Wednesday, February 18News That You Want to Read

Author: Meroo Gadhvi

વાપી ટાઉન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા કરાવી ફરિયાદીને ન્યાય અપાવ્યો 

વાપી ટાઉન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા કરાવી ફરિયાદીને ન્યાય અપાવ્યો 

Gujarat, National
 વાપી ટાઉન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના એક મોટા કેસમાં સફળતા હાંસલ કરી છે. આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારીને તેમજ પીડિતને 9.30 લાખનું વળતર અપાવી ન્યાય અપાવ્યો છે.  આ કેસની વિગતવાર માહિતી જોઈએ તો, ગત 21 નવેમ્બર, 2024ના રોજ દીપેશભાઈ દીપકભાઈ કદમે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવ્યું કે, ચણોદ ગામે ફ્લેટ ખરીદવા માટે તેમને હોમ લોનની જરૂર હતી. આરોપી વિનોદ શૈલેન્દ્ર સુમેશ્વર શુક્લાએ તેમને જે.એમ. ફાઇનાન્સમાંથી 12 લાખ રૂપિયાની હોમ લોન અપાવી. પરંતુ, ત્યારબાદ આરોપીએ બાકી રકમ ભરવાના બહાને ફરિયાદીના મોબાઇલ અને ગુગલ-પેના આઈડી-પાસવર્ડનો દુરુપયોગ કર્યો. આરોપીએ પે-ટી.એમ. દ્વારા 1,87,706 રૂપિયા અને બજાજ ફાઇનાન્સમાંથી 1,49,043 રૂપિયાની પર્સનલ લોન કરાવી. તથા જે.એમ.ફાઇનાન્સ, વાપીની હોમ લોનના રૂ.3,16,586/- મળી કુલ 6,53,335 રૂપિયા ગુગલ-પે મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફ...
વાપી GIDC નજીક કોચરવા ગામે વડિયાવાડમાં આવેલ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે 24માં સાર્વજનિક શિવપાર્વતી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી

વાપી GIDC નજીક કોચરવા ગામે વડિયાવાડમાં આવેલ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે 24માં સાર્વજનિક શિવપાર્વતી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી

Gujarat, National
વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારને અડીને આવેલા કોચરવા ગામના વડીયાવાડમાં આવેલ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે 24મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં હોમ, સમૂહ આરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ આ 24માં સાર્વજનિક શિવપાર્વતી પાટોત્સવ નિમિતે હરિઓમ મંડળના સભ્ય કલ્પેશ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટી ધીરુભાઈ પટેલ અને સમસ્ત કોચરવા વડિયાવાડના ગ્રામજનોએ મળીને આ ઉત્સવ ઉજવ્યો છે. અહીં 24 વર્ષ પહેલાં ભોળાનાથ નું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર તરીકે વિખ્યાતી પામ્યું છે. 17મી મેં 2025ના રોજ આ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરનો 24મો પાટોત્સવ હતો. જે નિમિતે હોમ-હવન, મહાઆરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની કૃપા હંમેશા ગામના દરેક ગ્રામજન પર વરસતી રહે એવા આશીર્વાદ સાથે આ પાટોત્સવની ઉજવણી કર...
दमन क्राइम ब्रांचने देवका और नानी दमन क्षेत्र में से 5 बांग्लादेशी महिलाओ को पकड़कर संबंधित पुलिस स्टेशन को सौंपा

दमन क्राइम ब्रांचने देवका और नानी दमन क्षेत्र में से 5 बांग्लादेशी महिलाओ को पकड़कर संबंधित पुलिस स्टेशन को सौंपा

Gujarat, National
16/05/2025 को क्राइम ब्रांच पुलिस स्टेशन को एक गुप्त और विश्वसनीय सूचना मिली थी कि बांग्लादेशी नागरिक दमन के देवका और नानी दमन क्षेत्र के आस-पास रह रहे हो सकते हैं। यह सूचना वरिष्ठ अधिकारी के साथ साझा की गई और वरिष्ठ अधिकारियों के निर्देश पर क्राइम ब्रांच पोलिस स्टेशन की टीम ने देवका और नानी दमन क्षेत्र में जांच की, खोज के दौरान देवका से 02 महिला बांग्लादेशी नागरिक और नानी दमन से 03 महिला बांग्लादेशी नागरिक पाई गईं। जिनके पास भारत के नागरिकता संबन्धित दस्तावेज़ मांगने पर पेश नहीं कर पाये। जांच के दौरान सभी महिला बांग्लादेशी नागरिक होने की प्रमाण मिलने पर सभी पांच महिला बांग्लादेशी नागरिकों को संबंधित पुलिस स्टेशन को सौंप दिया गया। आगे महिलाओ को बांग्लादेश भेजने की प्रक्रिया शरू कर दी गयी हैं। पूर्व में क्राइम ब्रांच द्वारा एक बांग्लादेशी महिला को पकड़ा गया था और उसे निर्वासन (डिपोर्टेशन) क...
ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. “હાલનો યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર મૂક્યું છે” જરૂર પડશે સંપૂર્ણ ચિત્ર બતાવીશું : સંરક્ષણ પ્રધાન

ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. “હાલનો યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર મૂક્યું છે” જરૂર પડશે સંપૂર્ણ ચિત્ર બતાવીશું : સંરક્ષણ પ્રધાન

Gujarat, National
16 મે, 2025ના રોજ ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, "આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો એક ભાગ બની ગઈ છે અને અમે આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જડમૂળથી ઉખાડી નાખીશું." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર રાખ્યું છે. જો વર્તન સુધરે તો તે ઠીક છે; પરંતુ જો કોઈ ખલેલ થશે તો સૌથી કડક સજા આપવામાં આવશે, સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. "અમારી કાર્યવાહી ફક્ત એક ટ્રેલર હતી, જો જરૂર પડશે તો અમે સંપૂર્ણ ચિત્ર બતાવીશું. 'આતંકવાદ પર હુમલો કરવો અને તેને ખતમ કરવો' એ નવા ભારતનો નવો સામાન્ય નિયમ છે." રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાને ભારત દ્વારા નાશ પામેલા તેના આતંકવાદી ...
વલસાડમાં નાણામંત્રી, સાંસદ, ધારાસભ્યની આગેવાનીમાં વિશાળ તિરંગા યાત્રા નીકળી

વલસાડમાં નાણામંત્રી, સાંસદ, ધારાસભ્યની આગેવાનીમાં વિશાળ તિરંગા યાત્રા નીકળી

Gujarat, National
વલસાડ શહેર ખાતે ગુજરાત સરકારના નાણાંમંત્રી  કનુભાઈ દેસાઈ તેમજ લોકસભાના દંડક, વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ, વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં વલસાડ ના શહીદ ચોક ખાતેથી વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી, આ યાત્રા શહેરના વિવિધ સ્થળોથી પસાર થઈ નગરપાલિકા ભવન સ્થિત શ્યામજી કૃષ્ણ વર્માઁની પ્રતિમા પાસે સમાપન થઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય ભરત પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જીલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગ ભગત, જીલ્લા તેમજ વિવિધ મંડળોમાંથી પધારેલ સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા આગેવાનો સહિત સંતો, દેશની સરહદે સેવા આપીને નિવૃત થયેલ અનેક નિવૃત સૈનિકો, નગરજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા....
ક્રાઈમ બ્રાન્ચ, DNHDD અને કચીગામ પોલીસ સ્ટેશન, દમણ દ્વારા સંયુક્ત રીતે મોબાઈલ શોપ ચોરીનો કેસ ઉકેલાયો-પાંચ (05) આંતરરાજ્ય આરોપીઓની ધરપકડ, ચોરાયેલા મોબાઈલ જપ્ત

ક્રાઈમ બ્રાન્ચ, DNHDD અને કચીગામ પોલીસ સ્ટેશન, દમણ દ્વારા સંયુક્ત રીતે મોબાઈલ શોપ ચોરીનો કેસ ઉકેલાયો-પાંચ (05) આંતરરાજ્ય આરોપીઓની ધરપકડ, ચોરાયેલા મોબાઈલ જપ્ત

Gujarat, National
07/05/2025 ના રોજ સંઘપ્રદેશ દમણના કચીગામ ચાર રસ્તા નજીક શિવ કોમ્પ્લેક્સ, એસ.એસ. ટેલિકોમ ખાતે થયેલી ચોરી અંગે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 305, 331(4), અને 61(2) હેઠળ કચીગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ બાદ દમણ પોલીસે ગુનામાં સંડોવાયેલા (1) આઝાદ મુસ્તાક પઠાણ, (2) દિવાન સિંહ @રાહુલ ઓમપ્રકાર થોમર, (3) રાજપતિ સંતરામ પાલ, (4) શંકર રામદયાલ મૌર્ય, (5) શિવમ અશોક પાંડે નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે દમણ પોલીસે આપેલી વિગતો મુજબ ફરિયાદી સમીર ચુનારાએ 10 મોબાઈલ ફોન, 67,500 રૂપિયા રોકડા અને 12,000 રૂપિયાના મોબાઈલ એસેસરીઝની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. કુલ 2.10 લાખ રૂપિયાની ચોરીનો અંદાજ વ્યક્ત કર્યો હતો. આ ઘટના બાદ, પોલીસ અધિક્ષક (મુખ્ય મથક અને ક્રાઇમ) ના નિર્દેશો અનુસાર સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ અને કચીગામ પોલીસ સ્ટેશન સહિત અનેક પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. વિવિધ પોલીસ ટીમો દ્વારા વાપી...
વલસાડના દરેક તાલુકાઓમાં તારીખ 19 મે ના રોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર ભરતી કેમ્પ યોજાશે

વલસાડના દરેક તાલુકાઓમાં તારીખ 19 મે ના રોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર ભરતી કેમ્પ યોજાશે

Gujarat, National
હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માને સિવિલ ડિફેન્સના નિયંત્રક તરીકેના હુકમો સરકાર તરફથી કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે સ્વયંસેવકની નોંધણી કરાશે. જે લોકો રાષ્ટ્રસેવા કરવા માટે સિવિલ ડિફેન્સમાં જોડાવા માગતા હોય તેઓ રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઈઝનો એક ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, લાઈટ બિલ/ મિલકત વેરા પૈકી કોઈ પણ બે પુરાવા સાથે રાખવા. સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટેની લાયકાતમાં ઓછામાં ઓછુ ધોરણ 4 પાસ અને 18 વર્ષ કે તેથી ઉપરના નિરોગી, તંદુરસ્ત વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ. આ સ્વયંસેવકો તરીકે માજી સૈનિકો, પોલીસમિત્ર, એનએસએસ, એનસીસી વોલન્ટિયર, સ્થાનિક તરવૈયાઓ, આપદા મિત્રો, ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓ, એનજીઓ વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે....
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસઃ વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રની અસરકારક કામગીરીને પગલે જીવલેણ ડેન્ગ્યુને નાથવામાં મળી સફળતા

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસઃ વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રની અસરકારક કામગીરીને પગલે જીવલેણ ડેન્ગ્યુને નાથવામાં મળી સફળતા

Gujarat, National
ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી, માહિતી બ્યુરો, વલસાડ ડેન્ગ્યુ એટલે ગંભીર વાયરલ રોગ. જે એડીસ ઈજિપ્ત મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યુનો તાવ એ ગંભીર પ્રકારનો તાવ છે. જેમાં રક્તસ્ત્રાવ થાય છે. કોઈક વાર મગજને આઘાત પહોંચતા માણસનું મૃત્યુ પણ થાય છે. જેથી દર વર્ષે તા. 16 મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડેન્ગ્યુના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ લોકોને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગથી જાગૃત કરવાનો છે. કારણ કે આજે પણ લોકોમાં ડેન્ગ્યુ જેવા ગંભીર તાવ અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. ડેન્ગ્યુને અટકાવવા માટે જરૂરી પગલાંને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક કામગીરી થતા ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં...
રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજય સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઈન્ડિયન પોટાશ લિમિટેડની વિઝિટ લીધી

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજય સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઈન્ડિયન પોટાશ લિમિટેડની વિઝિટ લીધી

Gujarat, National
રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ અને  સહકાર રાજ્ય મંત્રીશ જગદીશ વિશ્વકર્માએ ગુરુવારે વલસાડના પારનેરા પારડી ખાતે ઇન્ડિયન પોટાશ લિમિટેડ સંચાલિત વલસાડ સુગર ફેકટરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ યોજાયેલી બેઠકમાં રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઇન્ડિયન પોટાશ લિ. ના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી. રાજય સરકારના સહકાર વિભાગના ધારાધોરણ મુજબ સભાસદો(ખેડૂતો)ને તેમની શેરડીના પિલાણના મહત્તમ ભાવો સમયમર્યાદામાં મળે અને હાલના જે સભાસદો છે તેમાં વધારો થાય તેમજ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ સુગર ફેક્ટરીનો લાભ લે તે જોવા જણાવ્યું હતું. આ બેઠકમાં રાજયના સહકાર સચિવ સંદીપકુમાર, ખાંડ નિયામક એચ. એન. પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર એચ. એન. કાછડ, પ્રાંત અધિકારી વિમલ પટેલ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા....
વાપી મહાનગરપાલિકાએ 3 સ્ટેજમાં શરૂ કરી પ્રિમોન્સૂન કામગીરી, 30 દિવસમાં વૉટર લોગીંગ, કચરો, ગંદકી અને ચાલુ વરસાદમાં પાણી ભરાવાના પ્રશ્નોનો નિવેડો લાવવા મનપા સજ્જ

વાપી મહાનગરપાલિકાએ 3 સ્ટેજમાં શરૂ કરી પ્રિમોન્સૂન કામગીરી, 30 દિવસમાં વૉટર લોગીંગ, કચરો, ગંદકી અને ચાલુ વરસાદમાં પાણી ભરાવાના પ્રશ્નોનો નિવેડો લાવવા મનપા સજ્જ

Gujarat, National
ચોમાસા આડે હવે એકાદ મહિનો જ બચ્યો છે. ત્યારે, વાપી મહાનગરપાલિકાએ ત્રણ સ્ટેજમાં 30 દિવસમાં પ્રિમોન્સૂન કામગીરી આટોપી લેવાનો સંકલ્પ લીધો છે. જે અંગે વાપી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશ્નર અશ્વિન પાઠકે વિગતો આપી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ અશ્વિન પાઠકે જણાવ્યું છે કે, વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એકાદ સપ્તાહથી યુદ્ધના ધોરણે પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરી દીધી છે.  ત્રણ સ્ટેજમાં આ કામગીરી ચાલશે. જેમાં પ્રથમ 10 દિવસમાં મનપાના એવા વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. જ્યાં વોટર લોગિંગના પ્રશ્નો ઉદ્ભવી શકે છે. જે અંતર્ગત મોટી ખનકીઓ સહિતના સ્થળોની સાફસફાઈની કામગીરી આટોપવામાં આવશે. જે બાદના 10 દિવસમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં કચરો ગંદકી દૂર કરવામાં આવશે. ગટરની સાફ-સફાઈ કરવામાં આવશે. જે પછીના અંતિમ દસ દિવસ એવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જ્યાં ચાલુ વરસાદમાં વોટર લોગીંગના પ્રશ્નો ઊ...