
ઉમરગામની Citizen Umbrella વિશ્વભરમાં વગાડી રહી છે Make in India નો ડંકો, વરસાદની રમઝટમાં રંગબેરંગી છત્રી-રેઇનકોટના ઉત્પાદન સાથે રોજગારીનું સર્જન
MEROO GADHVI, ઉમરગામ, વલસાડ: ચોમાસાની રીમઝીમ સાથે છત્રી અને રેઇનકોટની માંગ આસમાને ચઢે છે, અને આ માંગને પૂરી કરે છે. ઉમરગામની Citizen Umbrella Manufacturers Limited આ કંપનીની ‘Make in India’ Umbrella અને Raincoat ભારતથી લઈને અમેરિકા, બેંગકોક સુધી વરસાદની રોમેન્ટિકતા વધારે છે. ચાલો જાણીએ આ સફળતાની કહાની, જે વરસાદના ટીપાં સાથે આર્થિક સમૃદ્ધિનો સમન્વય સાધે છે.
છત્રી-રેઇનકોટ: ચોમાસાના સાચા સાથી...
વરસાદની સિઝન આવે એટલે દરેક ઘરમાં છત્રી અને રેઇનકોટની જરૂરિયાત વધી જાય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેકને વરસાદમાં ભીંજાતા બચાવવા આ બે વસ્તુઓ સુરક્ષા કવચનું કામ કરે છે. ઉમરગામની Citizen Umbrella Manufacturers Limited આ જરૂરિયાતને ઓળખી અને ગુણવત્તાયુક્ત, પોકેટ-ફ્રેન્ડલી ઉત્પાદનો બજારમાં રજૂ કરે છે.
કંપનીના Director Naresh Kumar Banthia જણાવે છે કે, “અમારો પરિવાર 100 વર્ષથી વધુ સમયથી આ બિઝનેસમાં...