કોલવેરા-કોલક પાર્ટ-4: હિલ સ્ટેશન તરીકે ગુજરાતનું ગૌરવ બની રહેલા કોલવેરાની ટોચ સુધીનો સાંકડો માર્ગ પ્રવાસીઓ માટે જોખમી મોતનો માર્ગ
પ્રવાસીઓની એક ભૂલ આ Hill Station બની શકે છે Hell Station...!
ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું કોલવેરા હિલ સ્ટેશન પોતાની નૈસર્ગિક સુંદરતા અને શિમલા-મનાલી જેવા રમણીય અનુભવને કારણે પ્રવાસીઓનું આકર્ષણ બની રહ્યું છે. કોલક નદીના ઉદ્ગમ સ્થાન તરીકે પણ ઓળખાતો આ ડુંગર ચોમાસા દરમિયાન વાદળોની વચ્ચે ખોવાયેલો દેખાય છે, જ્યાં ઝરણાંઓ, લીલીછમ હરિયાળી અને દૂર સુધી ફેલાયેલા નયનરમ્ય નજારાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. ગુજરાતના પ્રવાસન વિભાગ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સ્થળને રાજ્યનું ગૌરવ બનાવવા નોંધપાત્ર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ, આ સ્વર્ગીય સ્થળ સુધી પહોંચવાનો માર્ગ પ્રવાસીઓ માટે જોખમનું કારણ બની રહ્યો છે.
વિકાસની પહેલ અને સાંકડો માર્ગ...
કોલવેરા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે વહીવટી તંત્ર દ્વારા 80 લાખ રૂપિયાના ખર્ચે પાકો ડામર રોડ બનાવવામાં આવ્યો છે. આ ઉપળાંત, પીવાના ...









