નારગોલનો પ્રશાંત દમણિયા બનાવે છે અલગ અલગ બોટ/વહાણની આબેહૂબ પ્રતિકૃતિ, ગુજરાત-મહારાષ્ટ્રની 100થી વધુ બોટ/વહાણની પ્રતિકૃતિ બનાવી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ નારગોલ ગામ તેના સુંદર બીચ અને માછીમારી સાથે સંકળાયેલ માછીમારોના વ્યવસાયને લઈને ખૂબ જાણીતું છે. તેમ આ ગામનો 26 વર્ષીય કલાકાર પ્રશાંત દમણિયા પણ માછીમારોની પ્રિય હોડી/વહાણની પ્રતિકૃતિ બનાવી પ્રસંશા મેળવી રહ્યો છે.
શરૂઆતમાં પોતાના શોખ ખાતર એકાદ બે બોટ બનાવનાર પ્રશાંતે હવે આ કલાને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવી લીધો છે. નારગોલ ગામમાં સમુદ્ર નારાયણ મંદિર પાછળ પરિવાર સાથે રહેતા Wooden artist પ્રશાંત અરુણભાઈ દમણિયાએ જણાવ્યું હતું કે, તેમણે અત્યાર સુધીમા 100 થી વધારે અલગ અલગ પ્રકારની બોટો બનાવી છે. જેમાં સમગ્ર ગુજરાતના કાંઠા વિસ્તારની અને મહારાષ્ટ્ર વિસ્તારની બોટનો સમાવેશ થાય છે.
કોઈપણ માછીમારની હોડી નિહાળ્યા બાદ તે બોટની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરતા પ્રશાંતને ગુજરાતના દરેક ફિશીંગ બંદરથી બોટ માલિકોના ઓર્ડર મળે છે. તો, મહારાષ્ટ્રથી પણ સારા ઓર્ડર મળ્યા છે. એ ઉપરા...









