ADANI લોજિસ્ટિક્સની ICD તુંબ અને ICD પાટલી વચ્ચે પ્રથમ ડબલ સ્ટેક રેક સેવા
અદાણી લોજિસ્ટિક્સે શરૂ કરી ICD Tumb-Patli Double stack rack સેવા, ભારતની Logistics ક્ષમતામાં ક્રાંતિકારી પગલું?
Adani Logistics Ltd. (ALL) એ ભારતની લોજિસ્ટિક્સ ક્ષમતાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કંપનીએ વાપી (ગુજરાત) નજીકના ઉમરગામ તાલુકામાં આવેલ Inland Container Depot (ICD) તુંબ/Tumbને હરિયાણાના ICD પાટલી/Patli સાથે જોડતી દેશની પ્રથમ ડબલ સ્ટેક રેક સેવા શરૂ કરી છે.
આ પહેલ ભારતની ઉચ્ચ-કાર્યક્ષમ અને ટકાઉ લોજિસ્ટિક્સ તરફની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે અદાણી લોજિસ્ટિક્સને Multimodal infrastructure નવીનતાના કેન્દ્રમાં મૂકે છે.
Double stack rack સેવા એક નવીન રેલ ફ્રેઇટ સોલ્યુશન છે, જેમાં કન્ટેનરના બે સ્તરો એકબીજા ઉપર સ્ટેક કરવામાં આવે છે. આ નવીનતા દરેક ટ્રીપમાં પરિવહન થતા કાર્ગોના જથ્થામાં નોંધપાત્ર વધારો કરે છે. આ સેવા દ્વારા વાપી, સિલવાસા અને દમ...









