Wednesday, February 18News That You Want to Read

News

કોલવેરા-કોલક પાર્ટ-4:  હિલ સ્ટેશન તરીકે ગુજરાતનું ગૌરવ બની રહેલા કોલવેરાની ટોચ સુધીનો સાંકડો માર્ગ પ્રવાસીઓ માટે જોખમી મોતનો માર્ગ

કોલવેરા-કોલક પાર્ટ-4:  હિલ સ્ટેશન તરીકે ગુજરાતનું ગૌરવ બની રહેલા કોલવેરાની ટોચ સુધીનો સાંકડો માર્ગ પ્રવાસીઓ માટે જોખમી મોતનો માર્ગ

Gujarat, National, News
પ્રવાસીઓની એક ભૂલ આ Hill Station બની શકે છે Hell Station...!  ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું કોલવેરા હિલ સ્ટેશન પોતાની નૈસર્ગિક સુંદરતા અને શિમલા-મનાલી જેવા રમણીય અનુભવને કારણે પ્રવાસીઓનું આકર્ષણ બની રહ્યું છે. કોલક નદીના ઉદ્ગમ સ્થાન તરીકે પણ ઓળખાતો આ ડુંગર ચોમાસા દરમિયાન વાદળોની વચ્ચે ખોવાયેલો દેખાય છે, જ્યાં ઝરણાંઓ, લીલીછમ હરિયાળી અને દૂર સુધી ફેલાયેલા નયનરમ્ય નજારાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. ગુજરાતના પ્રવાસન વિભાગ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સ્થળને રાજ્યનું ગૌરવ બનાવવા નોંધપાત્ર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ, આ સ્વર્ગીય સ્થળ સુધી પહોંચવાનો માર્ગ પ્રવાસીઓ માટે જોખમનું કારણ બની રહ્યો છે. વિકાસની પહેલ અને સાંકડો માર્ગ... કોલવેરા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે વહીવટી તંત્ર દ્વારા 80 લાખ રૂપિયાના ખર્ચે પાકો ડામર રોડ બનાવવામાં આવ્યો છે. આ ઉપળાંત, પીવાના ...
Do you Know ! It all started under a banyan tree !, Asia’s oldest stock exchange BSE turns 150 !

Do you Know ! It all started under a banyan tree !, Asia’s oldest stock exchange BSE turns 150 !

National, News
Vihar Vaishnav: The BSE's journey began two decades earlier in 1855 when traders would meet under a banyan tree to buy and sell cotton.With time, the number of traders kept increasing at this place and due to the arrival of a large number of traders, the Native Share and Stock Brokers Association was established on July 9, 1875, which later became BSE. BSE was established three years before the existing Tokyo Stock Exchange of Japan. Due to this, BSE is also called the oldest stock exchange of Asia. One of the main founders of BSE was Premchand Roychand, known as the 'Cotton King' of Bombay.According to reports, initially the number of members of the Native Share and Stock Brokers Association was 318. Its entry fee was one rupee.Also, according to reports, the existing land for BSE w...
શું કહ્યું સ્મૃતિ ઈરાનીએ, તુલસી વિરાણી તરીકેના પાત્રમાં પરત ફરવા વિશે !

શું કહ્યું સ્મૃતિ ઈરાનીએ, તુલસી વિરાણી તરીકેના પાત્રમાં પરત ફરવા વિશે !

National, News
Vihar Vaishnav: અભિનેત્રી અને રાજકારણી સ્મૃતિ ઈરાની, જે 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' ના રીબૂટમાં તુલસી વિરાણીની ભૂમિકામાં પરત ફરી રહ્યા છે. આત્મવિશ્વાસથી ભરપૂર સ્મૃતિ ઈરાનીS ટેલિવિઝનના માધ્યમમાં પાછા ફરવા અંગે તાજેતરમાં સમાચાર ચેનલ NDTV સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, પોતે એક રાજકારણી છે, અને કંઈપણ તેમને ડરાવી શકતું નથી કે નર્વસ કરી શકતું નથી.તેમણે પોતાની સફરને યાદ કરતા કહ્યું કે, "મને લાગે છે કે 49 વર્ષની મહિલા માટે માત્ર મીડિયામાં જ નહીં પણ રાજકારણમાં પણ 25 વર્ષનો પ્રવાસ કરવો એ એક ધન્ય કાર્ય છે કારણ કે આપણા દેશના ઇતિહાસમાં ક્યારેય કોઈએ ભગવાનના આશીર્વાદથી આ બંને સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં અને તેથી પણ વધુ જો તમે એક મહિલા છો તો સફળ થવાનું સંચાલન કર્યું નથી. મીડિયા અને રાજકારણમાં 25 વર્ષ સુધી સતત તમારા ક્ષેત્રમાં ટોચ પર રહેવું એ કોઈ નાની સિદ્ધિ નથી પણ તેમાં પણ ક્યાંક ભાગ્ય અને નસીબની ભૂમિકા રહ...
કોલવેરા-કોલક પાર્ટ-3: પ્રવાસન વિભાગે હિલ સ્ટેશન તરીકે જાહેર કરેલા કોલવેરા હિલ સ્ટેશન પર વન વિભાગની વૃક્ષારોપણ ઝુંબેશ શંકાના ઘેરામાં!

કોલવેરા-કોલક પાર્ટ-3: પ્રવાસન વિભાગે હિલ સ્ટેશન તરીકે જાહેર કરેલા કોલવેરા હિલ સ્ટેશન પર વન વિભાગની વૃક્ષારોપણ ઝુંબેશ શંકાના ઘેરામાં!

Gujarat, National, News
કોલવેરા હિલ સ્ટેશનનો વિકાસ પ્રવાસીઓને આકર્ષવા ઉપરાંત સ્થાનિક લોકો માટે રોજગારીની તકો પણ ઊભી કરશે. પ્રવાસીઓ માટે આ સ્થળ એક આદર્શ ટૂરિસ્ટ પોઇન્ટ બની શકે છે. પરંતુ આ ઉમદા પહેલની વચ્ચે વન વિભાગની શંકાસ્પદ ભૂમિકા ચર્ચાનો વિષય બની છે. પ્રવાસન વિભાગે કોલવેરાને હિલ સ્ટેશન જાહેર કર્યું એટલે જ વન વિભાગ અચાનક સફાળું જાગ્યું છે. તેની પાછળનો હેતુ અને સમય શંકા ઉપજાવે છે. વન વિભાગે આ પર્વતને વર્ષો સુધી રઝળતો છોડી દીધો હતો, અને હવે જ્યારે તેનું પ્રવાસન મૂલ્ય વધ્યું છે, ત્યારે અચાનક વૃક્ષારોપણની ઉતાવળ શા માટે? વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલો કોલવેરા પર્વત પોતાના રમણીય સૌંદર્ય અને ઠંડકભર્યા વાતાવરણ માટે પ્રખ્યાત છે. આ પર્વતની નૈસર્ગિક સુંદરતાને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ તેને હિલ સ્ટેશન તરીકે વિકસાવવાની ઉમદા પહેલ હાથ ધરી છે. આ પગલું નિઃશંકપણે વલસાડ જિલ્લાના પ્રવ...
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના સફરનો પથ પ્રગતિ હેઠળ: દમણ ગંગા નદી પરના 360 મીટર લાંબા પુલનું નિર્માણ પૂર્ણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના સફરનો પથ પ્રગતિ હેઠળ: દમણ ગંગા નદી પરના 360 મીટર લાંબા પુલનું નિર્માણ પૂર્ણ

Gujarat, National, News, Science & Technology
વલસાડ, 8 જુલાઈ 2025: ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં દમણ ગંગા નદી પર 360 મીટર લાંબા પુલનું નિર્માણ પૂર્ણ થયું છે, જે આ પ્રોજેક્ટ માટે 16મો નદી પુલ છે. આ સાથે, વલસાડ જિલ્લાના તમામ પાંચ નદી પુલો હવે તૈયાર થઈ ગયા છે. આ પુલ, જે વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી માત્ર 1 કિમી અને બોઈસર સ્ટેશનથી 61 કિમી દૂર આવેલો છે, 9 પૂર્ણ-ગાળાના ગર્ડર અને 19થી 29 મીટરની ઊંચાઈવાળા પિઅર ધરાવે છે. આ નદી પુલ ઔરંગા, પાર, કોલક અને દરોથા નદીઓ પરના અન્ય પૂર્ણ થયેલા પુલો સાથે વલસાડમાં પ્રોજેક્ટની પ્રગતિને મજબૂત બનાવે છે. દમણ ગંગા નદી, જે સહ્યાદ્રી ટેકરીઓથી નીકળીને 131 કિમીની મુસાફરી કરી અરબી સમુદ્રમાં મળે છે, આ પ્રદેશ માટે જીવનરેખા સમાન છે. તે વાપી, દાદરા અને સિલવાસા જેવા ઔદ્યોગિક કેન્દ્રોને પાણી પૂરું પાડે છે, જ્યાર...
કોલવેરા-કોલક પાર્ટ-2 : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી ઊંચો ડુંગર વિલ્સન હિલ કે કોલવેરા હિલ?

કોલવેરા-કોલક પાર્ટ-2 : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી ઊંચો ડુંગર વિલ્સન હિલ કે કોલવેરા હિલ?

Gujarat, National, News
વલસાડ જિલ્લાના અન્ય ડુંગરો, જેમ કે વિલ્સન હિલ (ધરમપુર તાલુકામાં), આશરે 600 મીટર (લગભગ 2000 ફૂટ)ની ઊંચાઈ ધરાવે છે, જે પશ્ચિમી ઘાટના સામાન્ય ઊંચાઈના શ્રેણીને અનુરૂપ છે. કોલવેરા ડુંગરની ઊંચાઈ પણ આશરે આ શ્રેણીમાં હોવાનું અનુમાન લગાવી શકાય છે, એટલે કે 500-700 મીટર (લગભગ 1600-2300 ફૂટ)ની વચ્ચે હોઈ શકે છે, પરંતુ આ માત્ર અંદાજીત છે. જો કે સ્થાનિક કોલવેરા ગામના લોકોનું કહેવું છે. કે, જ્યારે વાતાવરણ એકદમ સ્વચ્છ હોય છે. ત્યારે, કોલવેરાની ટોચ પરથી વિલસન હિલ, સાપુતારા ના ડુંગરો, ત્રંબકેશ્વર, મહાલક્ષ્મી, વની ગઢના પહાડો, સપ્તશૃંગી જોઈ શકાય છે. પારનેરા, વલસાડ અને તિથલથી ઉમરગામ સુધીનો દરિયો પણ જોઈ શકાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીં જે નજારો જોવા મળે છે. તે જોતા લાગે છે કે વલસાડ જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કદાચ કોલવેરા જ સૌથી ઊંચો ડુંગર હોઈ શકે છે. જે દિશામાં પ્રવાસન વિભાગે તપાસ કરી આ ડ...
કોલવેરા-કોલક પાર્ટ-1 : ડુંગરમાં ઉંદરે કર્યું દર અને કોલવેરાથી કોલક સુધી વછૂટી રહ્યો નિર્મળ જળ પ્રવાહ

કોલવેરા-કોલક પાર્ટ-1 : ડુંગરમાં ઉંદરે કર્યું દર અને કોલવેરાથી કોલક સુધી વછૂટી રહ્યો નિર્મળ જળ પ્રવાહ

Gujarat, National, News
જ્યાં ઉંદરે કોતરેલા દરમાંથી નીકળે છે જીવનદાયી પાણી, ત્યાં કોલવેરાના ડુંગરથી શરૂ થાય છે કોલક નદીની સફર, પણ શું આ પવિત્ર નદી ઔદ્યોગિક દૂષણથી બચી શકશે? ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વસેલું કોલવેરા ગામ, જાણે કુદરતનું એક અજાણ્યું રત્ન છે. આ ગામ જેની ગોદમાં વસેલું છે તે કોલવેરા ડુંગર એ માત્ર એક પર્વત નથી, પરંતુ એક રહસ્યમયી લોકવાયકા અને પવિત્ર નદીનું ઉદ્દગમ સ્થાન છે. આ ડુંગરમાંથી નીકળે છે કોલક નદી, જે ગુજરાતની જીવનરેખાઓમાંની એક છે, અને જેટલું શુદ્ધ આ નદીનું પાણી છે. એટલી જ રોમાંચક તેની કહાની છે. કોલવેરા ગામના સ્થાનિક ગામલોકો, ચંદર ધૂમ અને કિશન ધૂમ, પોતાના વડીલો પાસેથી સાંભળેલી એક રહસ્યમયી લોકવાયકા જણાવે છે: કે, આ ડુંગરમાં એક ઉંદરે દર કોતર્યો, અને તે દરમાંથી નીકળેલા નિર્મળ પાણી એ કોલક નદીને જન્મ આપ્યો છે. આ પાણી, ડુંગરની કોતરોમાંથી વહેતું, નીચે ઉતરીને એક વિશાળ નદીનું રૂપ ધારણ કરે ...
દમણમાં યોજાઈ સેલ્યુટ તિરંગાની બેઠક: કાશ્મીર, થાઈલેન્ડમાં યોજાનાર તિરંગા યાત્રા અને અન્ય મહત્વના કાર્યક્રમો અંગે રાષ્ટ્રીય અધ્યક્ષે પદાધિકારીઓને આપી મહત્વની જાણકારી 

દમણમાં યોજાઈ સેલ્યુટ તિરંગાની બેઠક: કાશ્મીર, થાઈલેન્ડમાં યોજાનાર તિરંગા યાત્રા અને અન્ય મહત્વના કાર્યક્રમો અંગે રાષ્ટ્રીય અધ્યક્ષે પદાધિકારીઓને આપી મહત્વની જાણકારી 

Gujarat, National, News
સેલ્યુટ તિરંગા (રાષ્ટ્રવાદી સંગઠન) દમણ અને દિવ દાદરા નગર હવેલી પ્રદેશ દ્વારા દમણની હોટેલ ઝાઝીરા ખાતે એક મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના 28 રાજ્યો અને 20 દેશોમાં રાષ્ટ્રવાદનો ધ્વજ લહેરાવનાર આ સંગઠનની આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રકુમાર ઝા અને રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ-દીવ અને યુકેના પ્રભારી ઉત્તમભાઈ પટેલે હાજરી આપી હતી. બેઠકમાં દમણ, વાપી, દાદરા નગર હવેલી અને વલસાડના મુખ્ય પદાધિકારીઓએ ભાગ લીધો હતો. જેઓ સમક્ષ આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. બિન-રાજકીય સંગઠન સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રકુમાર ઝાએ બેઠકમાં સેલ્યુટ તિરંગાના આગામી કાર્યક્રમોની વિગતો રજૂ કરી. તેમણે જણાવ્યું કે, સંગઠન આગામી દિવસોમાં મહત્વના કાર્યક્રમોનું આયોજન કરશે: 1, કાશ્મીર તિરંગા યાત્રા: દેશના હૃદય કાશ્મીરથી શરૂ થતી આ યાત...
મુંબઈ એરપોર્ટ પર ‘પાસપોર્ટ નટવરલાલ’ ઝડપાયો: દીવ-દમણનો રહેવાસી બતાવી નકલી ઓળખના આધારે પાસપોર્ટ બનાવી પોર્ટુગલની અને યુકેની નાગરિકતા મેળવી…!

મુંબઈ એરપોર્ટ પર ‘પાસપોર્ટ નટવરલાલ’ ઝડપાયો: દીવ-દમણનો રહેવાસી બતાવી નકલી ઓળખના આધારે પાસપોર્ટ બનાવી પોર્ટુગલની અને યુકેની નાગરિકતા મેળવી…!

Gujarat, National, News, Science & Technology
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક નિયમિત તપાસે એક આંતરરાષ્ટ્રીય છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સોમવારે લંડનથી આવેલા 37 વર્ષના સમીર મામોડિયા નામના એક શખ્સને મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો. લુકઆઉટ એલર્ટને કારણે તેની અટકાયત કરવામાં આવી, અને ત્યાર બાદ જે ખુલાસા થયા, તેણે સૌને ચોંકાવી દીધા. આ શખ્સનું અસલ નામ સમીર લાખાણી છે, અને તે ભૂતપૂર્વ ભારતીય નાગરિક છે. તેણે નકલી પાસપોર્ટ, ખોટા કૌટુંબિક સંબંધો અને અનેક ઉપનામોનો ઉપયોગ કરીને પોર્ટુગલ અને યુનાઇટેડ કિંગડમ એમ બે યુરોપિયન દેશોની નાગરિકતા મેળવી હતી. 2015 થી તે આ બનાવટી ઓળખનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરતો હતો, અને કોઈને તેની ભાળ સુદ્ધાં નહોતી! અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાખાણીનું આ કૌભાંડ 2008માં શરૂ થયું હતું. જ્યારે તેને તેના અસલ ભારતીય પાસપોર્ટ પર યુકેનો વિઝા ન મળ્યો, ત્યારે તેણે 2015 મ...
દર વર્ષે સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ થતો વલસાડ જિલ્લાનો વિકાસ આ વર્ષે પણ અનેક કોઝવે મારફતે વરસાદી પાણીમાં ડૂબકીઓ મારી રહ્યો છે, સંપર્ક વિહોણા બનતા ગ્રામ્ય વિસ્તારો બ્રેકીંગ ન્યૂઝ આઈટમ? 

દર વર્ષે સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ થતો વલસાડ જિલ્લાનો વિકાસ આ વર્ષે પણ અનેક કોઝવે મારફતે વરસાદી પાણીમાં ડૂબકીઓ મારી રહ્યો છે, સંપર્ક વિહોણા બનતા ગ્રામ્ય વિસ્તારો બ્રેકીંગ ન્યૂઝ આઈટમ? 

Gujarat, National, News
વલસાડનો "વિકાસ": ચોમાસાની ચોપડીમાં ડૂબેલો ડ્રામાં! નમસ્કાર, દર્શક મિત્રો! સ્વાગત છે વલસાડના વાર્ષિક "વિકાસ ફિલ્મ ફેસ્ટિવલ"માં, જ્યાં દર ચોમાસે એક જ સ્ક્રિપ્ટ રિપીટ થાય છે—કોઝવે ડૂબે, ગામલોકો લાચાર, નેતાઓના વચનોના વાદળો, અને મીડિયાનું "બ્રેકિંગ ન્યૂઝ"નું બજાર! વરસાદનું ઝરમર ઝરમર હોય કે ધોધમાર, વલસાડ જિલ્લો ફરી એકવાર "વિકાસ"ના નામે પાણીમાં ગોથાં ખાઈ રહ્યો છે. ચાલો, આ ટ્રેન્ડિંગ ટ્રેજેડીનું ટ્રેલર જોઈએ, પણ થોડા વ્યંગના મસાલા સાથે! કોઝવેનો "વોટર પાર્ક" અવતાર..... ફલાણા-ઢીકણા ગામનો કોઝવે ફરી એકવાર પાણીમાં ડૂબીને "વલસાડનું નવું વોટરફ્રન્ટ" બની ગયો છે. બંને બાજુ વાહનોની લાઈન, રમેશભાઈ-સુશીલાબેન જેવા ગામલોકો લાચારીના લેન્સમાંથી પાણી તરફ નજર નાખે છે. બાળકો શાળાએ નથી જઈ શકતા, દવાખાનું પાણીની પેલે પાર, અને કામધંધો? એ તો "વિકાસ"ની જેમ પાણીમાં ગરક! મીડિયા રિપોર્ટર/એન્કર દોડી આવે, માઈક લઈ બોલ...