Wednesday, February 18News That You Want to Read

Author: Meroo Gadhvi

વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજનો PGDMLT ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજનો PGDMLT ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

Gujarat, National
વાપીના ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી, પી.જી.ડી.એમ.એલ.ટી.ના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2024-25 માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં સૌથી વઘુ ગુણ મેળવી કોલેજનું ગૌરવ વઘાર્યુ છે. જેમાં પ્રથમ ક્રમે આવનાર વિધાર્થીઓમાં (1) પ્રજાપતિ પ્રિયંકા ભુપેન્દ્ર ના 8.15 (SGPA), (2) ખાન દાનીય મજબર રહેમાન ના  7.92 (SGPA),  (3) સોલંકી મહિમા કિરણભાઈના  7.92 (SGPA) પ્રાપ્ત કરી  કોલેજના ટોપર  બની ગૌરવ વઘાર્યુ છે. આમ, કોલેજનું નામ રોશન કરવા બદલ્ આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે  વિઘાર્થીઓને અભિનંદન આપી ભવિષ્યમાં પણ ઉચ્ચ સિદ્ધિ હાસંલ કરવા શુભેચ્છા પાઠવી હતી....
केंद्रीय पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय ने World Environment Day 2025 – ‘One Nation, One Mission: End Plastic Pollution’ अभियान की शुरुआत की, क्या! वापी GIDC औद्योगिक इकाइयों में हो रही है नियमों की अनदेखी?

केंद्रीय पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय ने World Environment Day 2025 – ‘One Nation, One Mission: End Plastic Pollution’ अभियान की शुरुआत की, क्या! वापी GIDC औद्योगिक इकाइयों में हो रही है नियमों की अनदेखी?

Gujarat, National
केंद्रीय पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय ने विश्व पर्यावरण दिवस 2025 के उपलक्ष्य में ‘One Nation, One Mission: End Plastic Pollution’ अभियान की शुरुआत की है। यह अभियान मिशन लाइफ (पर्यावरण के लिए जीवन शैली) के साथ संरेखित है और प्लास्टिक प्रदूषण के खिलाफ देशव्यापी जन-आंदोलन को बढ़ावा देता है। केंद्रीय पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव ने आज इस अभियान का शुभारंभ किया। अपने सोशल मीडिया प्लेटफॉर्म के माध्यम से एक प्रेरक वीडियो जारी करते हुए उन्होंने सभी नागरिकों से प्लास्टिक प्रदूषण को समाप्त करने के लिए टिकाऊ जीवन शैली अपनाने और जागरूकता से लेकर सामूहिक कार्रवाई की दिशा में कदम उठाने का आह्वान किया।  मंत्री भूपेंद्र यादव ने सोशल मीडिया प्लेटफॉर्म X पे जारी किया हुआ वीडियो..... विश्व पर्यावरण दिवस, जो हर साल 5 जून को मनाया जाता है, इस बार '‘Say No to Single...
વલસાડ જિલ્લામાં તારીખ 21 થી 27 મેં સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

વલસાડ જિલ્લામાં તારીખ 21 થી 27 મેં સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

Gujarat, National
ભારત સરકારના મૌસમ વિજ્ઞાન વિભાગ, અમદાવાદ દ્વારા કમોસમી વરસાદની તા. 21 થી 27 મે 2025 સુધી આગાહી કરવામાં આવી છે. જે મુજબ માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે.  વલસાડ નિવાસી અધિક કલેકટરએ પણ કમોસમી આગાહીને પગલે જિલ્લામાં ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ જગ્યાએ વરસાદના કારણે નુકસાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા અને આ અંગે તકેદારીના પગલા લેવા જણાવ્યું છે. જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવાયુ છે કે, વલસાડ સહિતના આસપાસના જિલ્લામાં ગાજવીજ સાથે છુટાછવાયા સ્થળોએ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય વીજળીના કડાકા સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે....
वापी की प्रिया मीना बनी IFS, वापी और राजस्थानी समाज का नाम रोशन किया

वापी की प्रिया मीना बनी IFS, वापी और राजस्थानी समाज का नाम रोशन किया

Gujarat, National
वापी चला के चंद्र लोक सोसाइटी की निवासी व श्री स्वामी नारायण गुरुकुल चला की छात्रा रही प्रिया मीना ने भारतीय सिविल सर्विसेज की परीक्षा उत्तीर्ण कर भारतीय वन सेवा की अधिकारी बनने का गौरव प्राप्त किया है। प्रिया के पिता ठंडी लाल मीणा कस्टम विभाग में सहायक आयुक्त है व मां गृहणी है। श्री स्वामी नारायण गुरुकुल से विज्ञान संकाय में 12वी तक की पढ़ाई पूरी करने के बाद प्रिया ने सरदार पटेल राष्ट्रीय प्रौद्योगिकी संस्थान से बी-टेक करने के बाद दिल्ली में रहकर UPSC परीक्षा की तैयारी शुरू की और अपनी लगन और मेहनत के बल पर यह मुकाम हासिल कर वापी को गौरवान्वित किया है। राजस्थानी मूल सवाई माधोपुर जिले के सुंदरी गांव की प्रिया की सफलता पर राजस्थानी समाज के लोगों ने प्रसन्नता व्यक्त की है।...
વાપી મહાનગરપાલિકા દ્વારા બલિઠામાં 35 અને મોરાઈમાં 15 ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્યાં, મનપા કમિશ્નરે આપી વિગતો

વાપી મહાનગરપાલિકા દ્વારા બલિઠામાં 35 અને મોરાઈમાં 15 ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્યાં, મનપા કમિશ્નરે આપી વિગતો

Gujarat, National
વાપી મહાનગરપાલિકાની ટીમ દ્વારા બલિઠા અને મોરાઈમાં ધમધમતા ગેરકાયદેસરના ભંગારના ગોડાઉનને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા બલિઠા, મોરાઈ, છીરી, છરવાડા, ડુંગરા, કરવડ અને ચણોદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન બનાવી ભંગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ભંગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે, મનપાની આ  કાર્યવાહી અંગે કમિશ્નર યોગેશ ચૌધરીએ મહત્વની વિગતો આપી હતી. વાપી મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે, અર્બન વિસ્તારમાં ભંગારના ગોડાઉનને કારણે ઘણી બધી તકલીફો થાય છે. જે હેલ્થ માટે ખૂબ જ મોટો ખતરો છે. તેમજ આગના અનેક બનાવો અવારનવાર બની રહ્યા છે. જેમાં લોકોના જાનમાલની નુકસાની થાય છે. આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બે મહિનાથી ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં જ્યાં પણ ભંગારના ગોડાઉન છે તેમાં જેની પાસે સેફટીના સાધનો, ફાયરની NOC, GPCBની પરવાનગી નથી તે તમામને નોટિસ આપી હતી. ગોડાઉન માલિકોને ગોડાઉન ખાલી કરવા...
વલસાડ પોલીસે 164 હથિયાર પરવાના રદ/મોકૂફ કર્યા, 19 ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પણ સામેલ

વલસાડ પોલીસે 164 હથિયાર પરવાના રદ/મોકૂફ કર્યા, 19 ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પણ સામેલ

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની સૂચનામાં મોટી કાર્યવાહી કરી. પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની આગેવાનીમાં 164 હથિયાર પરવાના રદ અને મોકૂફ કરાયા. પોલીસે હથિયાર પરવાના ધારકોની ચકાસણી કરી, લાઇસન્સ રિન્યુ ન કરનાર અને બે પરવાના ધરાવનારની યાદી બનાવી. ICJS અને ઇ-ગુજકોપ દ્વારા ગુનાહિત ઇતિહાસ તપાસી, 139 પરવાના રદ, 11 મોકૂફ અને 14 ઇસમોના એક-એક પરવાના રદ કરાયા. આ 164 પરવાનામાં 19 ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામેલ. દોઢ વર્ષમાં જિલ્લા વહીવટ સાથે સંકલનથી આ કામગીરી પૂર્ણ થઈ, જાહેર સુરક્ષા મજબૂત બની....
Operation Olivia : ICG (Indian Coast Guard) એ ઓડિશા કિનારે 6.98 લાખથી વધુ Olive Ridley કાચબાઓને બચાવ્યા

Operation Olivia : ICG (Indian Coast Guard) એ ઓડિશા કિનારે 6.98 લાખથી વધુ Olive Ridley કાચબાઓને બચાવ્યા

Gujarat, National
દરિયાઈ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના વાર્ષિક મિશન 'ઓપરેશન ઓલિવિયા' દ્વારા ફેબ્રુઆરી 2025 દરમિયાન ઓડિશામાં રુષિકુલ્યા નદીના મુખમાં 6.98 લાખથી વધુ ઓલિવ રિડલી કાચબાઓના માળાને સુરક્ષિત રાખવામાં મદદ મળી છે. નવેમ્બર થી મે દરમિયાન વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવતું ઓપરેશન ઓલિવિયા, ICGની એક મુખ્ય પહેલ છે. જેનો હેતુ ઓલિવ રિડલી કાચબાઓ માટે, ખાસ કરીને ગહીરમાથા બીચ અને ઓડિશાના આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સલામત માળાના સ્થળો સુનિશ્ચિત કરવાનો છે. જ્યાં દર વર્ષે આઠ લાખથી વધુ કાચબાઓ મુલાકાત લે છે. ઓડિશામાં રુષિકુલ્યા નદીના મુખ પર રેકોર્ડ સામૂહિક માળાઓ બનાવવાનું કાર્ય ICG દ્વારા સખત પેટ્રોલિંગ, હવાઈ દેખરેખ અને સમુદાય જોડાણ દ્વારા લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ માટેના સતત પ્રયાસોનો પુરાવો છે. ઓપરેશન ઓલિવિયાની શરૂઆતથી ICG એ 5,387થી વધુ સપાટી પેટ્રોલિંગ ફ્લાઇટ્સ અને 1,768 હવાઈ...
વાપીમાં VTA દ્વારા આયોજિત ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ-8 નું સમાપન, ફાઇનલમાં J K Safe બની Winner ટીમ

વાપીમાં VTA દ્વારા આયોજિત ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ-8 નું સમાપન, ફાઇનલમાં J K Safe બની Winner ટીમ

Gujarat, National
વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA)  દ્વારા વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ- 8- 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે ફાઇનલ મેચ હતી. ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં વિનર ટીમ અને રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી, પ્રાઈઝ આપવામાં આવ્યાં હતાં. વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર, કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય, વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદેશથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 8 - 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. રવિવારે કચ્છ શક્તિ અને જે. કે. સેફ લોજિસટીક્સ ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં જે. કે. સેફ લોજિસ્ટિક વિજેતા ટીમ બની હતી. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ ભરત ઠક્કરે ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્પોન્સર્સ, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું ...

સંસ્કાર વિદ્યાપીઠ ખાતે સ્વ. શ્રીમતી નિર્મલા દેવી હનુમાન પ્રસાદ શર્માની ચતુર્થ પુણ્ય સ્મૃતિમાં વૃક્ષારોપણ સાથે નિર્મલા ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

Gujarat, National
સ્વર્ગીય શ્રીમતી નિર્મલા દેવી હનુમાન પ્રસાદ શર્માની ચતુર્થ પુણ્ય સ્મૃતિમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ સરક્ષણ અભિયાન ચલાવતા વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15, વલસાડ જિલ્લા અને મંજુ દાયમાં મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર વિદ્યાપીઠ, રામવાડી છરવાડા, વાપી ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત તમામે વૃક્ષારોપણ કરી સ્વ. શ્રીમતી નિર્મલા દેવીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે બી. કે. દાયમાં અને અરવિંદ પાલિવાલે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન નિર્મલા દેવીનું નિધન થયું હતું. જે બાદ તેમની પ્રથમ પુણ્યતિથિથી વૃક્ષારોપણના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે અલગ અલગ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવે છે. નિર્મલા ઉદ્યાન પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત અહીંની શાળામાં આ ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યું છે. જેને નિર્મલા ઉદ્યાન નામ આપવામાં આવ્યું...
વર્ષ 2004માં ઉમરગામના નારગોલમાં સાગરિતો સાથે મળી હત્યા કર્યા બાદ નાસતા ફરતા વોન્ટેડ આરોપીને LCB ની ટીમે 21 વર્ષે સુરતથી ઝડપ્યો

વર્ષ 2004માં ઉમરગામના નારગોલમાં સાગરિતો સાથે મળી હત્યા કર્યા બાદ નાસતા ફરતા વોન્ટેડ આરોપીને LCB ની ટીમે 21 વર્ષે સુરતથી ઝડપ્યો

Gujarat, National
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. 21 વર્ષથી ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપી લક્ષ્મીશંકર રામસુરત યાદવ (ઉંમર 68)ને સુરતના પરીયા, સાયણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી ઉત્તર પ્રદેશના જોનપુરનો વતની છે અને હાલ સુરતની ચંદન શો મિલ, દેલાડ પાટીયા ખાતે રહેતો હતો. જેણે વર્ષ 2004માં નારગોલ ગામે પોતાના સાગરીતો સાથે મળી પ્યારેલાલ લાલતા યાદવની હત્યા કરી હતી. આ કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા (IPS)ની સૂચનાઓ હેઠળ હાથ ધરવામાં આવી હતી. LCBના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શનમાં ટીમે ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. 2004માં ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (FIR નં. 201/2004, IPC કલમ 302, 323, 114)માં લક્ષ્મીશ...