વ ધરાવે છે. વલસાડનું શ્રી હનુમાનજી મંદિર, જે શનિધામ તરીકે પ્રસિદ્ધ છે, તેના પ્રાંગણમાં શનિદેવનું મંદિર આવ...
મેગા ડિમોલિશન પાર્ટ 2 :- વાપી મહાનગરપાલિકાએ બલિઠા બાદ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર ફેરવ્યું બુલડોઝર, 100થી વધુ ગોડાઉન કર્યા નેસ્તનાબુદ

મેગા ડિમોલિશન પાર્ટ 2 :- વાપી મહાનગરપાલિકાએ બલિઠા બાદ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર ફેરવ્યું બુલડોઝર, 100થી વધુ ગોડાઉન કર્યા નેસ્તનાબુદ

Gujarat, National
શનિવારે 24મી મેં ના વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના વહીવટદાર ભવ્ય વર્મા (IAS) તથા મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાપી મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર બુલડોઝર ફેરવી ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં છે. પોલીસ કાફલા સાથેની આ કાર્યવાહીએ બલિઠામાં કરેલી ડિમોલિશનની કાર્યવાહી બાદ ફરી એકવાર ભંગારીયાઓમાં ફફડાટ ફેલાવ્યો છે. મનપા એ આપેલી વિગતો મુજબ આ ગોડાઉનો રહેણાંક ઝોનમાં હતા. આસપાસમાં મોટી સંખ્યામાં રહેણાંક મકાનો હતાં. છેલ્લા 4 મહિનામાં ડુંગરી ફળિયા અને કરવડ વિસ્તારમાં આગની ઘણી ઘટનાઓ બની છે. તથા ભંગારના ગોડાઉનોના માલિકોએ GPCB ની NOC પણ લીધેલ નથી. તેથી અનધિકૃત ભંગારના ગોડાઉનોના માલિકોને અંતિમ નોટિસ ફટકારી સ્વેચ્છાએ સદર ગોડાઉન દુર કરવા અપીલ કરી હતી. પરંતુ, તેઓ દ્વારા મનપાની આખરી નોટીસની અવગણના કરતા શનિવારે નોટિસ પિરિયડ પૂર્ણ થયા પછી કોર...
बेमौसम बारिश से वापी GIDC में मौज ही मौज, जल और वायु प्रदूषण फैलाने वालों ने उठाया पूरा फायदा?

बेमौसम बारिश से वापी GIDC में मौज ही मौज, जल और वायु प्रदूषण फैलाने वालों ने उठाया पूरा फायदा?

Gujarat, National
मौसम विभाग के पूर्वानुमान के अनुसार 24 मई को वापी सहित वलसाड जिले में बेमौसम बारिश हुई। सुबह-सुबह तेज हवाओं के साथ लगभग एक घंटे तक हुई भारी बारिश के दौरान, वापी GIDC की कई इकाइयों ने अपना एफ्ल्यूएन्ट नाले में बहा दिया। जिसके कारण अधिकांश स्ट्रोम वॉटर ड्रेन में रंगीन पानी बहता नजर आया। तो, कई स्ट्रोम वॉटर ड्रेन में मानसून-पूर्व कार्य पूरा नहीं होने से, कचरा, मिट्टी और झाड़ियां चारों ओर पड़ी देखी गईं। शनिवार की सुबह वापी एरिया में तेज हवा और बिजली की गड़गड़ाहट के साथ 35 MM बेमौसम बारिश हुई। यह बारिश सुबह-सुबह में हुई थी। जिसका फायदा उठाते हुए GIDC की कई इकाइयों ने वर्षा जल के साथ अपना एफ्ल्यूएन्ट भी छोड़ दिया। वर्षा जल के साथ निकले एफ्ल्यूएन्ट के कारण GIDC के अधिकांश वर्षा जल नालों और सार्वजनिक सड़कों पर लाल, हरा, पीला, भूरा रंग का पानी बहता देखा गया। इस बीच कई कंपनियों ने गैस भी छोड़ी औ...
વલસાડ જિલ્લા ‘‘નોંધણી ભવન” કચેરીનો શુભારંભ, બે સબ રજીસ્ટ્રાર મળી પ્રત્યેક દિન 74 દસ્તાવેજોની નોંધણી માટેના ઓનલાઇન ટોકન સ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા 

વલસાડ જિલ્લા ‘‘નોંધણી ભવન” કચેરીનો શુભારંભ, બે સબ રજીસ્ટ્રાર મળી પ્રત્યેક દિન 74 દસ્તાવેજોની નોંધણી માટેના ઓનલાઇન ટોકન સ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા 

Gujarat
વલસાડની RNC ફ્રી આઈ હોસ્પિટલની સામે આવેલી જિલ્લા કક્ષાની “નોંધણી ભવન” કચેરીનો જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલના વરદહસ્તે શુભારંભ  કરવામાં આવ્યો હતો.   આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ દ્વારા મદદનીશ નોંધણી સર નિરીક્ષક અને સબ રજીસ્ટ્રારને સુચન કરવામાં આવ્યું કે, દસ્તાવેજોના રજીસ્ટ્રેશન બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે અને લોકોને રજીસ્ટર થયેલા  દસ્તાવેજોની કાયદેસરતા અંગે માર્ગદર્શન મળી રહે તે માટે પ્રયત્ન કરવા જરૂરી છે. તેમ જણાવી યોગ્ય સ્ટેમ્પ ડયુટી વાપર્યા વિનાના અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયા ન હોય તેવા દસ્તાવેજો પુરાવામાં લઈ ન શકાય તેની જાણ માટે જાગૃતિ કાર્યક્રમો રાખવા અનુરોધ કર્યો હતો. “નોંધણી ભવન”નાં શુભારંભ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ અને નાણા વિભાગ તરફથી જાહેર જનતાને સારી સગવડો ઉપલબ્ધ બને તે માટે “...
MSME ઈકો સિસ્ટમ ગુણવત્તા યાત્રા વાપી આવી હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન અપાયુ 

MSME ઈકો સિસ્ટમ ગુણવત્તા યાત્રા વાપી આવી હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન અપાયુ 

Gujarat, National
ગુજરાતની MSME ઇકો સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં નિર્ણાયક પગલું તરીકે ગણાતી ગુણવતા યાત્રા વાપી ખાતે આવી પહોંચી હતી, જેમાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગુણવત્તા નિષ્ણાતોને એક સાથે લાવી સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં Back-to-back technical સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (QCI) NBQPના સંયુક્ત નિર્દેશક મોહિત સિંહ દ્વારા હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. QCIના સલાહકાર જગત પટેલ દ્વારા ઇન-હાઉસ પ્રયોગશાળાઓમાં ગુણવત્તા અને કાર્યકારી ઉત્કૃષ્ટતા ચલાવવા માટે QCI દ્વારા ઓફર કરવામાં આવતી NABL Accreditations અંગે માર્ગદર્શન આપ્યું હતું. ક્યૂસીઆઈના ટેકનિકલ નિષ્ણાત હિરેન વ્યાસ દ્વ...