Wednesday, February 18News That You Want to Read

Author: aurangatimes

રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રીય રમત ગમત દિવસ’ની ઉજવણી, વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રીય રમત ગમત દિવસ’ની ઉજવણી, વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

Gujarat
વાપી: રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી, વાપી ખાતે મેજર ધ્યાનચંદના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા "રાષ્ટ્રીય રમત ગમત દિવસ કાર્યક્રમ"નું સમાપન કરવામાં આવ્યું હતું. તારીખ 29/08/2025 થી 31/08/2024 દરમિયાન આયોજિત વિવિધ રમતોમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કબડ્ડી, ચેસ અને સ્લો સાયકલિંગ જેવી રમતોમાં ભાગ લેનાર ભાઈઓ અને બહેનોને તેમની ઉત્કૃષ્ટ રમત માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં યુનિવર્સિટીના ટ્રસ્ટી રાકેશ પતવારી, પ્રોવોસ્ટ, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર, મેનેજમેન્ટ વિભાગના ડીન, એન. એસ. એસ. કાર્યક્રમ અધિકારી અને સંયોજક, શારીરિક શિક્ષણના અધ્યાપક, તેમજ અન્ય શૈક્ષણિક કર્મચારીઓના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને પ્રોત્સાહન વધાર...
લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ESIC હોસ્પિટલ ડેવલપમેન્ટ કમિટીમાં તેમના પ્રતિનિધિ તરીકે ધ્રુવિન દિનેશભાઈ પટેલની નિમણૂક કરી

લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ESIC હોસ્પિટલ ડેવલપમેન્ટ કમિટીમાં તેમના પ્રતિનિધિ તરીકે ધ્રુવિન દિનેશભાઈ પટેલની નિમણૂક કરી

Gujarat, National
વાપી: લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ESIC હોસ્પિટલ, વાપીની હોસ્પિટલ ડેવલપમેન્ટ કમિટી (HDC)માં તેમના પ્રતિનિધિ તરીકે ધ્રુવિન દિનેશભાઈ પટેલની નિમણૂક કરી છે. આ નિમણૂક અંગે કોર્પોરેશનના ડાયરેક્ટર જનરલને પત્ર લખીને સાંસદે ધ્રુવિન પટેલની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાંસદે જણાવ્યું કે ધ્રુવિન પટેલ કમિટીમાં તેમના કાર્યાલયનું અસરકારક પ્રતિનિધિત્વ કરશે. હોસ્પિટલ ડેવલપમેન્ટ કમિટી હોસ્પિટલના વિકાસ, સુવિધાઓ અને આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નિમણૂકથી ઈ.એસ.આઈ.સી. યોજનાના લાભાર્થી કર્મચારીઓ અને તેમના પરિવારોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળી શકશે. સાંસદએ ઉમેર્યું કે, "મને ધ્રુવિન દિનેશભાઈ પટેલની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને મને વિશ્વાસ છે કે તેઓ કમિટીમાં મારા કાર્યાલયનું અસરકારક પ્રતિનિધિત્વ કરશે." આ નિમણૂકને વલસ...
ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ પારડીમાં ₹ 3 કરોડના ખર્ચે બનનારી નવી DGVCL કચેરીનું ખાતમુહૂર્ત કર્યું

ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ પારડીમાં ₹ 3 કરોડના ખર્ચે બનનારી નવી DGVCL કચેરીનું ખાતમુહૂર્ત કર્યું

Gujarat, National
વલસાડ: તા. 30 ઓગસ્ટ :- ગુજરાતના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડી ખાતે રૂ. 3 કરોડના ખર્ચે નવીન પારડી સિટી અને ગ્રામ્ય ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ અદ્યતન કચેરીઓના નિર્માણથી પારડી તાલુકાના 42,000થી વધુ વીજ ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સેવાઓ મળશે. આ પ્રસંગે, મંત્રીએ પારડી નગરપાલિકા વિસ્તારમાં 11 કેવી રિંગ મેઈન યુનિટ (RMU)નું લોકાર્પણ પણ કર્યું હતું, જે આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત સોલાર ઊર્જામાં અગ્રેસર મંત્રી કનુભાઈએ જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની સમસ્યા સામે લડવા માટે ગુજરાત સોલાર ઊર્જાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત, પવન અને હાઈડ્રો ઊર્જાના ઉત્પાદનમાં પણ ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે. વીજળી ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ 24 કલાક વીજળી: મંત્રીશ્રીએ ગુજરાતમાં 24 કલાક વીજળી પૂરી પાડવાન...
વલસાડમાં કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા સંકલન બેઠક: પદાધિકારીઓ અને અધિકારીઓએ જનહિતના પ્રશ્નોની કરી ચર્ચા

વલસાડમાં કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા સંકલન બેઠક: પદાધિકારીઓ અને અધિકારીઓએ જનહિતના પ્રશ્નોની કરી ચર્ચા

Gujarat
વલસાડ: વલસાડ જિલ્લાના કલેક્ટર ભવ્ય વર્માના નેતૃત્વ હેઠળ શનિવારે 30મી ઓગસ્ટના કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પ્રથમ તબક્કામાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે તાલુકામાં ઓરડાઓની ઘટ અને ગ્રામ પંચાયત ભવનના નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સમગ્ર શિક્ષા, ગાંધીનગરને દરખાસ્ત મોકલી હોવાનું જણાવ્યું હતું. જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ 10 નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ માટે વહીવટી મંજૂરી અપાઈ હોવાની માહિતી આપી હતી. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે બીલપુડી ગામના 7/12ના ઉતારામાં થયેલી ભૂલો સુધારવા રજૂઆત કરી, જેના પર જમીન દફતર અધિકારીએ જરૂરી સુધારાની કાર્યવાહી કરવાની...
ગણેશ મહોત્સવમાં શિવાજીના ઈતિહાસ અને આધુનિક AIનો અનોખો સંગમ: ધરમપુરના દસોંદી ફળિયામાં ‘બોલતા ગણપતિ’નું સ્થાપન

ગણેશ મહોત્સવમાં શિવાજીના ઈતિહાસ અને આધુનિક AIનો અનોખો સંગમ: ધરમપુરના દસોંદી ફળિયામાં ‘બોલતા ગણપતિ’નું સ્થાપન

Gujarat, National, News
ધરમપુર, દસોંદી ફળિયું: ધરમપુરના દસોંદી ફળિયામાં આ વર્ષે ગણેશોત્સવ પરંપરા અને આધુનિકતાના અનોખા સંગમ સાથે ઉજવાઈ રહ્યો છે. યુવા શક્તિ યુવક મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક કિલ્લાની થીમ પર ભવ્ય સજાવટ કરવામાં આવી છે. આ સાથે, ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ગણપતિ બન્યા છે, જે ભક્તો સાથે વાતચીત કરી તેમને ધાર્મિક માર્ગદર્શન અને આશીર્વાદ આપે છે. 76 વર્ષથી અકબંધ પરંપરા: દસોંદી ફળિયાનો ગણેશ ઉત્સવ છેલ્લા 76 વર્ષથી પોતાની આગવી પરંપરા જાળવી રહ્યો છે. ગણપતિદાદાની માટીની મૂર્તિ દહાણુના એક જ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. ચતુર્થીના દિવસે વહેલી સવારે ભજનો સાથે મૂર્તિને આખા ફળિયામાં ફેરવીને ત્યારબાદ મંદિર ખાતે સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે. AI ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર: આ વર્ષે શિવાજી મહારાજના શૌર્ય અને પરાક્રમને ઉજાગર કરતી કિલ્લાની...
દેશમાં કોંગ્રેસનું શાસન ગયું ને ભાજપનું શાસન આવ્યું પણ! ખેતરોમાં કોંગ્રેસીયા ઘાસનો વિકાસ અડીખમ ખેડૂતોએ કહ્યું: હવે, ઘાસને ‘ભાજપીયું’ નામ આપીએ તો નાશ થાય?

દેશમાં કોંગ્રેસનું શાસન ગયું ને ભાજપનું શાસન આવ્યું પણ! ખેતરોમાં કોંગ્રેસીયા ઘાસનો વિકાસ અડીખમ ખેડૂતોએ કહ્યું: હવે, ઘાસને ‘ભાજપીયું’ નામ આપીએ તો નાશ થાય?

Gujarat, National
જ્યારે કોંગ્રેસ હતી ત્યારે 'કોંગ્રેસીયું', હવે ભાજપ છે તો 'ભાજપીયું' કહેવાય? - દેશમાં 'ઘાસ' અને 'શાસન' બંને કાયમી સમસ્યા! અહીં આપેલા ફોટોગ્રાફ્સમાં જે ઘાસ દેખાય છે, તેને ગુજરાતી ખેડૂતોમાં સામાન્ય રીતે કોંગ્રેસીયું કે ગાદરિયું તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે આ ઘાસનું નામ Parthenium hysterophorus છે અને તેને ગાજર ઘાસ અથવા કોંગ્રેસ ઘાસ પણ કહેવાય છે. આ ઘાસ મૂળભૂત રીતે મેક્સિકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોનું વતની છે. ભારતમાં તે 1950ના દાયકામાં ઘઉંની આયાત સાથે આકસ્મિક રીતે પ્રવેશ્યું હોવાનું મનાય છે. ત્યારથી, તે સમગ્ર દેશમાં ઝડપથી ફેલાયું છે અને એક મુખ્ય સમસ્યા બની ગયું છે. ખેડૂતો માટે માથાનો દુઃખાવો! 'કોંગ્રેસીયું' ઘાસ જે પાક અને જમીન બંનેનો કરે છે સફાયો! આ ઘાસ ખેડૂતો માટે શા માટે આટલું નુકસાનકારક છે? 1. પાક ઉત્પાદનમાં ઘટાડો: આ ઘાસ ખૂબ ઝડપથી વધે છે ...
ડુંગરા પોલીસે 997 ગ્રામ ગાંજા સાથે 3 ઈસમોને ઝડપ્યા; કુલ રૂ. 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત

ડુંગરા પોલીસે 997 ગ્રામ ગાંજા સાથે 3 ઈસમોને ઝડપ્યા; કુલ રૂ. 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat
ડુંગરા, વાપી: ડુંગરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે, જેમાં છીરી ખાતેથી ગેરકાયદેસર ગાંજાના મોટા જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કામગીરી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ મુકેશકુમાર ઇન્દ્રદેવ મુખીયા, રાહુલકુમાર દલજીતરામ પ્રસાદ, અને ધર્મેન્દ્રકુમાર દશરથ મહતો તરીકે થઈ છે, જે ત્રણેય દમણના રહેવાસી છે. આ ત્રણેય આરોપીઓ છીરી-કોપરલી રોડ પર બજાજ પલ્સર મોટરસાયકલ પર હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 1,14,470/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 997 ગ્રામ ગાંજાનો જથ્થો (કિંમત રૂ. 9,970/-), એક બજાજ પલ્સર મોટરસાયકલ (કિંમત રૂ. 80,000/-), ત્રણ મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000/-) અને રોકડ રૂ. 9,500/-નો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ NDPS Act, 1985 ની કલમ 8(c), 20(b)(ii)(A), અને 29 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ...
मुंबई-अहमदाबाद बुलेट ट्रेन परियोजना ने पकड़ी रफ्तार, गुजरात में 17 नदियों पर पुल का निर्माण पूरा

मुंबई-अहमदाबाद बुलेट ट्रेन परियोजना ने पकड़ी रफ्तार, गुजरात में 17 नदियों पर पुल का निर्माण पूरा

Gujarat, National, Science & Technology
मुंबई-अहमदाबाद: भारत की पहली हाई-स्पीड रेल परियोजना, मुंबई-अहमदाबाद बुलेट ट्रेन, ने अपनी निर्माण गतिविधियों में महत्वपूर्ण प्रगति हासिल की है। 27 अगस्त, 2025 तक की स्थिति के अनुसार, परियोजना का कार्य तेजी से चल रहा है, खासकर गुजरात में, जहाँ कई महत्वपूर्ण मील के पत्थर हासिल किए गए हैं। मुख्य प्रगति की जानकारी: कुल कॉरिडोर और स्टेशन: 508 किलोमीटर लंबे इस कॉरिडोर में 12 थीम-आधारित स्टेशन (गुजरात में 8 और महाराष्ट्र में 4) शामिल हैं। आधारभूत संरचना: परियोजना के लिए 317 किलोमीटर का वायडक्ट (उन्नत ट्रैक) और 396 किलोमीटर के पियर का निर्माण पूरा हो चुका है। सबसे बड़ी उपलब्धि यह है कि गुजरात में 17 नदियों पर पुलों का निर्माण पूरा कर लिया गया है, जिनमें पार, पूर्णा, मिन्धोला, अम्बिका और दमन गंगा जैसी प्रमुख नदियाँ शामिल हैं। ट्रैक और शोर नियंत्रण: गुजरात में 198 किलोमीटर का ट्रैक बेड बनकर...
વાપીમાં વેરા વસૂલાતનું અભિયાન તેજ: લાખોનો ટેક્સ વસૂલાયો, બે મિલકતો સીલ

વાપીમાં વેરા વસૂલાતનું અભિયાન તેજ: લાખોનો ટેક્સ વસૂલાયો, બે મિલકતો સીલ

Gujarat
વાપી મહાનગરપાલિકાએ શહેરના વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જે વેપારીઓએ હજુ સુધી પ્રોપર્ટી ટેક્સ અને અન્ય લાયસન્સ નથી લીધા, તેમના માટે હવે મુશ્કેલી વધી શકે છે. વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગુમાસ્તાધારા લાયસન્સ, પ્રોફેશનલ ટેક્સ અને પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવાનો છે. નાયબ કમિશનર અશ્વિન પાઠકના નેતૃત્વમાં, ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ ઠક્કર અને ટેક્સ ઈન્સ્પેક્ટર દિપક ચભાડિયાની ટીમે ચલા વિસ્તારમાં આવેલા સેન્ટર બજાર કોમ્પ્લેક્સમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, જાણીતી કંપનીના શોરૂમ, એક સિનેમા અને ગેમ ઝોનના સંચાલકોને ગુમાસ્તાધારા લાયસન્સ વિના ધંધો કરતા પકડી પાડવામાં આવ્યા હતા. ટીમે તાત્કાલિક તેમને નોંધણી કરાવવા માટે તાકીદ કરી. આ ઉપરાંત, લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ન ભરવાને કારણે કોમ્પ્લે...
વલસાડ: ભીલાડમાંથી NDPS એક્ટ હેઠળ એક આરોપી ઝડપાયો, 1.043 કિલો ગાંજો જપ્ત

વલસાડ: ભીલાડમાંથી NDPS એક્ટ હેઠળ એક આરોપી ઝડપાયો, 1.043 કિલો ગાંજો જપ્ત

Gujarat
વલસાડ: સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG), વલસાડને ગાંજાના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી કરતા વ્યક્તિઓને પકડવામાં મોટી સફળતા મળી છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક, સુરત રેન્જ, પ્રેમ વીર સિંહ અને વલસાડના પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ, SOG વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર એ. યુ. રોઝની ટીમે ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, સરીગામ, પટેલ નગરના નાકા પાસે, મહેરૂફ મલીકના ભંગારના ગોડાઉન નજીકથી પોલીસે રાહુલ ઉર્ફે કાલી બાબુભાઈ મલકાજી કાંબલે (ઉંમર 33) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી રાહુલ ઉર્ફે કાલીની બજાજ ઓટો રિક્ષા (GJ 15 TT 0701) ની તપાસ કરતા, તેની બેગમાંથી 1.043 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹ 10,430 છે. આ ઉપરાંત, પોલીસે ₹ 30,000 ની ઓટો ...