NHRCનું સખ્ત પગલું: દીકરીના મૃત્યુ બાદ પિતા પાસેથી એમ્બ્યુલન્સ ડ્રાઇવરથી લઈને સ્મશાનકર્મી સુધી સૌએ માગી લાંચ, કર્ણાટક સરકારને બે અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ
બેંગલુરુ: ભ્રષ્ટાચારની ચરમસીમા! મૃત દીકરીને અંતિમ વિદાય આપવા ગયેલા પિતાને દરેક પગલે ચૂકવવી પડી લાંચ
બેંગલુરુમાં (Bengaluru) એક ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક 64 વર્ષીય શોકમગ્ન પિતાને પોતાની એકમાત્ર દીકરીના મૃત્યુ બાદ અંતિમ સંસ્કારની વિધિઓ પૂરી કરવા માટે એમ્બ્યુલન્સ ડ્રાઇવર, પોલીસ, સ્મશાનગૃહના સ્ટાફ અને સિવિક અધિકારીઓ સહિત લગભગ દરેક જગ્યાએ લાંચ ચૂકવવાની ફરજ પડી હતી. આ સમગ્ર મામલો મીડિયામાં આવ્યા બાદ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC), ઇન્ડિયાએ તેની suo motu cognizance (પોતાની મેળે નોંધ) લીધી છે.
રિપોર્ટ અનુસાર, આ મહિલા, જે IIT મદ્રાસ અને IIM અમદાવાદની સ્નાતક હતી અને શહેરમાં નોકરી કરતી હતી, તેનું 18 સપ્ટેમ્બર 2025ના રોજ બ્રેઈન હેમરેજથી દુઃખદ અવસાન થયું હતું. દીકરીના અવસાન બાદ પિતાએ એમ્બ્યુલન્સ બોલાવી, ત્યારે ડ્રાઇવરે સેવા માટે વધારે પૈસા (Over-charged) માગ્ય...









