
સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ પ્રિ-પ્રાઈમરી શાળામાં ‘Father’s day’ની ઉજવણી કરાઈ
સરીગામ ખાતે આવેલ શ્રીમતી.શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ પ્રિ-પ્રાઇમરી શાળામાં તારીખ ૧૪/૦૬/૨૫ ના દિને 'Father's day' ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ 'Father's day' માં પ્રિ-પ્રાઈમરીના જુનિયર કે.જી. તથા સિનીયર કે.જી.ના બાળકોને તેમના જીવનમાં પિતાનું મહત્વ અને તેમની ભૂમિકાઓ તથા જવાબદારીઓનું કેટલું મહત્વ છે તેની સમજ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં બાળકોના પિતાને સ્ટ્રેચિંગ,યોગા કવિતાઓ ગાવામાં આવી તેમજ બાળકો અને તેમના પિતા વચ્ચે વિવિધ મનોરંજક રમતો પણ રમાડવામાં આવી અને બાળકો દ્વારા કલાત્મક નૃત્યનું આયોજન કરાવામાં આવ્યુ.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાતઃ વંદનાથી કરવામાં આવી. આ કાર્યક્રમને આયોજન,યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડનાર શાળાના ટ્રસ્ટીશ્રી વસંતભાઈ ગજેરા, શ્રી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરા તથા પ્રિ-પ્રાઈમરી શાળાના આચાર્યા શ્રીમ...