Wednesday, February 18News That You Want to Read

Author: Meroo Gadhvi

શંકર ધોધ: ચોમાસામાં કુદરતનો અદ્ભુત નજારો, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

શંકર ધોધ: ચોમાસામાં કુદરતનો અદ્ભુત નજારો, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

Gujarat, National
દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલો અને ધરમપુર તાલુકામાં આવેલો પ્રખ્યાત શંકર ધોધ હાલ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વરસાદી મૌસમમાં આ ધોધ અને તેની આસપાસની લીલીછમ વનરાજીનો અદ્ભુત નજારો માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે. પ્રવાસીઓ આ નયનરમ્ય સ્થળની સુંદરતાને પોતાની આંખોમાં કંડારી રહ્યા છે, તો કેટલાક લોકો સેલ્ફી અને તસવીરો ખેંચીને આ યાદગાર પળોને કેપ્ચર કરી રહ્યા છે.   સ્થાનિકોના મતે, શંકર ધોધ ચોમાસામાં એક એવું સ્થળ બની જાય છે જ્યાં આવીને લોકો શહેરના તાણ અને ડિપ્રેશનને ભૂલી શકે છે. આ એક પ્રખ્યાત સ્થળ છે જ્યાં કુદરતનો સાક્ષાત્કાર થાય છે. ઘણા પ્રવાસીઓ, જેમાં સ્થાનિકો અને બહારથી આવતા લોકો પણ સામેલ છે, તેઓ વર્ષમાં બે થી ત્રણ વાર આ સ્થળની મુલાકાત લે છે. જોકે, આ સુંદર સ્થળના વિકાસ માટે હજુ પણ ઘણી તકો રહેલી છે. પ્રવાસીઓની સુવિધા માટે અહીં પાર્કિંગની વ્યવસ્થા, નાસ્તા...
વાપીની આર્યા હોસ્પિટલ આપશે વલસાડના 50થી વધુ Rescuersને મફત તબીબી સેવાઓ!

વાપીની આર્યા હોસ્પિટલ આપશે વલસાડના 50થી વધુ Rescuersને મફત તબીબી સેવાઓ!

Gujarat, National
વલસાડ જિલ્લાના 50થી વધુ રેસ્ક્યુઅર્સને આર્યા અને RR હોસ્પિટલની તબીબી સેવાઓનો મફત લાભ મળશે, જે તેમની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. સમાજ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને કાર્યરત રહેતા આ 'Real Heroes'ના સન્માનમાં આર્યા હોસ્પિટલે આ ઉમદા નિર્ણય લીધો છે. આ જાહેરાત આર્યા/RR હોસ્પિટલ દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવી હતી, જ્યાં હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી (CMO) ડો. સોની ઉપાધ્યાય અને ડો. નવનીત ગુપ્તાએ બચાવકર્તાઓના બલિદાન અને જોખમી કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી. આર્યા હોસ્પિટલના ડો. નવનીત ગુપ્તા અને મુખ્ય તબીબી અધિકારી (CMO) ડો. સોની ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, "આપણા બચાવકર્તાઓ સમાજ માટે પોતાના જીવ જોખમમાં મૂકે છે. તેઓ માત્ર પ્રાણીઓને જ નહીં, પરંતુ દરેક પ્રકારની કટોકટીમાં લોકોને મદદ કરે છે. આ જાણી જે લોકો સૌના માટે ઊભા છે, તેમના માટે આપણે પણ ...
ધરમપુરના વિલ્સન હિલનું રહસ્યમય વરુણ દેવ મંદિર: ઘાસની ઝૂંપડીમાં બિરાજેલા વરસાદ દેવ આસ્થા, ચમત્કાર, પ્રકૃતિ અને પરંપરાના અતૂટ બંધનનું પ્રતિક, ધરમપુરના રાજાને પણ બતાવ્યો છે ચમત્કારનો પરચો

ધરમપુરના વિલ્સન હિલનું રહસ્યમય વરુણ દેવ મંદિર: ઘાસની ઝૂંપડીમાં બિરાજેલા વરસાદ દેવ આસ્થા, ચમત્કાર, પ્રકૃતિ અને પરંપરાના અતૂટ બંધનનું પ્રતિક, ધરમપુરના રાજાને પણ બતાવ્યો છે ચમત્કારનો પરચો

Gujarat, National, News
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રમણીય વિલ્સન હિલની ગોદમાં, એક એવું પૌરાણિક મંદિર આવેલું છે જે સદીઓથી લોકવાયકાઓ અને અખૂટ આસ્થાના તાણાવાણામાં ગૂંથાયેલ છે. આ કોઈ ભવ્ય ઇમારત નથી, પરંતુ એક સાધારણ ઘાસની ઝૂંપડી છે – છતાં તેની સાથે જોડાયેલી દિવ્ય શ્રદ્ધા તેને અનેક કિલોમીટર દૂરથી શ્રદ્ધાળુઓને ખેંચી લાવે છે. ધરમપુરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા આ સ્થળની આસપાસ દત્ત મંદિર અને શંકર ધોધ જેવા અન્ય દેવસ્થાનો પણ આવેલા છે, જે આ પ્રદેશના આધ્યાત્મિક મહત્વમાં વધારો કરે છે. જ્યાં દેવોએ સ્વયં કર્યું છે નિર્માણ અને પેઢીઓનો વારસો શ્વાસ લે છે! સ્થાનિક લોકવાયકા મુજબ, આ વરુણ દેવનું મંદિર મનુષ્ય દ્વારા નહીં, પરંતુ સ્વયં દેવો દ્વારા બાંધવામાં આવ્યું છે. આ જ કારણ છે કે આજે પણ લાખો પ્રયાસો છતાં તેનું પાકું ચણતર કરી શકાતું નથી. કેટલાક લોકો તો એવું પણ માને છે કે આ મંદિર 800 વર્ષથી પણ વધુ પ્રાચીન છે, જે તેની ઐતિહાસિકતા...
દમણ પોલીસ દ્વારા સાયબર ફ્રોડનો પર્દાફાશ: ₹ 5.59 લાખની સાયબર છેતરપિંડી કરનારા જામતારાના 3 ઠગો જેલભેગા!

દમણ પોલીસ દ્વારા સાયબર ફ્રોડનો પર્દાફાશ: ₹ 5.59 લાખની સાયબર છેતરપિંડી કરનારા જામતારાના 3 ઠગો જેલભેગા!

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણના કચીગામ પોલીસે ₹ 5.59 લાખની સાયબર ફ્રોડનો મોટો કેસ ઉકેલી કાઢ્યો છે, જેણે Technical investigation અને Interstate coordination નો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. કચીગામ પોલીસ સ્ટેશનમાં 12/12/2024 ના રોજ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 318(4) અને 335(3) હેઠળ FIR નંબર 51/2024 નોંધવામાં આવી હતી. ફરિયાદ કરનાર અજય રામસિંગર સિંહ, પંજાબ નેશનલ બેંક (PNB) ના PNB ONE મોબાઈલ એપ્લિકેશન દ્વારા તેમનું ખાતું ચલાવે છે. 8 ડિસેમ્બર, 2024 ના રોજ, તેઓ મરોલી, નવસારી ખાતે હતા ત્યારે તેમને ₹ 1,62,000 ડેબિટ થયાનો એક SMS મળ્યો. થોડા સમય પછી, ત્યારબાદ કુલ મળીને, ફરિયાદી સાથે ₹ 5,59,999/- ની છેતરપિંડી થઈ હતી. ઝડપી તપાસ અને મોટી ધરપકડ: વિગતવાર Technical analysisના આધારે, છેતરપિંડીનો પત્તો રિયાજુદ્દીન અંસારીના બેંક ખાતા સુધી પહોંચ્યો. તપાસમાં બહાર આવ્યું કે મોહમ્મદ રિયાઝ અંસારીએ છેતરપિંડીના ના...
ધરમપુરના ઐતિહાસિક વારસા પર ઘેરાતો સંસ્થાકીય ‘ડોળો’: લેડી વિલ્સન મ્યુઝિયમ અને 200 વર્ષ જૂના ખંડેર બંગલા પર પ્રશ્નાર્થ!

ધરમપુરના ઐતિહાસિક વારસા પર ઘેરાતો સંસ્થાકીય ‘ડોળો’: લેડી વિલ્સન મ્યુઝિયમ અને 200 વર્ષ જૂના ખંડેર બંગલા પર પ્રશ્નાર્થ!

Gujarat, National, News
ધરમપુર સ્ટેટનાં શાહી પરિવાર પોતાની ઐતિહાસિક વારસાની મિલકતો ખાનગી ટ્રસ્ટ અથવા સમકક્ષ ખાનગી માલિકોને વેચી રહ્યાં હોવાનું જાણવાં મળ્યું છે. ત્યારે, 12મી સદીનું રામનગર - 17 મી સદીમાં ઘરમપુર તરીકે ઓળખાયું. હવે 21 મી સદીમાં કોનાં નામે ઓળખાશે? ધરમપુર : દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક શહેર ધરમપુરનો સમૃદ્ધ રાજવી વારસો અને તેની ઐતિહાસિક મિલકતો હાલ એક ગંભીર વિવાદના કેન્દ્રમાં છે. એક ચોક્કસ ધાર્મિક સંસ્થા દ્વારા ધરમપુરના રાજવી પરિવારની મિલકતો પર ક્રમશઃ પોતાનો કબ્જો જમાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકાઓ પ્રબળ બની છે. આ સંસ્થાએ રાજવીની પહાડી પરની જગ્યાથી માંડીને શહેરની અન્ય મિલકતો પણ ખરીદી લીધી છે, અને હવે તેમની નજર ધરમપુરના ગૌરવ સમા 'ધ લેડી વિલ્સન મ્યુઝિયમ' અને એક 200 વર્ષ જૂના, રાજવીઓ સાથે કોઈ સંબંધ ન ધરાવતા ખંડેર બંગલા પર પણ મંડાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ચોક્કસ ધાર્મિક સંસ્થાએ સૌપ્રથમ ધરમપુર રાજ...
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્કૂલ દ્વારા કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્કૂલ દ્વારા કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી

Gujarat
વાપી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્કૂલ ખાતે ૨૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્યા શ્રીમતી નીતુ સિંહના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વીર જવાનોના શૌર્ય અને પરાક્રમને યાદ કરી, દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. નર્સરીથી લઈને સિનિયર કે.જી. સુધીના બાળકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકોએ બાળકોને ૧૯૯૯ના ભારત-પાકિસ્તાન કારગિલ યુદ્ધ અને તેમાં ભારતના ભવ્ય વિજય ગાથા વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે સમજાવ્યું કે કારગિલ વિજય દિવસ દર વર્ષે ૨૬ જુલાઈના રોજ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ પાકિસ્તાની દળો દ્વારા કબજે કરાયેલા ભારતીય પ્રદેશોને ફરીથી મેળવવા માટે લડેલા સૈનિકોના અ...
સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની સોનેરી સફળતા

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની સોનેરી સફળતા

Gujarat, National
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ.) દ્વારા સમર-2025માં લેવાયેલી બી.ફાર્મસીના બીજા વર્ષના ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ 23 જુલાઈ, 2025ના રોજ જાહેર થયું. આ પરિણામમાં સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજે દર વર્ષની જેમ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં સ્થાન મેળવી પોતાની પરંપરા જાળવી રાખી છે. આ પરીક્ષામાં કોલેજની 7 વિદ્યાર્થીનીઓએ જી.ટી.યુ. ટોપ ટેનમાં સ્થાન હાંસલ કર્યું, જ્યારે 45 વિદ્યાર્થીઓએ 8.00થી વધુ એસ.પી.આઈ. મેળવી કોલેજ અને સંસ્થાનું ગૌરવ વધાર્યું. ખાસ કરીને, નંદિની મનોજકુમાર વર્માએ 9.69 એસ.પી.આઈ. સાથે જી.ટી.યુ.માં પ્રથમ ક્રમ, જીગીષા ભટ્ટાચાર્યએ 9.62 એસ.પી.આઈ. સાથે દ્વિતીય ક્રમ, વંશી પટેલે 9.54 એસ.પી.આઈ. સાથે ચોથો ક્રમ, ચાર્મી ચેતન ભગતે 9.46 એસ.પી.આઈ. સાથે સાતમો ક્રમ અને ભંડારી ફેન્સી નીલેશભાઈએ 9.46 એસ.પી.આઈ. સાથે આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો. આ ઉપરાંત, સી.પ...
વાપીની KBS અને નટરાજ કોલેજને MCA કોર્સ માટે મંજૂરી

વાપીની KBS અને નટરાજ કોલેજને MCA કોર્સ માટે મંજૂરી

Gujarat, National
વાપીની KBS કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજને શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, ગાંધીનગર અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE), નવી દિલ્હી તરફથી MCA (માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન) કોર્સ શરૂ કરવા મંજૂરી મળી છે. આ કોર્સમાં B.E., B.Tech., B.Sc., B.Com., B.C.A. અથવા ગણિતશાસ્ત્ર સાથે B.A. પાસ કરનાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. પ્રવેશ માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ, અમદાવાદની વેબસાઈટ (gujacpc.nic.in) પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હાલ પ્રવેશ પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાથી વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ સફળતા બદલ ટ્રસ્ટી મંડળ, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સી.કે. પટેલ અને કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થીઓ અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી છે....
વાપીમાં સુપર બ્યુટી સેન્ટરના સહયોગથી Streax દ્વારા હેર એન્ડ બ્યુટી કેર વર્કશોપનું સફળ આયોજન: 80 થી વધુ બ્યુટિશિયન અને નવા ઉદ્યોગસાહસિકોને મળ્યું માર્ગદર્શન

વાપીમાં સુપર બ્યુટી સેન્ટરના સહયોગથી Streax દ્વારા હેર એન્ડ બ્યુટી કેર વર્કશોપનું સફળ આયોજન: 80 થી વધુ બ્યુટિશિયન અને નવા ઉદ્યોગસાહસિકોને મળ્યું માર્ગદર્શન

Gujarat, National
વાપી સહિત આસપાસના વિસ્તારોમાં બ્યુટિશિયન અને નવા ઉદ્યોગસાહસિકોને બ્યુટી અને હેર કેર ક્ષેત્રે નવીનતમ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી વલસાડ જિલ્લાના વાપીમાં આવેલા સુપર બ્યુટી સેન્ટરના સંચાલક ઇબ્રાહિમ ચાંદ શીકલકરના સહયોગથી STREAX કંપની દ્વારા એક વર્કશોપ-ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રોયલ શેલ્ટર હોટેલ ખાતે યોજાયેલા આ સેમિનારમાં 80 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને દેશની જાણીતી હેરબ્રાન્ડ 'Streaks Professional'ની નવી પ્રોડક્ટ્સ Botbrazil Botox વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ વર્કશોપમાં ખાસ કરીને 'Streaks Professional' ની નવી પ્રોડક્ટ, 'Botbrazil'ના લોન્ચિંગ અને તેના ઉપયોગ વિશે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. કંપનીના રિજનલ ટેકનિકલ મેનેજર (RTM) Hasnain Shaikh અને બિઝનેસ ડેવલપિંગ ઓફિસર વિનીત પાંડેએ ઉપસ્થિત સૌને Hair cutting techniques, coloring techniques, an...
વાપીમાં ‘તિરંગા દિવસ’ની ભવ્ય ઉજવણી: નિવૃત્ત સૈનિકોનું સન્માન કરી અખિલ ભારતીય મારવાડી યુવા મંચે રાષ્ટ્રભક્તિનો અનોખો સંદેશ આપ્યો

વાપીમાં ‘તિરંગા દિવસ’ની ભવ્ય ઉજવણી: નિવૃત્ત સૈનિકોનું સન્માન કરી અખિલ ભારતીય મારવાડી યુવા મંચે રાષ્ટ્રભક્તિનો અનોખો સંદેશ આપ્યો

Gujarat, National
ભારતના રાષ્ટ્રધ્વજની સ્વીકૃતિની ઐતિહાસિક તારીખ 22 જુલાઈ, 1947ની યાદમાં, અખિલ ભારતીય મારવાડી યુવા મંચ, વાપી દ્વારા રાજસ્થાન ભવન ખાતે "તિરંગા દિવસ સન્માન શૌર્ય કા" નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર 39 નિવૃત્ત સૈનિકો અને અધિકારીઓનું ભાવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજના ગૌરવ અને દેશભક્તિની ભાવનાને નવી ઉંચાઈઓ આપવાના શુભ આશય સાથેના આ કાર્યક્રમમાં વડોદરા, મુંબઈ, અમદાવાદ, ઔરંગાબાદ અને નાસિકથી પધારેલા નાયકોને શાલ, સ્મૃતિચિહ્નો અને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતાં. તિરંગાનું ઐતિહાસિક મહત્વ.... 22 જુલાઈ, 1947ના રોજ ભારતની સંવિધાનસભાએ પિંગલી વેંકૈયા દ્વારા રચિત તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકૃતિ આપી હતી. આ ધ્વજનો કેસરી રંગ બલિદાન અને હિંમત, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ વિકાસ અને ઉન્નતિ, જ્...